Ahmedabad News/ અમદાવાદમાં શરદી, ઉધરસ તાવ સહિત વાઇરલ ઇન્ફેકશનના 6,663 દર્દી

અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના 117 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 10 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, મેલેરિયાના 195 શંકાસ્પદ કેસમાંથી 12ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

Gujarat Top Stories Ahmedabad Breaking News

Ahmedabad News: અમદાવાદમાં છેલ્લા એક સપ્તાહમાં સોલા સિવિલમાં ડેન્ગ્યુના 117 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 10 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, મેલેરિયાના 195 શંકાસ્પદ કેસમાંથી 12ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે શરદી, ઉધરસ અને તાવ સહિત વાયરલ ઇન્ફેક્શનના 6,663 દર્દીઓ નોંધાયા છે.

સોલા સિવિલમાં એક મહિનાના ગાળામાં વાયરલ ઈન્ફેક્શનના 13 હજારથી વધુ દર્દીઓની સારવાર કરવામાં આવી છે. એક મહિનામાં વાયરલ હેપેટાઇટિસના 38 કેસ નોંધાયા છે, જેમાં ગયા સપ્તાહે 5 નવા કેસ નોંધાયા છે.

એક મહિનામાં ટાઈફોઈડના 17 દર્દીઓની સારવાર કરવામાં આવે છે, જ્યારે એક મહિનામાં H1N1 એટલે કે સ્વાઈન ફ્લૂના 133 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી 3 દર્દીઓ પોઝિટીવ મળી આવ્યા છે. છેલ્લા એક મહિનામાં ચિકનગુનિયાના 164 શંકાસ્પદ દર્દીઓ સારવાર માટે આવ્યા છે, જેમાંથી 26 દર્દીઓના રિપોર્ટ કન્ફર્મ થયા છે.

અમદાવાદમાં તહેવારો પૂરા થવાની સાથે જ દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. તેના પગલે બેવડી સીઝનના લીધે રીતસરનો લોકોને બેવડો માર પડી રહ્યો છે. બેવડી સીઝનની સાથે ખાનપાનની નિષ્કાળજીએ પણ વાઇરલ ફીવરના કેસોમાં વધારો કર્યો છે.

ડોક્ટરોનું કહેવું છે કે બેવડી સીઝનના લીધે શરીરમાં કફ અને પિત્તનું પ્રમાણ વધી જાય છે. તેની સાથે ખાનપાનના મોરચે નિષ્કાળજી તથા મિઠાઈઓ અને હોટેલોના ખાવાના મારાએ લોકોના શરીરની સ્થિતિ બગાડી છે. આના પગલે અમદાવાદમાં વાઇરલ ઇન્ફેકશનના કેસોનું પ્રમાણ પણ વધ્યુ છે. આ સિવાય હજી પણ અઠવાડિયા કરતાં વધુ સમય સુધી બેવડી સીઝન ચાલુ રહેવાની હોવાથી આ આંકડો સતત વધતો જાય તો પણ આશ્ચર્ય નહીં લાગે.  આ આંકડો સરકારી હોસ્પિટલોનો છે. હવે જો બીજી ખાનગી હોસ્પિટલોને ઉમેરીએ તો આ આંકડો ખાસ્સો વધી જાય તેમ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદ: દર્દીથી ઉભરાઇ હોસ્પિટલો ખાનગી હોસ્પિટલો પણ દર્દીથી ઉભરાઇ ટ્રિપલ સિઝનમાં વાઇરલના કેસોમાં મોટો વધારો વાઇરલ ઇન્ફેકશનના કેસના પ્રમાણમાં વધારો સોલામાં એક

આ પણ વાંચો: અમદાવાદમાં ગરમીમાં વધારો થતાં ઓપીડીમાં દર્દીઓની સંખ્યા વધી

આ પણ વાંચો: સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં જમીન પર સુવડાવીને સારવાર અપાય છે