Rajkot News/ રાજકોટમાં ગોઝારી ઘટના! એકને બચાવવા જતાં 3 બાળકો સહિત 4 લોકો પાણીમાં ડૂબતા મોત

Rajkot Drowning Incident: રાજકોટના બેડી ગામ નજીક વીડિવાળા પીરની દરગાહ પાસે આવેલા ઘુના તળાવમાં ડૂબવાથી 3 બાળકો અને એક 18 વર્ષીય યુવક સહિત 4 લોકોના મોત નીપજ્યા. એક બાળકને બચાવવાના પ્રયાસ દરમિયાન દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે.

Gujarat Top Stories Rajkot
Rajkot Drowning Incident: 10 વર્ષીય બાળક સહિત 4 લોકોના મોત

Rajkot News: રાજકોટ શહેર નજીક આવેલા બેડી ગામથી (Bedi Village) હડમતીયા તરફ જવાના માર્ગ પર વીડિવાળા પીરની દરગાહ નજીક આવેલા ઘુના તળાવમાં કરુણ દુર્ઘટના (Rajkot Drowning Incident) સર્જાઈ છે. તળાવમાં ન્હાવા પડેલા ત્રણ બાળકો અને એક યુવક સહિત કુલ ચાર લોકો પાણીમાં ડૂબી જતાં તેમના મોત નીપજ્યા છે. એકસાથે ચાર લોકોના મોતથી સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટીનો માહોલ સર્જાયો છે.

નાના બાળકને બચાવવા જતાં ચારેય પાણીમાં ગરકાવ

મળતી માહિતી મુજબ મૃતકોમાં 10 વર્ષીય સોહન શોરા, 5 વર્ષીય સેફુ શોરા, 10 વર્ષીય અલીફા શોરા અને 18 વર્ષીય સાહિલ શોરાનો સમાવેશ થાય છે. સોહન અને સેફુ સગા ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. ઘટના ત્યારે બની જ્યારે નાનો સેફુ પાણીમાં મુશ્કેલીમાં મુકાયો હતો. તેને બચાવવાના પ્રયાસમાં અન્ય લોકો પણ પાણીમાં ઉતર્યા હતા, પરંતુ પાણી ઊંડું હોવાના કારણે ચારેયને બચાવી શકાયા નહોતા.

Rajkot Drowning Incident: જન્મદિવસે જ પરિવાર પર તૂટી પડ્યો દુઃખનો પહાડ

Rajkot Drowning Incident: 10 વર્ષીય બાળક સહિત 4 લોકોના મોત
Rajkot Drowning Incident: 10 વર્ષીય બાળક સહિત 4 લોકોના મોત

આ ઘટનામાં વધુ કરુણ બાબત એ છે કે 10 વર્ષીય સોહન શોરાનો તે જ દિવસે જન્મદિવસ હતો. પરિવાર માટે ખુશીનો દિવસ ગણાતો જન્મદિવસ અચાનક શોકમાં (Children Drowning) ફેરવાઈ ગયો. એક જ પરિવાર અને આસપાસના લોકો પર એકસાથે ચાર સ્વજનોને ગુમાવવાનો આઘાત તૂટી પડતાં સમગ્ર વાતાવરણ ગમગીન બની ગયું છે.

સ્થાનિકોએ બહાર કાઢ્યા મૃતદેહ

ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકોની મદદથી તળાવમાંથી ચારેયના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. બનાવ બાદ સમગ્ર વિસ્તારમાં લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી અને પરિવારજનોમાં ભારે શોક વ્યાપી ગયો હતો.

કુવાડવા રોડ પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં કુવાડવા રોડ પોલીસ (Kuwadva Road Police) સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. આકસ્મિક મૃત્યુ અંગે નોંધ કરીને દુર્ઘટનાના તમામ પાસાઓની તપાસ શરૂ કરવામાં આવી છે.


આ પણ વાંચો: આણંદમાં રજાઓની ખુશી માતમમાં ફેરવાઈ! રિસોર્ટના પૂલમાં ડૂબી બે બાળકોના મોત

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના નગરા ગામે કરુણ દુર્ઘટના: વોંકળામાં નહાવા પડેલા રાજસ્થાનના 4 શ્રમિક યુવકોના ડૂબી જવાથી મોત

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં કરુણ દુર્ઘટના, નદીમાં ડૂબી જતા ચાર યુવકોના મોત; એકને બચાવવા જતા ચારેયે ગુમાવ્યો જીવ