OnePlus દ્વારા જાણકારી આપવામાં આવી છે કે OnePlus 6 નો નવો મીડનાઈટ બ્લેક કલર વેરીયંટ હવે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શનમાં ઉપલબ્ધ થશે. આ પહેલા કંપનીએ 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજ ઓપ્શન ફક્ત OnePlus 6 Marvel Avengers Limited Edition સાથે લોન્ચ કર્યો હતો.
મીડનાઈટ બ્લેક કલર વેરીયંટ ફક્ત 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ ઓપ્શનમાં જ ઉપલબ્ધ હતો. 256 જીબી સ્ટોરેજ વેરીયંટ 10 જુલાઈથી ઈ-કોમર્સ સાઈટ એમેઝોન પર ઉપલબ્ધ થશે. કંપનીએ આ વેરીયંટની કિંમત 43,999 રૂપિયા રાખી છે.

આ નવો સ્માર્ટફોન કોર્નીંગ ગોરિલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે અને 19:9 સ્ક્રીન રેશિયો સાથે 6.28 ઇંચ ફૂલ એચડી+ (1080×2280 પીક્સલ) ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન 6 જીબી/8જીબી અને 64 જીબી/128 જીબી સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવ્યા છે. OnePlus નો આ લેટેસ્ટ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 8.1 ઓરીયો બેઝ્ડ OxygenOS 5.1 પર ચાલે છે.
આ સ્માર્ટફોનમાં Adreno 630 GPU, 2.8GHzની સ્પીડ વાળું ક્વોલકોમ સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યું છે. ફાસ્ટ ચાર્જીંગ સપોર્ટ સાથે 3300mAh ની બેટરી આપવામાં આવી છે.

કેમેરાની વાત કરીએ તો રીયર કેમેરામાં સોની IMX519 સેન્સર સાથે 20 મેગાપીક્સલ અને 16 મેગાપીક્સલના બે કેમેરા છે. આમાં ઓપ્ટીકલ ઈમેજ સ્ટેબીલાઈઝેશન અને ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબીલાઈઝેશન બંને મૌજુદ છે. રીયર કેમેરા સાથે ડ્યુઅલ એલઈડી ફ્લેશ આપવામાં આવ્યું છે. ફ્રન્ટ કેમેરાની વાત કરીએ તો EIS સાથે 16 મેગાપીક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.
સ્માર્ટફોનમાં ફેસ અનલોક સાથે સિક્યોરિટી માટે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવ્યું છે. કનેક્ટિવિટી માટે 4G VoLTE, Wi-Fi 802.11ac (ડ્યુઅલ બેન્ડ 2.4 GHz અને 5 GHz) 2×2 MIMO સાથે બ્લુટૂથ 5.0, NFC, GPS/A-GPS,USB Type-c(v2.0) અને 3.5mm હેડફોન જેક આપવામાં આવ્યો છે.
