Relationship News/ સાસુ-વહુના ઝઘડાનો આવશે અંત! સાસુમાના દિલમાં જગ્યા બનાવવા માટે અપનાવો આ અનોખા નુસખા

સાસુ-વહુના (Mother-in-law) સંબંધોમાં સુધારો લાવવા માટે ધીરજ, સન્માન અને પ્રેમ અનિવાર્ય છે. સાસુમાનો ગુસ્સો શાંત કરવા માટે તેમની વાતો શાંતિથી સાંભળવી, તેમની સલાહ લેવી, મનગમતી વાનગી બનાવી અને તેમની સાથે સમય વિતાવવો જેવી ટિપ્સ ખૂબ જ કારગત સાબિત થાય છે. આ અનોખા રસ્તાઓ અપનાવીને કોઈપણ વહુ પોતાના ઘરના વાતાવરણને સુખદ બનાવી શકે છે.

Trending Lifestyle Relationships
Mother-in-law

Saas-Bahu Bonding:  લગ્ન બાદ વહુ માટે નવા ઘરમાં સાસુ (Mother-in-law) સાથે તાલમેલ બેસાડવો ક્યારેક પડકારજનક હોય છે. ઘણીવાર નાની-નાની વાતોમાં મતભેદ થતા સાસુમાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. જો તમારી સાથે પણ આવું થતું હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. કેટલાક એવા અનોખા અને પ્રેમભર્યા રસ્તાઓ છે જેનાથી તમે તમારી સાસુના ગુસ્સાને શાંત કરી શકો છો અને તેમના દિલમાં ખાસ જગ્યા બનાવી શકો છો.ગુસ્સો શાંત કરવાના 5 અનોખા રસ્તા વિષે જાણો.

Mother-in-law

ચૂપ રહીને સાંભળવાની આદત:

જ્યારે સાસુમા (Mother-in-law) ગુસ્સામાં હોય ત્યારે વળતો જવાબ આપવાને બદલે શાંતિથી તેમની વાત સાંભળો. ઘણીવાર વ્યક્તિ માત્ર પોતાનું મન હળવું કરવા માંગતી હોય છે. તમારી ચુપકીદી તેમને અહેસાસ કરાવશે કે તમે તેમનું સન્માન કરો છો, જે તેમનો ગુસ્સો આપોઆપ ઓછો કરી દેશે.

Mother-in-law

સાસુમાંની પસંદગીની વાનગી બનાવો:

કહેવાય છે કે દિલનો રસ્તો પેટ દ્વારા જાય છે. જ્યારે વાતાવરણ થોડું ગંભીર હોય, ત્યારે તેમની મનગમતી વાનગી કે મીઠાઈ બનાવીને તેમને સરપ્રાઈઝ આપો. આ એક નાનકડો પ્રયાસ તેમનો મૂડ બદલવામાં જાદુઈ અસર કરશે.

Mother-in-law

સલાહ માંગીને સન્માન આપો:

સાસુમાને (Mother-in-law) જ્યારે લાગે કે ઘરમાં તેમનું મહત્વ છે, ત્યારે તેઓ ખુશ રહે છે. રસોઈની વાત હોય કે બાળકોના ઉછેરની, તેમની સલાહ ચોક્કસ માંગો. “મમ્મીજી, તમે આ બાબતે શું વિચારો છો?” – આ એક વાક્ય તેમને અહેસાસ કરાવશે કે તમે તેમને ઘરના વડીલ તરીકે માન આપો છો.

Mother-in-law

સાસુમાં સાથે ક્વોલિટી ટાઈમ વિતાવો:

ગમે તેટલી વ્યસ્તતા હોય, દિવસમાં 15-20 મિનિટ તેમની પાસે બેસો. તેમની જુની વાતો સાંભળો કે તેમના સ્વાસ્થ્ય વિશે પૂછો. જ્યારે તેમને તમારી નિકટતાનો અહેસાસ થશે, ત્યારે ગુસ્સાની જગ્યા પ્રેમ લઈ લેશે.

 Mother-in-law

અણધારી ભેટ કે પ્રશંસા: (Mother-in-law)

કોઈ પ્રસંગ વગર તેમને એક નાની ભેટ આપો, જેમ કે તેમની પસંદગીની સાડી કે કોઈ ઘરવખરીની વસ્તુ. આ સિવાય બીજાની સામે તેમની પ્રશંસા કરો. જ્યારે તેમને ખબર પડશે કે તમે તેમની પીઠ પાછળ પણ સારું બોલો છો, ત્યારે તેમનો તમારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ જશે.

સાસુ અને (Mother-in-law) વહુનો સંબંધ પ્રેમ (Love) અને સમજણ પર ટકેલો છે. જો તમે થોડી ધીરજ અને સ્માર્ટ ટિપ્સ અપનાવો, તો તમે તમારા ઘરના વાતાવરણને હર્યું-ભર્યું બનાવી શકો છો. યાદ રાખો, પ્રેમથી તમે કોઈનું પણ દિલ જીતી શકો છો.


આ પણ વાંચો:  શું તમે ઇનફર્ટિલિટી પાછળના આ છુપાયેલા કારણો જાણો છો? પુરુષ અને મહિલા બંનેમાં હોઈ શકે છે આ સમસ્યા

આ પણ વાંચો:શું તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરી શકો છો? જાણો કમ્યુનિકેશન ગેપ દૂર કરવાની રીતો!

આ પણ વાંચો: તમારા બેડરૂમને બનાવો ‘સેન્સિટિવ ઝોન’! આ ટિપ્સથી બેડરૂમનો માહોલ બનશે વધુ ઇન્ટેન્સ અને રોમાંચક