Dharma & Bhakti/ ધનના દાતા શુક્ર બનાવશે પૂરા 165 વર્ષો બાદ અદ્ભૂત અર્ધકેન્દ્ર યોગ…આ રાશિઓ યશ-ધન કમાશે..!

Shukra Grah (શુક્ર ગ્રહ) શનિની મકર રાશિમાં વિદ્યમાન છે, સાથે બુધ, સૂર્ય અને મંગળ પણ વિરાજમાન છે. આજે સાંજે શુક્ર અને વરુણ ગ્રહ સંયોગ કરીને અર્ધકેન્દ્ર યોગનું…

Trending Religious Rashifal Dharma & Bhakti
Shukra Grah, શુક્ર ગ્રહ, અર્ધકેન્દ્ર યોગ

Dharm & Bhakti: જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર, 29 જાન્યુઆરી (29 January, 2026) અર્થાત્ આજે સાંજે 6 વાગી ને 6 મિનિટે શુક્ર ગ્રહ (Shukra Grah) વરુણ ગ્રહથી (Shukra-Varun) 45 ડિગ્રી પર સ્થિત હશે, જેના કારણે અર્ધકેન્દ્ર યોગ (Ardha Kendra Yog) નિર્મિત થવા જઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે વરુણ મીન રાશિમાં વિરાજમાન છે. વરુણ એક રાશિમાં આશરે 14 થી 15 વર્ષ સુધી રહે છે, આથી એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં પૂરો 165 વર્ષનો સમય લાગે છે!

Shukra Grah, શુક્ર ગ્રહ, અર્ધકેન્દ્ર યોગ

શુક્ર ગ્રહ (Shukra Grah) બનાવશે 165 વર્ષો બાદ અદ્ભૂત અર્ધકેન્દ્ર યોગ 

વૈદિક જ્યોતિષ અનુસાર, કુંડળીમાં નવગ્રહની સ્થિતિના અલગ-અલગ પ્રભાવો જોવા મળે છે. પ્રત્યેક ગ્રહ એક નિશ્ચિત અવધિ બાદ, રાશિ પરિવર્તન કરતા જોવા મળે છે. નવગ્રહમાં શુક્રને અત્યંત શક્તિશાળી ગ્રહ માનવામાં આવે છે. એ દૈત્યગુરુ હોવા ઉપરાંત, ધન-વૈભવ, ભાગ-વિલાસ, પ્રેમ-આકર્ષણ વગેરેનો પણ કારક ગ્રહ છે. હાલ શુક્ર શનિની મકર રાશિમાં વિદ્યમાન છે. એની સાથે બુધ, સૂર્ય અને મંગળ પણ વિરાજમાન છે. આજે સાંજે શુક્ર અને વરુણ ગ્રહ સંયોગ કરીને અર્ધકેન્દ્ર યોગનું નિર્માણ કરવા જઇ રહ્યા છે. આ યોગનું નિર્માણ થવાથી કેટલીક રાશિઓના જાતકોના જીવનમાં એનો સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે. આ વિશ્લેષણ ચંદ્ર રાશિ પર આધારિત છે. તો ચાલો જાણીએ આ રાશિઓ વિશે…

Shukra Grah, શુક્ર ગ્રહ, અર્ધકેન્દ્ર યોગ

મીન રાશિ

મીન રાશિ (Meen Rashi)ના જાતકો માટે વરુણ-શુક્રનો અર્ધકેન્દ્ર યોગ અત્યંત શુભ ફળ પ્રદાન કરનાર સિદ્ધ થઇ શકે છે. આ યોગમાં લગ્ન ભાવમાં શનિ (Shani) અને વરુણ વિદ્યમાન છે. આ સંજોગોમાં તમને ભાગ્ય (Luck)નો પૂર્ણ સહયોગ મળી શકે છે. લાંબા સમયથી મનમાં ઘોળાતી કોઇ ઇચ્છા પૂરી થઇ શકે છે. પરિવાર (Family) સાથે સુખદ સમય વ્યતીત કરી શકાશે. આ અવધિમાં અચાનક ધન લાભના સંકેતો પ્રાપ્ત થઇ શકે છે.

સટ્ટાબાજી અથવા પૈતૃક સંપત્તિ (Betting or Ancestral Property)ના માધ્યમથી પણ સારો એવો ધન લાભ થઇ શકે એવી સંભાવનાઓ જણાઇ રહી છે. કેરિયરની દ્રષ્ટિએ તમારી યોજનાબદ્ધ વિચારધારા અને આત્મવિશ્વાસ તમને નોકરીમાં સફળતા અપાવી શકે છે. પ્રમોશનની સાથોસાથ વેતન વૃદ્ધિના પણ પ્રબળ યોગ બની રહ્યા છે. પરદેશ (Foreign)માં નોકરી શોધી રહેલા જાતકોને કોઇ શુભ સમાચાર મળી શકે એમ છે અને નવા પદની પ્રાપ્તિ સંભવ છે.

Shukra Grah, શુક્ર ગ્રહ, અર્ધકેન્દ્ર યોગ

મકર રાશિ

મકર રાશિ (Makar Rashi)ના જાતકો માટે આ અર્ધકેન્દ્ર યોગ સુખ અને સફળતા લઇને આવશે. આ યોગ અંતર્ગત, શુક્ર (Venus) લગ્ન ભાવમાં અને વરુણ ત્રીજા ભાવમાં ઉપસ્થિત રહેશે. આના કારણે લાંબા સમયથી વિલંબિત થયેલા કાર્યો પૂર્ણ થવાની પ્રબળ સંભાવનાઓ બની રહી છે. આ ઉપરાંત, ધન-ધાન્યમાં ઝડપભેર વૃદ્ધિ થઇ શકે છે. આ દરમિયાન, તમારી રુચિ આધ્યાત્મ (Spirituality) તરફ વધુ રહેશે અને ધાર્મિક યાત્રાઓ (Religious Pilgrimages)ના યોગ પણ સર્જાઇ શકે છે.

વેપારના દ્રષ્ટિકોણથી જોઇએ તો આ સમય અત્યંત શુભ (Shubh) રહેશે. તમને કોઇ નવા સોદા, પ્રોજેક્ટ અને નવી તક પ્રાપ્ત થઇ શકે છે. નોકરી કરનારા જાતકો માટે વરિષ્ઠ અધિકારીઓનો પૂર્ણ સહયોગ મળશે જેથી તમે પોતાના લક્ષ્યોને સફળતાપૂર્વક હાંસલ કરી શકશો. આનું પરિણામ એ આવશે કે, તમારી આવક અને પદમાં ઉન્નતિ (Income & Promotion) થવાની સંભાવનાઓ પ્રબળ બનશે.

દાંપત્ય જીવનમાં મીઠાશ રહેશે અને કૌટુંબિક સુખ (Family Happiness) પણ પ્રાપ્ત થશે. આ ઉપરાંત, સ્વાસ્થ્યલક્ષી બાબતોમાં આ સમય ઘણો જ અનુકૂળ રહેવાની પણ સંભાવના જણાઇ રહી છે.

Shukra Grah, શુક્ર ગ્રહ, અર્ધકેન્દ્ર યોગ

મેષ રાશિ

મેષ રાશિ (Mesh Rashi)ના જાતકો માટે વરુણ અને શુક્રનો અર્ધકેન્દ્ર યોગ લાભકારક હોઇ શકે છે. આ રાશિના જાતકોને નસીબનો પૂર્ણ સાથ પ્રાપ્ત થશે અને લાંબા સમયથી વિલંબિત થયેલા કાર્યો પૂર્ણ થઇ શકે છે. આ રાશિના બારમા ભાવમાં વરુણ અને દશમા ભાવમાં શુક્ર વિરાજમાન છે. આ સંજોગોમાં, આ રાશિના જાતકોને નોકરી અને વ્યવસાય (Job and Business)માં ઘણો જ લાભ પ્રાપ્ત થઇ શકે છે.

નોકરી કરનારા જાતકોને નસીબનો પૂર્ણ સાથ અને સહકાર મળશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત અને લગન જોઇને તમને પ્રશંસા મળી શકે છે. આ સાથે જ તમને કોઇ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જીવનમાં આનંદની વૃદ્ધિ થશે અને માન-સન્માનમાં ઝડપભેર વધારો થઇ શકે છે. તમને કોઇ મોટા પદ અને પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થઇ શકે છે. આકસ્મિક ધન લાભના યોગ પણ સર્જાઇ શકે છે.

લવ લાઇફ (Love Life) અને વૈવાહિક જીવનમાં અઢળક ખુશીઓનું આગમન થશે. લાંબા સમયથી તમારા પાર્ટનર (Partner) સાથેના મતભેદ સમાપ્ત થઇ શકશે અને તમે ખૂલીને એકબીજા સાથે સંવાદ કરી શકશો.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: યુદ્ધ, કુદરતી આફતો…આગામી વર્ષ 2026માં ગ્રહોની બદલાતી ચાલથી સર્જાશે વિશ્વનું રૌદ્ર સંવત 2083..!

આ પણ વાંચો: 2026માં રાહુનું સામ્રાજ્ય…રાહુ કેતુ ગોચરથી આ 3 રાશિઓ થશે હેરાન-પરેશાન…આ રહ્યાં ઉપાય..!