Surendranagar Land Scam : સુરેન્દ્રનગરમાં સામે આવેલા કરોડોના જમીન કૌભાંડ (Land Scam)માં તપાસનો દાયરો હવે વધુ વિસ્તરતો જઈ રહ્યો છે. આશરે 500 કરોડ રૂપિયાનાં જમીન સ્કેમ સાથે જોડાયેલા મામલે સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસ હેઠળ આવ્યા છે.
રહેણાંક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા
સુરેન્દ્રનગર: 1500 કરોડના NA (બિનખેતી) જમીન કૌભાંડ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ 23 ડિસેમ્બર, 2025ના રોજ સુરેન્દ્રનગરના કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાનો પર દરોડા પાડ્યા હતા.
તપાસ દરમિયાન, સુરેન્દ્રનગર કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ, અને કલેક્ટરના અંગત સહાયક જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી કાયદા હેઠળ ગુનો નોંધાયો. કલેક્ટર રાજેન્દ્ર પટેલનું ટ્રાન્સફર પણ કરવામાં આવ્યું હતું.
જમીન કૌભાંડમાં (Land Scam)માં ધરપકડ
હાલમાં EDની ત્રણ ટીમો ગાંધીનગર સ્થિત રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને પહોંચી છે અને ત્યાં લાંબી પૂછપરછ પછી પહેલી માહિતી અનુસાર તેની ધરપકડ કરવામાં આવી છે. તપાસ હજુ પણ ચાલી રહી છે, અને કૌભાંડમાં અન્ય સંબંધિત અધિકારીઓની નામ પણ સામે આવી શકે છે.
આ કેસ ગુજરાતના જમીન સંબંધિત કૌભાંડની તપાસમાં એક મહત્વપૂર્ણ પગલું ગણાય છે, અને આગામી દિવસોમાં ED દ્વારા વધુ કાર્યવાહી થવાની સંભાવના છે.
