Ahmedabad News/ ગંભીરા બ્રિજ તૂટી પડવાના પ્રાથમિક કારણ આવ્યા સામે, અહેવાલ મુજબ એક નાનો થાંભલો અને જોડાણની નિષ્ફળતા: મંત્રી  ઋષીકેશ પટેલ

પ્રાથમિક કારણો:      

પેડેસ્ટલ (નાના બિંબ)ની  નિષ્ફળતા:
પુલના બાંધકામમાં પેડેસ્ટલ જે સામાન્ય રીતે ઊભી રીતે ટેકો આપે છે  જેમ કે એક નાનો થાંભલો અથવા બ્લોક જે પુલના બિંબ ને પકડી રાખે છે.

Ahmedabad Top Stories Gujarat Breaking News

પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે મુજપૂર – ગંભીરા બ્રિજ તૂટી પડ્યાનો પ્રાથમિક અહેવાલ સમિતિએ આપ્યો: મંત્રી  ઋષીકેશ પટેલ

માર્ગ અને મકાન વિભાગની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ 30 દિવસમાં વિસ્તૃત અહેવાલ સોંપાશે

આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે બ્રિજ તૂટી પડ્યો તે ઘટના સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મુજપુર ખાતે બ્રિજ તૂટી પડવાની ઘટના સંદર્ભે આરોગ્ય મંત્રી  ઋષિકેશ પટેલે આજે સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના આદેશ બાદ માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસ કરવા આવી છે અને આ તપાસ સમિતિના પ્રાથમિક અહેવાલ મુજબ પેડેસ્ટ્રલ અને આર્ટીક્યુલેશન ક્રશ થવાના કારણે આ બ્રિજ તૂટી પડ્યો હોવાનું નોંધાયું છે.

પ્રાથમિક કારણો:

પેડેસ્ટલ (નાના બિંબ)ની  નિષ્ફળતા:
પુલના બાંધકામમાં પેડેસ્ટલ જે સામાન્ય રીતે ઊભી રીતે ટેકો આપે છે  જેમ કે એક નાનો થાંભલો અથવા બ્લોક જે પુલના બિંબ ને પકડી રાખે છે.

જો કોઈ પેડેસ્ટલમાં તિરાડો પડે તો તે ઓવરલોડ થઈ જાય અને  વજનને યોગ્ય રીતે પકડી શકતું નથી.

આર્ટીક્યુલેશન (જોડાણની)નિષ્ફળતા:

પુલમાં સાંધા એટલે જોડાણો જે પુલના ભાગોને ભાર અથવા તાપમાનમાં ફેરફાર હેઠળ વિસ્તરણ, સંકોચનથી સહેજ ખસેડવા દે છે.

જો આ જોડાણોમાં કાટ લાગી જાય, જાળવણીના અભાવે, અથવા ડિઝાઇન ખામીઓને કારણે, તો તેઓ તણાવને યોગ્ય રીતે હેન્ડલ કરી શકતા નથી.

આ અસ્થિરતામાં ઝૂલવું અથવા અચાનક તૂટી પડવાનું કારણ બની શકે છે.

માધ્યમો સાથે વાત કરતા રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું કે, માર્ગ અને મકાન વિભાગની આ સમિતિ દ્વારા 30 દિવસમાં વિસ્તૃત અહેવાલ આપવામાં આવશે. તેના ટેકનિકલ અને વહીવટી કારણો સાથેનો તપાસ અહેવાલ મુખ્યમંત્રીને સોંપવામાં આવશે. બાદમાં તેના આધારે અન્ય નિર્ણયો લેવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે, પ્રાથમિક દ્રષ્ટિએ જ્યાં પણ બેદરકારી ધ્યાને આવી, એ માટેના જવાબદાર માર્ગ અને મકાન વિભાગના ચાર અધિકારીઓને રાજ્ય સરકારે ફરજ મોકૂફી હેઠળ મૂક્યા છે. હજુ પણ જે પગલાં લેવા પડશે, એ પગલાં રાજ્ય સરકાર ચોક્કસ લેશે.

તેમણે જણાવ્યું કે. હાલમાં બ્રિજ દુર્ઘટનામાં શોધખોળ કામગીરી અંતિમ તબક્કામાં છે. અંદર પડેલા વાહનો બહાર કાઢવામાં આવ્યા છે. હતભાગીઓનાં મૃતદેહો તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સમગ્ર તંત્રએ ત્વરિત અને સંવેદના સાથે કામગીરી કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામના નાગરિકોના પ્રશ્નોને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર લખ્યો

આ પણ વાંચો:કપંડવંજમાં રોડ મામલે સોશિયલ મીડિયામાં કોમેન્ટ કરતા BJP ના ધારાસભ્યના માણસો દ્વારા અપહરણ અને મારઝૂડ

આ પણ વાંચો:ગુજરાતમાં AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપક બાદ દેડીયાપાડામાં કલમ 144 લાગુ