Aadhar card/ આધાર કાર્ડધારકોને નિરાધાર નહીં બનવા દે પોસ્ટઓફિસ

આધાર કાર્ડને અપડેટ કરાવવું એટલે લાઇનોની જંજાળ, આના લીધે ઘણા લોકો આધાર કાર્ડને અપડેટ કરવાનું ટાળે છે અને તેના લીધે મહત્ત્વની સગવડથી વંચિત થઈ જાય છે. આ તકલીફને ધ્યાનમાં રાખતા પોસ્ટ ઓફિસ, હા ભારતીય પોસ્ટ ઓફિસ હવે આધાર કાર્ડનો ‘આધાર’ બની છે.

Trending Mantavya Vishesh

આધાર કાર્ડને અપડેટ કરાવવું એટલે લાઇનોની જંજાળ, આના લીધે ઘણા લોકો આધાર કાર્ડને અપડેટ કરવાનું ટાળે છે અને તેના લીધે મહત્ત્વની સગવડથી વંચિત થઈ જાય છે. આ તકલીફને ધ્યાનમાં રાખતા પોસ્ટ ઓફિસ, હા ભારતીય પોસ્ટ ઓફિસ હવે આધાર કાર્ડનો ‘આધાર’ બની છે. પોસ્ટ ઓફિસે જણાવ્યું છે કે હવે પોસ્ટ ઓફિસમાં પણ આધારકાર્ડ અપડેટ કરી શકાશે.

પોસ્ટઓફિસમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે છેક પોસ્ટ ઓફિસનો ધક્કો ખાવો પડશે તેમ વિચારી ચિંતા કરતા હોય તો થોભો, આ માટે તમારે પોસ્ટઓફિસમાં પગ મૂકવાની પણ જરૂર નથી. ઘરે બેઠા પોસ્ટ ઓફિસની એપ્લિકેશનમાં જ આધાર કાર્ડ અપડેટ કરી શકાય છે. પોસ્ટ ઓફિસમાં આધાર નોંધણી અને અપડેશનની સગવડ શરૂ કરી દેવામાં આવી છે.

અત્યાર સુધીમાં આધાર કાર્ડ ફક્ત આધાર કેન્દ્રો અને સિવિક સેન્ટરોમાં જ અપડેટ કરવામાં આવતું હતું. હવે તેને પોસ્ટઓફિસમાં પણ અપડેટ કરવામાં આવશે અને પોસ્ટ ઓફિસની એપ્લિકેશનમાંથી ઓનલાઇન અપડેટ કરવામાં આવતા ઓફિસનો ધક્કો ખાવામાંથી રાહત મળશે.

ટપાલ વિભાગે જનસુવિધાઓને ધ્યાનમાં રાખીને આધાર કાર્ડ સંબંધિત સેવાઓ પણ આપવાનું શરૂ કરી દીધું છે. ઘણાને ઓનલાઇન ફાવતું ન હોય તે લોકો હવે નજીકની પોસ્ટ ઓફિસ પર જઈને પોતાનું આધાર કાર્ડ અપડેટ કરાવી શકે છે. આ માટેનો ચાર્જ પણ આધાર કાર્ડના સેન્ટર જેટલો જ લાગશે. તેની સાથે જ ઘરે બેઠા પર પોસ્ટની એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરીને લોકો આધાર કાર્ડ લિન્ક કરાવી શકે છે, જે સુવિધા પણ પોસ્ટ વિભાગ દ્વારા આપવામાં આવશે.

અમદાવાદના મુખ્ય પોસ્ટમાસ્ટર જનરલે જણાવ્યું હતું કે ભારત સરકારે ટપાલ મંડળ દ્વારા પોસ્ટ ઓફિસોમાં આધાર નોંધણી અને અપડેશનની સેવાઓ શરૂ કરી છે…ટપાલ વિભાગની અધિકૃત વેબસાઇટ અનુસાર, પોસ્ટ ઓફિસ આધાર કેન્દ્રોમાં મુખ્યત્વે બે પ્રકારની સેવાઓ પ્રદાન કરવામાં આવી રહી છે.

આધાર નોંધણી અને નોંધણી પ્રક્રિયામાં લોકોની બાયોમેટ્રિક માહિતીનું ઇલેક્ટ્રોનિક કેપ્ચર કરવામાં આવે છે…અને આ સુવિધા સંપૂર્ણપણે નિ:શુલ્ક છે…આધાર અપડેશન અંતર્ગત લોકો નામ, ઇમેલ આઈડી, મોબાઇલ નંબર, સરનામું, જન્મ તારીખ, બાયોમેટ્રિક અપડેટ, ફોટો, 10 આંગળીઓના નિશાન અને આઈરિસ પણ અપડેટ કરાવી શકે છે.

દેશના આજે પણ ઘણા લોકો એવા છે જેમણે આધાર અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્રો અને સિવિક સેન્ટરોના ધક્કા ખાવા પડે છે. તેઓ આ કામગીરી ઓનલાઇન કરવા માટે સક્ષમ નથી. આના કારણ તેમણે આ સ્થળે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે છે. આવી જ સ્થિતિ સિવિક સેન્ટરોની પણ છે. જ્યારે બેન્કોની તો વાત જ થઈ શકે તેમ નથી.

આ સંજોગોમાં હવે પોસ્ટ ઓફિસના હાથમાં આ કામગીરી આવતા લોકો અને તેમા પણ ખાસ કરીને અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં વસતા લોકોને ઘણી રાહત થશે, કારણ કે પોસ્ટ ઓફિસનું નેટવર્ક  બધે ફેલાયેલું છે. તેના લીધે ખાસ કરીને ઓનલાઇન કામગીરી ન કરી શકનારા લોકો ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં વસે છે.

પોસ્ટઓફિસની આ પહેલ કરોડો લોકો માટે રાહતના સમાચાર લઈને આવી છે. તેના પગલે આધાર કાર્ડ કેન્દ્રો પરનો બોજ હળવો થશે અને લોકોને પણ લાંબી-લાંબી લાઇનમાંથી છૂટકારો મળશે. આ ઉપરાંત ઓનલાઇન અપડેટ કરનારાઓને પણ સર્વર જામની અવાંછિત સમસ્યામાંથી છૂટકારો મળશે અને તેમના માટે ઓનલાઇન અપડેટનો નવો માર્ગ ખૂલશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આધાર કાર્ડથી પ્રેરિત થયું આ કપલ, કંકોત્રી એવી છપાવી કે ઓળખવું થઈ ગયું મુશ્કેલ

આ પણ વાંચો: શું તમે હોટલમાં પણ આધાર કાર્ડ આપ્યું છે? ભૂલથી પણ ન કરો આ વસ્તુ, આજે જ ડાઉનલોડ કરો આ વસ્તુ

આ પણ વાંચો: ઉંમર નક્કી કરવા માટે આધાર કાર્ડ માન્ય દસ્તાવેજ નથીઃ સુપ્રીમ કોર્ટ