Vadodara News : વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા વોર્ડ નં. 6ની કોંગ્રેસની મહિલા ઉમેદવાર પાર્વતીબેન સોલંકીના પતિ પ્રભુભાઈ સોલંકીને હરિયાણા (ગુડગાંવ) પોલીસે (Haryana Police)અચાનક અટકાયત(Detained) કરી લઈ જતાં રાજકીય માહોલ ગરમાયો છે.
ફોર્મ ભરતી વખતે જ પોલીસે અટકાયત(Detained) કરી
મળતી માહિતી મુજબ, પ્રભુભાઈ સોલંકી પોતાની પત્ની સાથે ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા ત્યારે જ ગુડગાંવ પોલીસની ટીમે તેમને અટકાવ્યા અને બાદમાં ગાડીમાં બેસાડીને લઈ ગઈ હતી. આ અચાનક થયેલી કાર્યવાહીથી કોંગ્રેસ કાર્યકરો અને પરિવારજનોમાં હડકંપ મચી ગયો હતો.
ક્રાઈમ બ્રાન્ચ બહાર વિરોધ અને હોબાળો
અટકાયત બાદ પાર્વતીબેન સોલંકી વડોદરા ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમણે આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો કે તેમના પતિ નિર્દોષ છે અને તેમને બળજબરીપૂર્વક લઈ જવામાં આવ્યા છે. આ દરમિયાન ભાવુક થયેલા પાર્વતીબેને ચીમકી આપી હતી કે જો તેમના પતિને મુક્ત ન કરવામાં આવે તો તેઓ આત્મહત્યાનો પગલું ભરશે અને પોલીસ સામે ગંભીર આક્ષેપ કરશે.
નકલી સોનાની સ્મગલિંગ કેસ સાથે કનેક્શન
પ્રાથમિક જાણકારી મુજબ, હરિયાણાની ગુડગાંવ પોલીસે નકલી સોનાની સ્મગલિંગના એક ગંભીર કેસના સંદર્ભમાં પ્રભુભાઈ સોલંકીની અટકાયત(Detained) કરી છે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. ચૂંટણીના દિવસે જ થયેલી આ કાર્યવાહીથી સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નર્મદા જિલ્લા અને તાલુકા પંચાયતના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે પાટણ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નપાના ઉમેદવાર જાહેર
