Gujarat News/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 60 વર્ષથી વધુ વયના નેતાઓને ટિકિટ નહી અપાય

Local Body Electionsની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોએ પક્ષના આ નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે

Gujarat
Local Body Elections

Gujarat News : રાજ્યમાં હવે તમામ રાજકીય પક્ષોની નજર આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી(Local Body Elections)ઓ પર કેન્દ્રિત થઈ ગઈ છે. Bharatiya Janata Party, Indian National Congress અને Aam Aadmi Party પોતાના સંગઠનને મજબૂત બનાવવા માટે સક્રિય બન્યા છે.

તે દરમિયાન ભાજપમાં ટિકિટ મેળવવા ઇચ્છુક દાવેદારોની દોડધામ અત્યારથી જ શરૂ થઈ ગઈ છે. અનેક નેતાઓએ પક્ષના કમલમ કાર્યાલયના ચક્કર લગાવવાનું શરૂ કરી દીધું છે. ટિકિટ માટે લોબીંગ અને આંતરિક ગતિવિધિઓ તેજ બની છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી(Local Body Elections)માં પક્ષ જૂની ફોર્મ્યુલા જ અમલમાં મૂકાશે

ભાજપના આંતરિક સૂત્રો અનુસાર, આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી(Local Body Elections)માં પક્ષ જૂની ફોર્મ્યુલા જ અમલમાં મૂકાશે. આ ફોર્મ્યુલા મુજબ 60 વર્ષથી વધુ વયના સિનિયર નેતાઓને ટિકિટ આપવામાં આવશે નહીં. ઉપરાંત, ‘રિપીટ થિયરી’ પણ અપનાવવામાં આવશે નહીં. એટલે કે, બે કરતાં વધુ વખત કોર્પોરેટર અથવા તાલુકા-જિલ્લા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા નેતાઓને ફરી તક આપવામાં નહીં આવે.

પક્ષ નવા ચહેરાઓને પ્રાધાન્ય આપશે અને યુવા નેતૃત્વને આગળ લાવવા પ્રયત્ન કરશે. સાથે જ, ગુનાહિત પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિઓને પણ ટિકિટ આપવામાં નહીં આવે.

આ રીતે ભાજપ નક્કી કરેલા માપદંડો અને નિયમોના આધારે ઉમેદવારોની પસંદગી કરશે. જેથી સ્થાનિક સ્વરાજ્ય(Local Body Elections)ની ચૂંટણી લડવા ઇચ્છુક દાવેદારોએ પક્ષના આ નિયમોનું પાલન કરવું ફરજિયાત બનશે.


આ પણ વાંચો :સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કમળ ખીલ્યું અને હવે કોરોનાનો વારો

આ પણ વાંચો :સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના માહોલ વચ્ચે અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે

આ પણ વાંચો :સુરેન્દ્રનગર કોંગ્રેસના કાર્યક્રમમાં સો.ડિસ્ટ.ના ધજાગરા, સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી સંદર્ભે બેઠક, રાતકડી હનુમાન ખાતે યોજાયો કોંગ્રેસનો કાર્યક્રમ, માસ્ક તેમજ સામાજિક અંતરના