Gujarat Weather News: ખેલૈયાઓ માટે હવામાન નિષ્ણાત (Weather Expert) અંબાલાલ પટેલે વરસાદની (Rain Forecast) નવી આગાહી કરી છે. હસ્ત નક્ષત્રમાં 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન રંગમાં ભંગ પાડવા વરસાદ જરૂર આવશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. 8 થી 10 ઓક્ટોબર સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ ખેલ બગાડવા આવશે.

એટલું જ નહીં, 10 થી 14 ઓક્ટોબર અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ (Cyclonic circulation system) એક્ટિવ થતાં વાવાઝોડું ચક્રવાતમાં રૂપાંતરિત થઈ ગુજરાતના દરિયાકાંઠે અથડાશે. આગાહી મુજબ 28 ઓક્ટોબર સુધી ચક્રવાત આવશે. ત્યારે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે.
![]()
IMD પ્રમાણે 30 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી દેશમાં કેટલાક રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરામાં 2 થી 4 ઓકટોબર વચ્ચે ભારે વરસાદનું એલર્ટ છે. આસામ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં આગામી દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ દિવસો દરમિયાન વાતાવરણ વાદળછાયું રહેવાથી રાજ્યોમાં નવરાત્રીથી લઈને દશેરા બગડવાની સંભાવના છે.

આ પણ વાંચો:નવરાત્રિમાં વરસાદ વિલન બને તેવી શક્યતા, ઓક્ટોબરમાં કેવો રહેશે વરસાદ જાણો
આ પણ વાંચો:અમદાવાદમાં જામ્યો વરસાદી માહૌલ, પશ્ચિમ ઝોનમાં સવારના કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનું જોર રહેશે, ક્યાં અપાયું છે એલર્ટ
