Not Set/ ડો. એચ એલ ત્રિવેદીનું સન્માન કરવા સીએમ રૂપાણી સ્ટેજ પરથી નીચે ઉતર્યા..

અમદાવાદ, મંતવ્ય ફાઉન્ડેશન અને મંતવ્ય ન્યુઝ ચેનલના ઉપક્રમે ગુજરાતનું ગૌરવ 2018 એવોર્ડનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. આ સન્માન ગુજરાતના 17 જેટલાં એવા મહાનુભવોનું કરવામાં આવ્યું હતું જેમણે પોત પોતાના ક્ષેત્રમાં સિધ્ધીઓની ઉંચાઇ પ્રાપ્ત કરી હોય. ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના સ્થાપક અને જેમના માર્ગદર્શન હેઠળ 400થી વધુ કીડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવા […]

Gujarat

અમદાવાદ,

મંતવ્ય ફાઉન્ડેશન અને મંતવ્ય ન્યુઝ ચેનલના ઉપક્રમે ગુજરાતનું ગૌરવ 2018 એવોર્ડનું આયોજન અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. આ સન્માન ગુજરાતના 17 જેટલાં એવા મહાનુભવોનું કરવામાં આવ્યું હતું જેમણે પોત પોતાના ક્ષેત્રમાં સિધ્ધીઓની ઉંચાઇ પ્રાપ્ત કરી હોય.

ઇન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડિસીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરના સ્થાપક અને જેમના માર્ગદર્શન હેઠળ 400થી વધુ કીડનીઓનું ટ્રાન્સપ્લાન્ટ થયું હોય તેવા મહાન ડોક્ટર એચ એલ ત્રિવેદીનું મંતવ્ય ફાઉન્ડેશને સન્માન કર્યું હતું.

કીડનીના રોગ અને સંશોધનમાં વિદેશોમાં પણ ગુજરાત સહિત ભારતનું નામ કરનાર ડોક્ટર એચ એલ ત્રિવેદીને એવોર્ડનું સન્માન આપવા માટે ગુજરાત સીએમ વિજય રૂપાણી સ્ટેજ પરથી નીચે ઉતરીને આ મહાન વિભુતિ પાસે પહોંચ્યાં હતા. ડોક્ટર એચ એલ ત્રિવેદીની ઉંમર અને શારિરીક અસ્વસ્થતા હોવા છતાં પણ વ્હીલચેરમાં બેસીને સમારંભના સ્થળ સુધી આવ્યા હતા. 86 વર્ષના ડોક્ટર એચ એલ ત્રિવેદીને એવોર્ડ આપવા માટે સીએમ વિજય રૂપાણીએ તેમને સ્ટેજ પર બોલાવવાને બદલે તેમની પાસે જઇને તેમને મોમેન્ટો આપ્યો ત્યારે હાજર રહેલાં બીજા મહાનુભવો પણ ગદગદિત થયાં હતા.

સીએમ વિજય રૂપાણીએ ડોક્ટર એચ એલ ત્રિવેદીને ગુજરાતનું ગૌરવ 2018 એવોર્ડ આપ્યો ત્યારે હાજર રહેલાં ઓડિયન્સે તેમનું ઉભા થઇને તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કર્યું હતું.

સીએમ વિજય રૂપાણીએ કહ્યું હતું કે, એચ એલ ત્રિવેદી જેવા મહાનુભવોનું સન્માન એ ગુજરાતનું સન્માન છે. આવી વિભુતિઓનું સન્માન કરતાં હું ધન્યતા અનુભવું છું.