BZ Scam/ BZ ના ભૂપેન્દ્ર ઝાલાએ ધરપકડથી બચવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી

BZ Scam News : ભુપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે. જો કે, હવે તેને પોતાના એડવોકેટ મારફતે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જેથી કરીને તે પોલીસ ધરપકડથી બચી શકે. આ અરજીમાં ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેના નામે 18 થી વધુ કોલેજ ચાલી રહી છે. કોલેજ સિવાય પણ અનેક મિલકતોનો માલિક છે.

Gujarat Breaking News

BZ Scam News :  પોલીસ કાયદાનો દુરુપયોગ કરતી હોવાનો પણ ભૂપેન્દ્ર ઝાલાએ તેની આગોતરા જામીન અરજીમાં દાવો કર્યો છે. નનામી અરજીના આધારે પોલીસે કાર્યવાહી કરે તે કાયદાથી વિપરીત હોવાનો પણ દાવો ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા કરાયો છે. તેની બિનજરૂરી હેરાનગતિ અને છબી ખરડવવા માટે ફરિયાદ નોંધાઈ હોવાનો વાત તેને અરજીમાં કરી છે. રોકાણકારોએ પૈસા આપ્યા હોય અને તેનો દુરુપયોગ થયો હોય એવો પણ બનાવ સામે આવ્યો નથી. ભુપેન્દ્રસિંહ ઝાલાની આ આગોતરા જામીન અરજી ઉપર 06 ડિસેમ્બરના રોજ સુનવણી હાથ ધરાશે.

CID ક્રાઈમે આ ફરિયાદ અંતર્ગત ગાઉ 07 આરોપીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તમામ આરોપીઓને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તે તમામ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. નોંધનીય છે કે BZ ગ્રૂપ દ્વારા 18 ટકા વ્યાજ સહિતની લાલચ આપી લોકો પાસેથી 6000 કરોડ રૂપિયા ઉઘરાવ્યા છે. આ આરોપીઓ પૈકી મયુર દરજીએ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે. જેની ઉપર આગામી સમયમાં સુનવણી હાથ ધરાશે. અગાઉ લોકોને ઊંચા વ્યાજની લાલચ આપી 6000 કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાના કેસમાં CID ક્રાઇમે મયૂર દરજી, વિશાલસિંહ ઝાલા, દિલીપ સોલંકી, આશીક ભરથરી, સંજય પરમાર, રાહુલ રાઠોડ અને રણવીરસિંહ ચૌહાણની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યા હતા.

CID ક્રાઇમને માહિતી મળી હતી કે, હિંમતનગર, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર અને વડોદરા જિલ્લામાં કોઈ એક સંસ્થા દ્વારા પોન્ઝી સ્કિમ ચલાવવામાં આવી રહી છે. તો અમારી સર્વેલન્સ તપાસમાં જાણવા મળ્યું કે, લોકોને છેતરીને પૈસા એકઠાં કરી રહ્યા હતા. તે બાદ અમે મંગળવારે (26 નવેમ્બરે) પાંચ જિલ્લામાં રેડ પાડી હતી. જેમાં BZ ગ્રુપની ઓફિસોમાંથી પોન્ઝી સ્કિમના ડોક્યુમેન્ટસ તેમજ ત્યાં કામ કરતા માણસો મળ્યા હતા. તેમજ સ્થળ પરથી એજન્ટ આનંદ દરજી મળ્યો હતો, પૂછપરછમાં જાણવા મળ્યું કે 2020-21થી પોન્ઝી સ્કિમ ચલાવવામાં આવી રહી હતી.

તેના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા અને તેની મુખ્ય ઓફિસ રણાસણ, તા.તલોદ જિ.સાબરકાંઠામાં આવેલ છે તેમજ દરેક જિલ્લામાં તેની ઓફિસ આવેલી છે. તેમના મુખ્ય ટાર્ગેટ શિક્ષકો અને નિવૃત સરકારી કર્મચારીઓ હતા. ભૂપેન્દ્ર ઝાલાની સાથે એના પાર્ટનર પણ જોડાયેલા છે જે પણ ફંડિંગનું એડજસ્ટમેન્ટ કરતા હતા. મોટાભાગનું મેનેજમેન્ટ યુ.એસ.ડી.ટી. તથા ક્રિપ્ટોમાં ફંડ ટ્રાન્સફર કરતા હતા.

ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં કેટલાક પોલીસ કર્મચારી તથા ડોક્ટરના રૂપિયા પણ રોકાયેલા છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલા સ્થાનિક રાજકીય નેતાઓનો અંગત વ્યક્તિ એટલે પણ હતો કેમ કે અનેક રાજકીય માથાના રૂપિયા પણ ઝાલાની સ્કીમમાં ઇન્વેસ્ટ થયેલા હોવાની માહિતી મળી રહી છે. રાજકીય સ્તર પર જિલ્લાના મોટા નેતાઓના રૂપિયા રોકાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: BZ કૌભાંડ મામલે સૌથી મોટો ચોંકાવનારો ઘટસ્ફોટ, હજુ પણ કેટલાય એજન્ટો વોટ્સએપ પર સક્રિય

આ પણ વાંચો: 6,000 કરોડના BZ ગ્રુપ સ્કેમમાં સુપ્રીમ કોર્ટના સીટિંગ જજ તપાસ કરેઃ શક્તિસિંહ ગોહિલ

આ પણ વાંચો: BZ બાદ વધુ એક કંપનીનું ઉઠમણું, પાલનપુરની પ્રસિદ્ધિ મલ્ટી ગ્રુપને લાગ્યા તાળા