Not Set/ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ન હારવાનો રેકોર્ડ તૂટીયો,ભારતનો 10 વિકેટથી પરાજય

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં 17.5 ઓવરમાં 152 રન બનાવીને મેચ જીતી લીધી હતી

Top Stories Sports

ટી 20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં ભારતને પાકિસ્તાન સામે દસ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે સાત વિકેટે 151 રન બનાવ્યા હતા. જવાબમાં 17.5 ઓવરમાં 152 રન બનાવીને મેચ જીતી લીધી હતી. પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમે અનુક્રમે 79 અને 68 રન બનાવ્યા હતા.

UAE અને ઓમાનમાં રમાઈ રહેલા T20 વર્લ્ડ કપમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીએ ઈતિહાસ બદલી નાખ્યો છે. બંને ખેલાડીઓએ પોતાના દમ પર ભારત સામે વર્લ્ડકપ મેચમાં ટીમને 10 વિકેટે અવિસ્મરણીય વિજય અપાવ્યો છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતે સ્કોરબોર્ડ પર 151 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ટીમ માટે કેપ્ટન બાબર આઝમે 68 જ્યારે મોહમ્મદ રિઝવાને 79 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજ બોલરો એક પણ વિકેટ મેળવી શક્યા નથી.

T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ
2007- ભારતે પાકિસ્તાનને હરાવ્યું (બોલ આઉટ)
2007- ભારતે પાકિસ્તાનને 5 રનથી હરાવ્યું (ફાઇનલ)

2012 – ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું (કોલંબો)
2014- ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું (ઢાકા)
2016- ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું..

2021- પાકિસ્તાને ભારતને 10 વિકેટે હરાવ્યું (દુબઈ)

ભારત સામે પાકિસ્તાનનો આ પહેલો જ વિજ્ય છે, માત્ર ટી 20 વર્લ્ડ કપમાં જ નહીં, પણ 50 ઓવરના વર્લ્ડ કપમાં પણ ..