Gandhinagar News/ IIT ગાંધીનગરમાં યુવાનોના વાઈબ્સથી ભરપૂર નવીનીકૃત ડાકઘરનો શુભારંભ

દેશનું પ્રથમ Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસ આજે IIT ગાંધીનગર કેમ્પસમાં ધામધૂમથી ખુલ્લું મૂકવામાં આવ્યું. આ સાથે જ ગુજરાત રાજ્યનું પણ આ પ્રકારનું સૌથી પહેલું ડાકઘર બની ગયું છે.

Gandhinagar Top Stories Gujarat Breaking News
ગાંધીનગર

Gandhinagar News: ભારતીય ડાક વિભાગે પોતાના 170 વર્ષ જૂના વારસાને આધુનિકતાના રંગમાં રંગતા, ગુજરાતને એક ઐતિહાસિક ભેટ આપી છે. દેશનું પ્રથમ Gen-Z થીમ આધારિત પોસ્ટ ઓફિસ આજે IIT ગાંધીનગર કેમ્પસમાં ધામધૂમથી ખુલ્લું મૂકવામાં આવ્યું. આ સાથે જ ગુજરાત રાજ્યનું પણ આ પ્રકારનું સૌથી પહેલું ડાકઘર બની ગયું છે.ગુજરાત સર્કલના ચીફ પોસ્ટમાસ્ટર જનરલ શ્રી ગણેશ વી. સાવળેશ્વરકર અને IIT ગાંધીનગરના ડિરેક્ટર પ્રો. રજત મૂનાએ સંયુક્ત રીતે આ અત્યાધુનિક પોસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન કર્યું.આ પ્રસંગે વિશેષ“IITGN ગુજરાતનું પ્રથમ Gen-Z ડાકઘર” પોસ્ટ કવર અને સ્થાયી ચિત્રાત્મક વિરૂપણ (Permanent Pictorial Cancellation) પણ બહાર પાડવામાં આવ્યું.

ગુજરાત ના ગાંધીનગર મા GEN-Z પોસ્ટ ઓફિસ

આ પોસ્ટ ઓફિસની સૌથી મોટી ખાસિયત એ છે કે તેની સમગ્ર ડિઝાઈન, થીમ અને કલ્પના IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ જ આપી છે. દીવાલો પર રંગબેરંગી મ્યુરલ્સ, ખાસ કરીને વિદ્યાર્થીઓએ બનાવેલું “Tree of Life of IITGN” ભીંતચિત્ર કેમ્પસની જૈવવિવિધતા અને પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે. આ ચિત્રમાં કેમ્પસમાં વસતા વિવિધ પ્રકારના પક્ષીઓને એક વિશાળ વૃક્ષની ડાળીઓ પર દર્શાવવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટ્સની પ્રગતિની સમીક્ષા માટે ગાંધીનગરમાં ચોથી સમીક્ષા બેઠક યોજી

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગુજરાત SLBCની 187મી બેઠક 2 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે યોજાશે