Dharma & Bhakti/ જીવનસાથી કેવો હશે? કેવી રહેશે લવ અને લગ્ન લાઇફ? હથેળીમાં શુક્ર પર્વત પરથી જાણો…

Shukra Parvat (શુક્ર પર્વત) તમારો પ્રેમ સંબંધ અને લગ્નજીવન કેવું રહેશે એનું દર્પણ બની શકે છે. જો શુક્રનો પર્વત સામાન્ય ઉપસેલો હોય અને ગુલાબી હોય તો…

Trending Religious palmistery Rashifal Dharma & Bhakti
Shukra Parvat, લગ્નજીવન, પ્રેમસંબંધ, Venus

Dharm & Bhakti: હસ્તરેખા શાસ્ત્ર (Palmistry)માં શુક્ર પર્વતથી તમારી લવ લાઇફ અને મેરેજ લાઇફ વિશે જાણી શકાય છે. આ પર્વત અંગૂઠાના મૂળ ભાગમાં રચાય છે. અહિં શુક્ર પર્વત (Shukra Parvat)ની તસવીર દર્શાવવામાં આવી છે. તેમાં પર્વત પર બનેલી રેખાઓ અને એનો આકાર તમારી લવ અને મેરેજ લાઇફ વિશે શું ભવિષ્ય ભાખે છે આવો જાણીએ…

શુક્ર પર્વત (Shukra Parvat) પરથી લગ્નજીવન અને પ્રેમસંબંધને જાણો

Shukra Parvat, લગ્નજીવન, પ્રેમસંબંધ, Venus

ઉત્તમ જીવનસાથી અને સુખી લગ્નજીવન

જો શુક્રનો પર્વત (Mountain of Venus) સામાન્ય ઉપસેલો હોય અને ગુલાબી હોય તથા એના ઉપર એકબીજાને ક્રોસ ન કરતી હોય એવી સીધી રેખાઓ હોય તો તમારું લગ્નજીવન અને પ્રેમસંબંધ (Love Life & Marriage Life) ઘણો શુભ રહેવાની સંભાવના છે. આવા લોકોને ઉત્તમ જીવનસાથી પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત, જો શુક્ર પર્વત પર ઘણી ઓછી રેખાઓ હોય અને એ ગુલાબી હોય તો પણ એના પ્રણય તથા વિવાહ સંબંધી સારા પરિણામો મળે છે.

Shukra Parvat, લગ્નજીવન, પ્રેમસંબંધ, Venus

આવા વ્યક્તિ અતિ કામુક હોય

જો આ પર્વત ઘણો વધારે ઉપસેલો હોય પણ સ્પષ્ટ અને કપાયેલી રેખાઓ એના પર ન હોય તો પ્રેમ જીવનમાં સારા પરિણામે મળશે પણ આવા વ્યક્તિ અતિ કામુક હોઇ શકે છે. જો આ પર્વત હથેળીમાં દબાયેલો હોય અને એના ઉપર ઘણી રેખાઓ હોય તો પ્રેમ અને લગ્નજીવનમાં ઉતાર-ચડાવ આવે છે.

Shukra Parvat, લગ્નજીવન, પ્રેમસંબંધ, Venus

રેખાઓનું જાળું બનેલું હોય

હથેળીમાં શુક્રના પહાડ પર રેખાઓનું જાળું બનેલું હોય તો આ સારા સંકેતો નથી ગણાતાય આવી સ્થિતિમાં પ્રેમમાં અસફળતા અને દગો મળી શકે છે. આવા લોકો એમના વૈવાહિક જીવનમાં સંઘર્ષ કરે છે. આ સંજોગોમાં સારો પાર્ટનર મળવાની સંભાવના ઓછી હોય છે અને જીવનસાથી સાથે લડાઈ-ઝઘડા થવા એ સામાન્ય બાબત હોય છે. આવા લોકોએ શુક્રને મજબૂત કરવા માટે શુક્રવારે વ્રત રાખવું જોઇએ અને અત્તર (Perfume)નો ઉપયોગ કરવો જોઇએ.

Shukra Parvat, લગ્નજીવન, પ્રેમસંબંધ, Venus

શુક્ર પર્વત પર ક્રોસનું નિશાન

શુક્ર પર્વત પર ક્રોસનું નિશાન (Cross Sign) હોવું શુભ નથી ગણાતું…આવા લોકોના પ્રેમ સંબંધોમાં વિવાદો સર્જાય છે. જો શુક્ર પર્વત મંગળ પર્વત તરફ ઝુકેલો હોય તો આ વ્યક્તિ પાર્ટનર (Partner) પર જોહુકમી કરનાર હોઇ શકે છે. જો કે આવા લોકો ઈમાનદાર હોય છે પરંતુ આવા લોકોનો શુષ્ક સ્વભાવ પ્રેમ અને લગ્નજીવનમાં અલગાવનું કારણ બની શકે છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: આવા દાંત ધરાવતા લોકો હોય છે અત્યંત ભાગ્યશાળી, દાંતોની રચના પરથી જાણો પોતાના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે

આ પણ વાંચો: હાથની રેખાઓ પરના નિશાન સૂચવે છે શુભ અને અશુભ , જાણો શું કહે છે હસ્તરેખાશાસ્ત્ર

આ પણ વાંચો: હથેળીમાં આ નિશાન અને રેખાઓ છે…તો તમે છો અત્યંત ભાગ્યશાળી…મળશે યશ અને પ્રતિષ્ઠા..!