ગુજરાત/ ગુજરાત કેડરના ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે IAS અધિકારીઓએ સાથે મુલાકાત કરી.

Top Stories Gandhinagar Gujarat

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે IAS અધિકારીઓએ સાથે મુલાકાત કરી. CM ભૂપેન્દ્ર પટેલ સાથેની સૌજન્ય મુલાકાત ગુજરાત કેડરમાં ફાળવાયેલા ૨૦૨૩ની બેચના ૮ પ્રોબેશનરી IAS અધિકારીઓએ ગાંધીનગરમાં લીધી હતી. આ ૮ અધિકારીઓમાં ૭ મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમણે સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન-સ્પીપા માંથી ઇન્સ્ટિટ્યૂશનલ ટ્રેનિંગ પૂર્ણ કરી છે. આ પ્રોબેશનરી અધિકારીઓની રાજ્યના બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, પંચમહાલ અને વલસાડ તથા નર્મદા તેમજ નવસારી જિલ્લાઓમાં ફિલ્ડ તાલીમ માટે સુપર ન્યુમરી આસિસ્‍ટન્‍ટ કલેક્ટર તરીકે ફાળવણી કરવામાં આવેલી છે.

CM ભૂપેન્દ્ર પટેલે આ પ્રોબેશનરી અધિકારીઓને ગુજરાતમાં ઉચ્ચ પદ પર સેવારત થવાની મળેલી તક દ્વારા સદકર્મ અને સેવાકાર્યની સુવાસથી લોકોના હૃદયમાં સ્થાન મેળવવા અનુરોધ કર્યો હતો. CM સાથે મુલાકાત દરમ્યાન આ પ્રોબેશનરી IAS અધિકારીઓએ પોતાના પરિચય અને શૈક્ષણિક કારકિર્દીની વિગતો તથા તાલીમ દરમિયાનના અનુભવોથી માહિતગાર કર્યા હતા. આ સૌજન્ય મુલાકાત વેળાએ સ્પીપાના ડાયરેક્ટર જનરલ મોહમ્મદ શાહિદ, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, સ્પીપાના નાયબ મહાનિયામક શ્રી વિજય ખરાડી અને વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુપ્રીમ કોર્ટમાં 3 નવા ક્રિમિનલ કાયદાઓ પર આજે સુનાવણી, અરજદારની અપીલ ‘સંસદમાં ચર્ચા વગર કરાયું બિલ પાસ’

આ પણ વાંચો: હેમંત સોરેનની વચગાળાના જામીન અરજી માટે સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી, ચૂંટણી પ્રચાર માટે માંગ્યા હતા જામીન

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024 Live: 9 વાગ્યા સુધીમાં 10.28 % મતદાન