Gandhinagar News/ ગાંધીનગરમાં મહેશ લાંગા કેસના આરોપી નિષિધ જાનીનું મોત

મહેશ લાંગા સાથે જોડાયેલા માહિતી લીક કેસમાં થઈ હતી, તેમનું મોડી રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે.

Gujarat Gandhinagar

Gandhinagar News: ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB)માં કામ કરતા અધિકારી નિષિધ જાની, જેમની ધરપકડ પત્રકાર મહેશ લાંગા સાથે જોડાયેલા માહિતી લીક કેસમાં થઈ હતી, તેમનું મોડી રાત્રે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટનાએ કેસમાં નવી ચર્ચા જગાડી છે અને તપાસને વધુ તીવ્રતા આપી છે. જાનીને ફેફસાંની જૂની બીમારી હતી, જેના કારણે તેમને જેલમાંથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પત્રકાર મહેશ લાંગા વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદોમાં GMBના ધામા બંદરો અને અન્ય મહત્વપૂર્ણ માહિતીના લીકનો આરોપ છે. આ કેસમાં અમદાવાદ પોલીસે અત્યાર સુધી 17થી વધુ વ્યક્તિઓને ધરપકડ કરી છે, જેમાં જીએસટી ફ્રોડ અને ચીટિંગના આરોપો પણ સામેલ છે. ગાંધીનગર પોલીસની સેક્ટર-7 એસ્ટેશનની ટીમે 10 દિવસ પહેલા જાનીને ધરપકડ કરી હતી, જેમને તુરંત સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યા હતા.

આ કેસમાં મહેશ લાંગા પર લક્ઝરી જીવનશૈલી અને 28 લાખના ચીટિંગના આરોપો પણ લગાવાયા છે, જેમાં એક પાર્ટીનું બિલ 5 લાખ રૂપિયા જેટલું હોવાનું જણાવાયું છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે તાજેતરની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, આ કેસનું ટેક્નિકલ વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને લાંગાની કંપની વિશે કોર્ટમાં પણ જામીન આપવામાં આવ્યું છે.

સેન્ટ્રલ જેલમાં તબિયત બગડતાં જાનીને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગત મોડી રાત્રે સારવાર ચાલુ હતી તે વખતે તેમનું અવસાન થયું. જેલ વિભાગ અને પોલીસે કાયદેસર પ્રક્રિયા અનુસરી છે, જેમાં પોસ્ટમોર્ટમ અને તપાસનો સમાવેશ થાય છે. મોતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલુ છે, જેમાં ફેફસાંની બીમારીની સાથે અન્ય કારણોની શક્યતા પણ તપાસાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મહેશ લાંગા કેસ: EDની GST કૌભાંડનો તપાસનો દોર IAS સુધી પહોંચ્યો

આ પણ વાંચો:EDએ પત્રકાર મહેશ લાંગાની કરી ધરપકડ, કોર્ટે લાંગાના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

આ પણ વાંચો:અમદાવાદમાં જીએસટી કૌભાંડના આરોપી મહેશ લાંગા સામે વધુ એક ફરિયાદ