Dharma & Bhakti/ 2026 માં 30 જાન્યુઆરીએ થશે ગુરુનું ગોચર…જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 3 રાશિઓની ખુશીને લાગશે ગ્રહણ..!

2026 માં, નવ વર્ષે દેવોના ગુરુ નક્ષત્ર પરિવર્તન કરવા જઇ રહ્યાં છે જેના પરિણામે, 3 રાશિઓને તકલીફ થઇ શકે છે! જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગુરુનું ગોચર અત્યંત અનલકી…

Religious Rashifal Trending Dharma & Bhakti
2026, ગુરુનું ગોચર

Dharm & Bhakti: 2026 માં નવા વર્ષે 30 જાન્યુઆરી (30 January, 2026)થી દેવોના ગુરુ ગ્રહ અર્થાત્ બૃહસ્પતિ મહારાજ (Guru Grah, Bruhspati) નક્ષત્ર પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. ગુરુનું ગોચર (Transit) કેટલીક રાશિઓ માટે કલ્યાણકારી નહિં રહે! હિન્દુ સનાતન ધર્મ અનુસાર, દેવગુરુ બૃહસ્પતિ તમામ ગ્રહોમાં સૌથી પવિત્ર ગ્રહ ગણાય છે. જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ના પંચાંગ અનુસાર, આ ગોચરથી 3 રાશિઓને તકલીફ થઇ શકે છે! એમના જીવનમાં સમસ્યાઓ વધવાથી આ જાતકોની ખુશીઓને ગ્રહણ લાગી શકે છે!

2026 માં નવા વર્ષના પ્રારંભે ગુરુનું ગોચર 

બૃહસ્પતિ અર્થાત્ ગુરુ ગ્રહની બદલાતી ચાલ હંમેશાં શુભ (Shubh) ફળ પ્રદાન કરે જ એવું જરુરી નથી હોતું…અમુક વાર એના અશુભ (Ashubh) પ્રભાવો પણ સહન કરવા પડી શકે છે! પંચાંગ મુજબ, 30 જાન્યુઆરી, 2026 ના રોજ ગુરુ પુનર્વસુ નક્ષત્રમાં ગોચર કરશે જે અમુક રાશિના જાતકો માટે શુભ નહિં હોય….શુક્રવારના રોજ સવારે 10 વાગીને 53 મિનિટે દેવગુરુ આ નક્ષત્રમાં ગોચર (Guru Gochar) કરવા જઇ રહ્યાં છે!

આ ગોચરથી કેટલાક લોકોનું ભાગ્ય (Luck) નબળું બની શકે છે, તો અમુક લોકોને સંતાન ન થવું, વૈવાહિક જીવનમાં કલેશ, નાણાકીય ખેંચ, નોકરી ન મળવી અને વેપારમાં સતત નુકસાન વેઠવું પડી શકે છે. તો ચાલો જાણીએ કે, કઇ ત્રણ રાશિઓ (Rashi) માટે આ ગોચર અત્યંત અનલકી (Unlucky) સાબિત થઇ શકે છે…

2026, ગુરુનું ગોચર

કુંભ રાશિ

આ રાશિ (Kumbh Rashi)ના જાતકો માટે ગુરુ ગ્રહનું આ ગોચર લાભદાયક સિદ્ધ નહિં થાય. નાનામાં નાની વસ્તુ મેળવવા માટે તમારે સંઘર્ષ કરવો પડી શકે છે. ધીમે-ધીમે તમે તમારા અંગત લોકોથી દૂર થતા જશો જે કારણે નકારાત્મક વિચારો મન પર હાવી રહેશે. આ ઉપરાંત, તમારું સ્વાસ્થ્ય (Health) પણ કથળી શકે છે અને કોઇ જૂની ભૂલના દુષ્પરિણામો અને સમસ્યાઓ તમારે ભોગવવી પડી શકે છે.

2026, ગુરુનું ગોચર

સિંહ રાશિ

આવનારું વર્ષ કેટલીક રાશિઓ માટે ઘણું જ ઉત્તમ રહેશે જ્યારે આ રાશિ (Sinh Rashi)ના મોટા ભાગના લોકો આનાથી હેરાન-પરેશાન થઇ શકે છે. દેવગુરુ બૃહસ્પતિ તમારી પાસે ઘણી મહેનત કરાવશે અને એનું પરિણામ તમને વિલંબથી પ્રાપ્ત થશે. ઘણી વાર તમારી હિંમત જવાબ આપશે અને તમે તમારા લક્ષ્ય થી દૂર ભાગવાનું વિચારશો. આ ઉપરાંત, ઘરના સભ્યોના કારણે પણ તમારે અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો આ દરમિયાન, તમે માનસિક રીતે ભાંગી પડશો તો પરિસ્થિતિ વણસી શકે છે. જો કે, આ મુશ્કેલ સમયમાં તમારું સ્વાસ્થ્ય પણ તમારો સંગાથ છોડી શકે છે.

2026, ગુરુનું ગોચર

મિથુન રાશિ

જે લોકો આ રાશિ (Mithun Rashi)ના જાતકો છે તેમણે તો 2026ના પ્રથમ માસમાં જ અત્યંત સાવધ રહેવું પડશે! જો ઉતાવળિયો નિર્ણય (Decision) લેશો કે કોઇની વાતમાં આવીને નિર્ણય લેશો તો એનું પરિણામ ખરાબ આવી શકે છે. આ ઉપરાંત, નોકરી-ધંધાના ક્ષેત્રમાં પરેશાન થઇને નોકરી છોડવાનો નિર્ણય લેવો નહિં પરંતુ પોતાની ભૂલો સુધારવાનો પ્રયાસ કરવો. આમ કરવાથી સ્થિતિ તમારા માટે બહેતર બનશે. જો કે, આ સમયે તમને નાણાકીય સંકટનો સામનો પણ કરવો પડી શકે છે, આ જ કારણે વર્ષના પ્રથમ મહિનાથી જ તમારે બજેટ બનાવીને ખર્ચ કરવો ઉચિત રહેશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 2026 ના વર્ષારંભે આ રાશિઓનું ચમકશે નસીબ….બનશે રાહુ-બુધની યુતિનો દુર્લભ સંયોગ…

આ પણ વાંચો: 11, 22, 33 અમસ્તા નથી કહેવાતા માસ્ટર નંબર…અંક શાસ્ત્ર અનુસાર જાણો ગહન રહસ્ય…!

આ પણ વાંચો: વૈદિક જ્યોતિષ, અંકશાસ્ત્રમાં 18 નંબરનું શા માટે મહત્વ ખૂબ જ હોય છે…..