Anand News/ આણંદમાં રજાઓની ખુશી માતમમાં ફેરવાઈ! રિસોર્ટના પૂલમાં ડૂબી બે બાળકોના મોત

Swimming Pool Children Death: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા નજીક આવેલા રિસોર્ટમાં વડોદરાથી રજાઓ માણવા આવેલા પરિવારના બે બાળકો સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં કરુણ મોત નીપજ્યા. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

Gujarat Top Stories Others
Swimming Pool Children Death: ઉમેટા નજીક રિસોર્ટમાં બે બાળકો ગુમાવ્યા જીવ

Anand News: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા નજીક આવેલા એક રિસોર્ટમાં રજાઓ માણવા આવેલા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. વડોદરાથી શનિ-રવિની રજા માણવા આવેલા પરિવારના બે બાળકો સ્વિમિંગ પૂલમાં ડૂબી જતાં બંનેના કરુણ મોત (Swimming Pool Children Death ) નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

વડોદરાથી પરિવાર રજાઓ માણવા આવ્યો હતો

મળતી માહિતી મુજબ, વડોદરાના તાંદલજા વિસ્તારમાં રહેતો એક પરિવાર શનિ-રવિની રજાઓ માણવા માટે ઉમેટા નજીક આવેલા કામધેનુ રિસોર્ટ ખાતે (Umetha Resort Accident) આવ્યો હતો. પરિવાર રિસોર્ટમાં રોકાયો હતો. દરમિયાન બંને બાળકો સ્વિમિંગ પૂલમાં નાહવા માટે ગયા હતા.

Swimming Pool Children Death: ઉમેટા નજીક રિસોર્ટમાં બે બાળકો ગુમાવ્યા જીવ
Swimming Pool Children Death: ઉમેટા નજીક રિસોર્ટમાં બે બાળકો ગુમાવ્યા જીવ

Swimming Pool Children Death : ઊંડા પાણીમાં જતા બાળકો ડૂબ્યા

Swimming Pool Children Death: ઉમેટા નજીક રિસોર્ટમાં બે બાળકો ગુમાવ્યા જીવ
Swimming Pool Children Death: સ્વિમિંગ પૂલમાં નાહતી વખતે બંને બાળકો અચાનક ઊંડા પાણી ડૂબતા મોત

પ્રાથમિક માહિતી મુજબ, સ્વિમિંગ પૂલમાં નાહતી વખતે બંને બાળકો અચાનક ઊંડા પાણી તરફ જતા ડૂબવા (Anand Children Death) લાગ્યા હતા. બાળકોને મુશ્કેલીમાં જોઈ પરિવારજનો અને માતા-પિતા તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને બંનેને પૂલમાંથી બહાર કાઢ્યા હતા.

હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યા

ઘટનાની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. બંને બાળકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તબીબોએ ચકાસણી બાદ બંને બાળકોને મૃત જાહેર કર્યા હતા. એક સાથે બે બાળકોના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

આ ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. સ્વિમિંગ પૂલમાં જરૂરી સુરક્ષા વ્યવસ્થા હતી કે નહીં, ઘટનાના સમયે દેખરેખ માટે કોઈ સ્ટાફ હાજર હતો કે નહીં અને અન્ય પરિસ્થિતિઓ શું હતી તે સહિતના મુદ્દાઓની તપાસ કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલકને બ્લેકમેલ કરવાનો આરોપ, રૂ.5 કરોડની માંગણીથી ચકચાર

આ પણ વાંચો: સ્પોટ મેમો બંધ થતાં ટ્રાફિક વ્યવસ્થા પણ ઠપ? અમદાવાદમાં ટ્રાફિક પોલીસની કામગીરી સામે સવાલ

આ પણ વાંચો: ઠાસરાના ચિતલાવમાં મહી કેનાલ પરનો ઓવરબ્રિજ ધરાશાયી, તંત્રની બેદરકારી સામે ગ્રામજનોનો આક્ષેપ