Not Set/ Video:ઢૂઢરમાં બાળકી પર દુષ્કર્મનો મામલો ,ધનસુરાનું વડાગામ સજ્જડ બંધ

અરવલ્લી, અરવલ્લીના ઢૂઢરમાં બાળકી પર દુષ્કર્મ મામલે ધનસુરાનું વડાગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યુ. ઠાકોર સેના દ્વારા બંધનું એલાન અપાયુ છે. તમામ વેપારીઓ ધંધા-રોજગાર બંધ પાડી આપ્યું સમર્થન અપાયુ છે. બાળકીને ન્યાય અને આરોપીને ફાંસીની સજાની માંગ કરાઇ છે. ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુઢર ગામે શુક્રવારે મોડી સાંજે એક દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર […]

Gujarat Others Videos

અરવલ્લી,

અરવલ્લીના ઢૂઢરમાં બાળકી પર દુષ્કર્મ મામલે ધનસુરાનું વડાગામમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યુ. ઠાકોર સેના દ્વારા બંધનું એલાન અપાયુ છે. તમામ વેપારીઓ ધંધા-રોજગાર બંધ પાડી આપ્યું સમર્થન અપાયુ છે. બાળકીને ન્યાય અને આરોપીને ફાંસીની સજાની માંગ કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના ઢુઢર ગામે શુક્રવારે મોડી સાંજે એક દોઢ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારવાની ઘટના સામે આવી હતી. જેમાં, ગામની બાજુમાં આવેલી ફેક્ટરીના મજૂરે 14 માસની બાળકી સાથે આ જધન્ય કૃત્ય આચર્યું છે. આ વાત જેમ જેમ ગામમાં પ્રસરી તેમ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા, અને લોકોએ તે ફેક્ટરી પર જઈ તોડફોડ મચાવી હતી. એટલું જ નહી ટોળાએ ફેક્ટરીની આસપાસ રહેલા વાંહનોમાં આગ ચાંપી સળગાવી દીધા હતા, ત્યારબાદ રૂપાલ-ઢુઢર રોડ ચક્કાજામ કરી દીધો હતો.