Bhavnagar News : ભાવનગર જિલ્લામાં દીકરીઓની હત્યાની કોશિશ અને માતાના આપઘાતના પ્રયાસનો બનાવ સામે આવ્યો છે. એક માતાએ તેની બે દીકરીઓને જ્વલનશીલ પ્રવાહી છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી. ત્યારબાદ તેણે પણ સળગી મરવાનો પ્રયાસ કર્યો છે. હાલ તમામને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લાના હાથબ ગામે આવેલા હાથબ બંગલા પાસે એક વાડીમાં ખેતમજૂરી કરતાં શ્રમજીવીની પત્નીએ આજે સવારના સમયે કોઈ અગમ્ય કારણોસર પગલું ભર્યુ હતું. તેણે સૌપ્રથમ તેના ઘરમાં કોઈ જ્વલનશીલ પ્રવાહી બે દીકરીઓ પર છાંટી ત્યારબાદ પોતાના પર પણ આ પ્રવાહી છાંટી કાંડી ચાંપી દીધી હતી. જેમાં મહિલા તથા તેની પુત્રીઓ ભળભળ સળગી ઊઠી હતી.
આ પણ વાંચો: જામનગરનાં લાલપુરમાં ખનીજ ચોરી મામલે મામલતદારની કાર્યવાહી
આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરી પકડાઈ, 37 લાખનો મુદ્દામાલ જપ્ત
આ પણ વાંચો: સાયલાની ગૌચર જમીનમાંથી રેતીની વ્યાપક ખનીજ ચોરી
