Ahmedabad/ બંદોબસ્તમાં ગેરહાજર પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફ કરવા કાર્યવાહી

બંદોબસ્તમાં ગેરહાજર પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફ કરવા કાર્યવાહી

Ahmedabad Gujarat
  • રાષ્ટ્રપતિ રામનાથ કૉવિંદ ના બંદોબસ્ત બાબતે કાર્યવાહી
  • ગેરહાજર 11 પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફ કરવા કાર્યવાહી
  • 4 LRD, 2 PC, 1 HC, 2 WLR અને 2 WPC ને ફરજ મોકુફી કરવા આદેશ
  • અમદાવાદ જોઇન્ટ કમિશનર ગૌતમ પરમાર દ્વારા કાર્યવાહી ના આદેશ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ

રાષ્ટ્રપતિ રામનાથ કૉવિંદ ના બંદોબસ્ત દરમ્યાન શિસ્ત ભંગ કરવા બદલ અમદાવાદ પોલીસ અધિકારીની મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન માટે 24 ફેબ્રુઆરીના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ અમદાવાદ આવ્યા હતા. જે દરમિયાનમાં પોલીસને ફાળવવામાં આવેલા બંદોબસ્ત દરમિયાન ગેરહાજર પોલીસ કર્મચારી વિરુદ્ધ અમદાવાદ શહેર જોઇન્ટ કમિશનર ગૌતમ પરમારે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે.

Election Result / ભાજપ ગ્રામ્યમાં ગાજ્યું, નાના શહેરોમાં પણ કોંગ્રેસ દાઝ્યું, અપાયા અનેક રાજીનામા

રાષ્ટ્રપતિના બંદોબસ્ત દરમિયાન ગેરહાજર 11 પોલીસ કર્મચારીઓને ફરજ મોકૂફ કરવા જોઇન્ટ કમિશનર ગૌત્તમ પરમારને આદેશ કર્યો છે.  જેમાં 4 LRD, 2 PC, 1 HC, 2 WLR અને 2 WPC નો સમાવેશ કરવા માં આવ્યો છે.  નવા આદેશ ન થાય ત્યાં સુધી તમામ ૧૧ પોલીસ કર્મચારીઓ કે જેઓ રાષ્ટ્રપતિ નામ બંદોબસ્ત દરમિયાન ગેરહાજર રહ્યા હતા, તેમની ફરજ મોકુફી યથાવત રહેવા આદેશ કર્યા છે.

Election Result / મને તો હવે કોંગેસની ચિંતા થાય છે : ડે. સીએમ નીતિનભાઈ પટેલ