Dharma & Bhakti/ આ રંગને પસંદ કરનારા હોય છે અત્યંત ક્રોધી…જાણો તમારો ફેવરિટ કલર કયો છે? રંગોથી વ્યક્તિત્વની ઓળખ!

જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ રંગોનો આપણા જીવન પર ગહન પ્રભાવ પડે છે. દરેક વ્યક્તિને કોઇ ખાસ રંગ અત્યંત પ્રિય (Favorite Color) હોય છે જે આપણી આંતરિક ઊર્જા…

Trending Religious Rashifal Dharma & Bhakti
Favorite Color , જ્યોતિષ શાસ્ત્ર, પ્રિય રંગ, દોસ્તી, વ્યક્તિત્વ

Dharm & Bhakti: દરેક વ્યક્તિને કોઇ ખાસ રંગ અવશ્ય અત્યંત પ્રિય હોય છે! જ્યોતિષીય માન્યતાનુસાર, એવું કહેવાય છે કે, કોઇ પણ વ્યક્તિના ફેવરિટ કલર (Favorite Color)ને જાણીને તમે એના વ્યક્તિત્વ વિશે સરળતાથી જાણી શકો છો!

ફેવરિટ કલર (Favorite Color) પરથી વ્યક્તિનો સ્વભાવ જાણો

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ની દ્રષ્ટિએ રંગોનો આપણા જીવન પર ગહન પ્રભાવ પડે છે. દરેક વ્યક્તિને કોઇ ખાસ રંગ અવશ્ય અત્યંત પ્રિય હોય છે જે આપણી આંતરિક ઊર્જા સાથે મેળ ખાતો હોય છે. એવું કહે છે કે, કોઇ પણ વ્યક્તિના ફેવરિટ કલરને જાણીને તમે એના વ્યક્તિત્વ વિશે સરળતાથી જાણી શકો છો!

ઉદાહરણ રુપે જોઇએ તો, લાલ રંગને પસંદ કરનારી વ્યક્તિ ક્રોધી સ્વભાવની હોય છે જ્યારે કાળો રંગ જેને ગમતો હોય એ વ્યક્તિ રહસ્યમયી હોય છે. ચાલો જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ જાણીએ, તમારો પ્રિય રંગ તમારા વ્યક્તિત્વ (Personality)નું કયું પાસુ દર્શાવે છે?

Favorite Color , જ્યોતિષ શાસ્ત્ર, પ્રિય રંગ, દોસ્તી, વ્યક્તિત્વ

લાલ રંગ (Red Color)

આ રંગને પસંદ કરનારી વ્યક્તિઓ સાહસિક, ઊર્જાસભર અને ક્રોધી સ્વભાવના માનવામાં આવે છે. એમને નાની-નાની વાતો પર ગુસ્સો આવી જાય છે અને એ ઘણી વાર પોતાની મર્યાદા પણ ચૂકી જાય છે! જો કે, આ રંગને પસંદ કરનારા લોકો સાફ હૃદયના હોવાનું પણ માનવામાં આવે છે.

કાળો રંગ (Black Color)

જે વ્યક્તિઓને કાળો રંગ પસંદ હોય છે એ બુદ્ધિમાન અને રહસ્યમય વ્યક્તિત્વ ધરાવે છે. એમને પોતાની પ્રાઇવસી ઘણી જ પ્રિય હોય છે. તેઓ પોતાની જ દુનિયામાં રહેવાનું પસંદ કરે છે.

નીલો રંગ (Blue Color)

નીલો, આસમાની રંગ પસંદ કરનારા લોકો શાંતિપ્રિય અને વફાદાર પ્રકૃતિ ધરાવે છે. વિવાદોથી એ મોટા ભાગે દૂર રહેવાનું પસંદ કરે છે. એ થોડા ભાવુક પણ હોય છે.

સફેદ રંગ (White Color)

આ લોકો સાદગી અને શાંતિ પસંદ વ્યક્તિત્વ ધરાવે છે. બોલચાલમાં એ અત્યંત કુશળ હોય છે અને ઘણા ધીરજવાળા પણ હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, એમની વિચારધારા ઘણી સકારાત્મક હોય છે.

લીલો રંગ (Green Color)

આ રંગને પસંદ કરનારા લોકો દિલ અને દિમાગ….બંનેનું સંતુલન કરીને જીવનમાં આગળ વધે છે. એ શાંત મગજવાળા હોય છે અને પોતાના કુટુંબીજનોને અત્યંત પ્રેમ કરનારા હોય છે.

Favorite Color , જ્યોતિષ શાસ્ત્ર, પ્રિય રંગ, દોસ્તી, વ્યક્તિત્વ

પીળો રંગ (Yellow Color)

આ રંગને પસંદ કરનારા લોકો અત્યંત ખુશમિજાજી સ્વભાવ ધરાવનારા હોય છે. એ ઘણા ક્રિએટિવ અને ચંચળ સ્વભાવના હોય છે. દોસ્તી નિભાવવામાં એ સદાયે અવ્વલ હોય છે!

નારંગી રંગ (Orange Color)

આ રંગ ઊર્જાનું પ્રતીક છે અને જેને પણ ઓરેન્જ કલર પસંદ છે એ લોકો ઊર્જાસભર અને દેખાવમાં આકર્ષક હોય છે. જ્યાં પણ જાય ત્યાં એ આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. વૈભવી વસ્તુઓ એમને ઘણી જ આકર્ષે છે!

ગુલાબી રંગ (Pink Color)

આ રંગ જેને પસંદ હોય એ લોકો પોતાનું જીવન ખૂલીને જીવનારી વ્યક્તિઓ હોય છે. એ ઘણા જ દયાળુ સ્વભાવના હોય છે અને સાથોસાથ ક્રિએટિવ અને રોમેન્ટીક પ્રકૃતિ પણ ધરાવતા હોય છે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: કોકિલાવન શનિ ધામની અદ્ભૂત કથા….આ ચમત્કારી મંદિરનું રહસ્ય જોડાયેલું છે ભગવાન કૃષ્ણ સાથે..!

આ પણ વાંચો: 

આ પણ વાંચો: