રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ :- તારીખ ૧૫-૦૪-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ તેરસ તિથિ છે.
આજના દિવસે ચંદ્ર મીન રાશિમાં રહેશે અને પૂર્વભાદ્રપદ નક્ષત્ર બપોરે ૦૩:૨૪ વાગ્યા સુધી રહેશે. બ્રહ્મ યોગ બપોરે ૦૧:૨૭ વાગ્યા સુધી રહેશે અને ગર કરણ સવારે ૧૧:૨૪ વાગ્યા સુધી રહેશે. પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે..વિંછુડો આજે નથી.
સૂર્ય મેષ રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર મીન રાશિમાં રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ મીન (દ, ચ, ઝ, થ ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૨૦ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૭.૦૦ કલાકે થશે. ચંદ્રોદય વહેલી પરોઢે ૦૫:૧૩ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૦૪:૫૭ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે નથી. રાહુ કાળ બપોરે ૧૨.૪૦ થી ૦૨:૧૫ વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વદ તેરસ રાત્રે ૧૦:૩૨ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે ‘ઓમ ગં ગણપતે નમ:’ મંત્રનો જાપ કરવો શુભ ગણાશે.
તારીખ :- ૧૫-૦૪-૨૦૨૬, બુધવાર/ ચૈત્ર વદ તેરસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૬:૨૦ થી ૦૭:૫૫ |
| અમૃત | ૦૭:૫૫ થી ૦૯:૩૦ |
| શુભ | ૧૧:૦૫ થી ૧૨.૪૦ |
| લાભ | ૦૫:૨૫ થી ૦૭:૦૦ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૨૫ થી ૦૯:૪૯ |
| અમૃત | ૦૯:૪૯ થી ૧૧:૧૪ |
રાશિભવિષ્ય (Rashibhavishya 15 April 2026, બુધવાર)

મેષ (અ, લ , ઈ) :-
પરિવારમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે.
સવારે ઉત્સાહ રહેશે.
માતાપિતાના આર્શીવાદ લેવા.
મોજ-મજામા દિવસ જાય.
શુભ કલર –વાદળી
શુભ નંબર –૭

વૃષભ (બ, વ, ઉ) :-
કાર્યસ્થળ પર વધુ ધ્યાન આપો.
મહત્વપૂર્ણ દસ્તાવેજો સુરક્ષિત રાખો.
મગજ શાંત રાખવું.
આર્થિક મુશ્કેલીઓ દૂર થશે.
શુભ કલર – સિલ્વર
શુભ નંબર –૨

મિથુન (ક, છ, ઘ) :-
પૈસાની લેવડ –દેવડમાં ધ્યાન રાખવું.
વેપારમાં સહેજ ભૂલથી નુકસાન થશે.
તણાવથી મુક્ત થવાય.
આનંદ-પ્રમોદ થાય.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૬

કર્ક (ડ, હ) :-
ઘરનું વાતાવરણ બદલાય.
વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે.
મિત્રની મદદથી કામ પૂર્ણ થઈ શકે.
આત્મવિશ્વાસ મજબૂત રહેશે.
શુભ કલર – ગ્રે
શુભ નંબર –૩
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ, ટ) :-
લાગણીમાં આવી કોઈ કાર્ય ન કરવું.
પરિવારના સભ્યોને પ્રાથમિકતા આપો.
સામાજિક પ્રવૃત્તિઓમાં રુચિ વધશે.
નવા વાહનની ખરીદી અંગે યોજના બને.
શુભ કલર – નીલમ
શુભ નંબર – ૧

કન્યા (પ, ઠ, ણ) :-
રૉમેન્ટિક સાથીદારની સંગત માણશો.
નવા વિચારો ઉત્પાદક હશે.
બિનજરૂરી મુસાફરી ટાળો.
ખોટા ખર્ચાઓ અટકાવવા જરૂરી છે.
શુભ કલર –સોનેરી
શુભ નંબર –૯

તુલા (ર, ત) :-
બહારની મજા માણો.
કોઈ ભેટ મળી શકે.
જંકફૂડ લેવાનું ટાળો.
મિત્રતા વધુ ગાઢ બનશે.
શુભ કલર – ભૂખરો
શુભ નંબર –૯

વૃશ્વિક (ન, ય) :-
તમારો ગેરફાયદો ઉપાડશે.
ગૃહિણીથી વધુ પડતો ખર્ચ થાય.
લાલસા તીવ્ર બનશે.
નોકરી ચેન્જ કરવાનો વિચાર આવે.
શુભ કલર –કેસરી
શુભ નંબર –૭
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
ત્રીજી વ્યક્તિના કારણે મતભેદ થાય.
અણધાર્યા સ્થળેથી આમંત્રણ મળશે.
જિદને કારણે સ્ટ્રેસ વધી શકે.
માથા પર દેવું વધે.
શુભ કલર –ગોલ્ડ
શુભ નંબર –૪

મકર (ખ, જ) :-
સહનશક્તિની મર્યાદાની કસોટી થાય.
તકેદારી રાખવી પડશે.
દબાણમાં આવીને કામ કરવાનું થાય.
તમારું બજેટ બગાડી શકે.
શુભ કલર – ચોકલેટી
શુભ નંબર –૬

કુંભ (ગ, શ, સ, ષ) :-
વિવિધ સ્થળેથી આર્થિક લાભ થાય.
કામમાં પણ તેજી આવશે.
ડોક્યુમેન્ટ્સ સાચવીને રાખો.
નિર્ણય લેતા પહેલા દસ વાર વિચારશો.
શુભ કલર – લવંડર
શુભ નંબર –૮

મીન (દ, ચ, ઝ, થ):-
અંગત બાબતો શૅર કરતા નહીં.
મહિલાઓનું સ્વાસ્થ્ય બગડી શકે
આવકમાં ઘટાડો થાય.
કાર્ય સમયસર પૂર્ણ કરી શકશો.
શુભ કલર –બદામી
શુભ નંબર –૫
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
