- સાવરકુંડલાના હાડીડા ગામે લૂંટ વિથ મર્ડર
- વૃદ્ધાનાં ગળે દોરી બાંધી કરપીણ હત્યા
- અજાણ્યા વ્યક્તિ દ્વારા કરાઈ હત્યા
- દાગીના અને રોકડની કરી લૂંટ
- હત્યારો, લૂંટ-હત્યા કરીને ફરાર
ગુજરાતમાં કાયદો અને વ્યાસ્થાની સ્થિતિ એટલા હદે કથળી ગઇ છે કે, મેગા અને મેટ્રો શહેરોમાં થતી વારદાત હવે ગામડા ગામ સુધી પહોંચી ગઇ છે. ગુજરાતનું ગ્રામ્ય જીવન અત્યંત સેઇફ માનવામાં આવે છે. ગામડામાં લોકો એક બીજાની હુફે રહે છે અને ગુનાહીત પ્રવતીઓને અવકાશ નહીવત સમો જોવામાં આવે છે. પરંતુ હાલનાં સમયે આ તમામ સંજ્ઞાઓ ખોટી પાડી બતાવી છે અને ગામડા ગામમાં લૂંટ અને હત્યાનો ગુને સામે આવતા કાયદાની સ્થિતિનો અંદાજ લગાવી શકાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે.
વાત જાણે એમ છે કે, અમરાલી જીલ્લાનાં સાવરકુંડલા તાલુકાનાંં નાનકડા એવા હાડીડા ગામે લૂંટ વિથ મર્ડરની ઘટના સામે આવી છે. કોઇ અજાણ્યા શખ્સો દ્વારા લૂંટના ઇરાદે એક વૃદ્ઘાના ઘરમાં ઘૂસી તેમની હત્યા કરવામાં આવી છે, હત્યારા દ્વારા વૃદ્ધાનાં ગળે દોરી બંધાને ફાંસો આપી કરપીણ હત્યા કરવાનું પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.
હત્યારા દ્વારા હત્યા કરીને ઘરમાંથી સોનાનાં દાગીનાં અને રોકડની લૂંટ ચલાવવામાં આવી હોવાની પ્રાથમિક માહિતીનાં આધારે પોલીસ દ્વારા હત્યા લૂંટનાં ઇરાદે કરવામાં આવી હોવાની વાતને ધ્યાને રાખી તપાસ શરુ કરી દેવામાં આવી છે.
લૂંટારૂઓ લૂંટ ચલાવી વૃદ્ઘાની હત્યા કરીને આબાદ ફરાર થઇ ગયા હતા. ત્યારે પોલીસ દ્વારા લૂંટારૂ કેટલા હતા, કેટલા સામનની લૂંટ ચલાવી છે અને હત્યા કરવા સુધી લૂંટની વારદાત કેમ પહોંચી વગેરે પ્રશ્નો સાથે તપાસનો ધમધમાટ શરુ કરી દોવામાં આવ્યો છે. નાનકડા ગામમાં લૂંટ વિથ મર્ડરથી સમગ્ર પંથકમાં ભય સાથે અરેરાટી વ્યાપી ગઇ હોવાનું સામે આવી રહ્યું છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
