Junagadh News/ સિવિલમાં આરોગ્ય પ્રધાનનું ચેકિંગ, PMJAYમાં કરોડોની ચૂકવણી મામલે તપાસ

જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય પ્રધાન દ્વારા ચેકિંગ હાથ ધરાયું. PMJAYમાં કરોડોની ચૂકવણી મામલે મંતવ્ય ન્યુઝના અહેવાલ બાદ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી

Top Stories Gujarat Others

Junagadh News: જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય પ્રધાન દ્વારા ચેકિંગ હાથ ધરાયું. જૂનાગઢમાં PMJAY અંતર્ગત 40 કરોડની ચૂકવણી થયાના મંતવ્ય ન્યુઝના અહેવાલ બાદ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. મંતવ્ય અહેવાલના પડઘા પડ્યા. ચેકિંગ દરમ્યાન આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે PMJAY યોજનામાં ત્રુટી હોવાની કબૂલાત કરી. આ સાથે એમ પણ જણાવ્યું કે ક્યાંય પણ અનિયમિતતા જોવા મળતા જરૂર કાર્યવાહી કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની PMJAY યોજનામાં ગેરરીતિ આચરતા હોવાનો ખ્યાતિકાંડમાં ઘટસ્ફોટ થયો. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આચરવામાં આવતી ગેરરીતિ બાદ રાજ્યભરની હોસ્પિટલોમાં અપાતી સેવાને લઈને લોકોમાં સવાલો ઉભા થયા. ખ્યાતિકાંડ બાદ PMJAY યોજનાને લઈને આરોગ્ય વિભાગ પણ સર્તક થયું. અને આ સંદર્ભે જૂનાગઢની સિવિલ હોસ્પિટલની આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મુલાકાત લીધી. આરોગ્ય પ્રધાને વધુમાં જણાવ્યું કે PMJAY યોજનાનું ઓડિટ કરાઈ રહ્યું છે.

PMJAY યોજનાની તપાસ ચાલુ છે તેમજ આ યોજનામાં નોંધાયેલ તમામ દર્દીઓને ફોન કરીને સત્યાસત્યની પુષ્ટિ કરી ડેટા લેવામાં આવ્યા છે. આ યોજના હેઠળ દર્દીને દાખલ થાય ત્યારે અને દર્દીને ડીસ્ચાર્જ વખતે રૂ. 300 આપવામાં આવ્યા છે કે નહી તેવી તમામ વિગતોની તપાસ કરાશે. જો ક્યાંય પણ અનિયમિતતા જોવા મળશે તો હોસ્પિટલ અને સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી થશે.

ઋષિકેશ પટેલે કહ્યું કે PMJAY યોજનાનો લાભ લેનાર કેન્સરના 1400 દર્દીઓની પૂછપરછ કરાઈ રહી છે. પ્રોસિજર લિંક કરવાની છે લેખિત ધ્યાનમાં આવ્યું નથી જો કે હજુ પણ કલેકટરની અધ્યક્ષતામાં PMJAY યોજનાની તપાસ ચાલુ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ! ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, લોકોનું કરોડો રૂપિયાનું ફેરવ્યું ફૂલેકું

આ પણ વાંચો: BZ ના ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

આ પણ વાંચો: BZ કૌભાંડમાં મોટો વિસ્ફોટ: ભૂપેન્દ્રસિંહના ભાઇ રણજીતસિંહની અટકાયત, CIDની તપાસમાં મોટા ખુલાસા