દેશ અને દુનિયામાં કોરોના હજી શાંત થયો નથી ત્યાં એક નવા વાયરસે કેનેડાના દરવાજા ખખડાવ્યા છે. કેનેડાના હરણ એક ચેપી વાયારસ (ઝોમ્બી ડિસીઝ)નો ભોગ બન્યા છે. આ રોગના લક્ષણો જોઈને વેટરનરી ડોક્ટરો હરણ ને લાગેલા વાયરસને ‘ઝોમ્બી ડિસીઝ’ હોવાનું જણાવી રહ્યા છે. ડૉક્ટરોનું કહેવું છે કે, તે હરણ માં જોવા મળતો ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ (CWD) છે. જે ખૂબ જ ચેપી રોગ છે અને તેનો ઈલાજ શક્ય નથી.
આ રોગ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા બે કેનેડિયન રાજ્યો – આલ્બર્ટા અને સાસ્કાચેવનમાં ફેલાયો છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ (CWD)નો પ્રથમ કેસ 1960માં યુએસમાં જોવા મળ્યો હતો. જો કે, કેનેડામાં CWD નો પહેલો કેસ 1996માં સાસ્કાચેવાનમાં રેન્ડીયર ફાર્મમાં જોવા મળ્યો હતો અને ટૂંક સમયમાં જંગલી હરણમાં ફેલાઈ ગયો હતો. બાદમાં, જ્યારે તમામ ચેપગ્રસ્ત પ્રાણીઓને મારી નાખવામાં આવ્યા હતા, ત્યારે આ ચેપી રોગને ફેલાતા રોકી શકાય હતો. ભૂતકાળમાં આલ્બર્ટા અને સાસ્કાચેવનમાં જોવા મળેલો આ ભયંકર ચેપી રોગ હાલમાં પ્રેરી અને પાર્કલેન્ડના હરણ ફેલાઈ રહ્યો છે. માર્ગો પાયબસ, આલ્બર્ટા સરકારના વન્યજીવ રોગના નિષ્ણાતે જણાવ્યું હતું કે કેનેડાના બંને રાજ્યોમાં આ રોગને ચેપી અને ખતરનાક રોગચાળો જાહેર કરવામાં આવ્યો છે.યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ (CDC) અનુસાર, CWD એ એક જીવલેણ રોગ છે. જે હરણ, રેન્ડીયર, સિકા હરણ, મૂઝ ડીયર અને હરણની અન્ય પ્રજાતિઓમાં ફેલાય છે. તે પ્રાણીઓ માટે જીવલેણ છે અને તેનો કોઈ ઈલાજ કે રસી નથી.
ક્રોનિક વેસ્ટિંગ ડિસીઝ (CWD) વાયરસના લક્ષણ
આ રોગના લક્ષણોમાં પ્રાણીઓની વધુ પડતી લાળ, તેમની હિલચાલમાં સંકલનનો અભાવ, અસામાન્ય વર્તન, વધુ પડતો પેશાબ અને વજન ઘટી જાય એવું બને છે. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોના મતે આ વાયરસ મગજ, કરોડરજ્જુ અને હરણના ઘણા કોષો પર હુમલો કરે છે. મગજ પર હુમલાથી હરણનું મગજ સંતુલન બગડે છે અને તેઓ ખૂબ ગુસ્સે થઈ જાય છે. વાયરસથી સંક્રમિત થયા પછી, તેઓ અચાનક વજન ઘટે છે અને અંતે મૃત્યુ પામે છે.
નોંધનીય છે કે, આ ખતરનાક વાયરસ અંગે આરોગ્ય નિષ્ણાતોએ એવી ચેતવણી પણ આપી છે કે આ “ઝોમ્બી રોગ” ચેપગ્રસ્ત હરણનું માંસ ખાવાથી મનુષ્યમાં પણ ફેલાય છે. જો કે, અત્યાર સુધી મનુષ્યોમાં આ ચેપનો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ નિષ્ણાંતોનું કહેવું છે કે કોરોના વાયરસ ચામાચીડિયા મારફત માણસોમાં આવ્યો હોવાથી સરકારે તેને રોકવા માટે તમામ પગલાં લેવા જોઈએ.
આ પણ વાંચો :રખડતાં ઢોરના પ્રશ્નએ સરકારને શીંગડે ચડાવતા મોડી સાંજે કાયદો સ્થગિત
આ પણ વાંચો : લુણામાં આચાર્યએ વિદ્યાર્થીને માર્યો માર, પોલીસે CCTV કબ્જે કરી હાથધરી તપાસ
આ પણ વાંચો :જનતા પર વધુ એક મોંઘવારીનો માર,હવે સુમુલ ડેરીએ પણ છાશના ભાવમાં કર્યો વધારો
આ પણ વાંચો : નારાયણ સાંઇ સામે વધુ એક ફરિયાદ,જામીન મેળવવા માતાની બિમારીનું ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું
