રાશિભવિષ્ય (Rashibhavishya)
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
Rashibhavishya: આજનું પંચાંગ :- તારીખ ૧૪-૦૪-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ ચૈત્ર વદ બારસ તિથિ છે.
આજના દિવસે ચંદ્ર કુંભ રાશિમાં રહેશે અને શતભિષા નક્ષત્ર બપોરે ૦૪:૦૭ વાગ્યા સુધી રહેશે. શુક્લ યોગ બપોરે ૦૩:૪૩ વાગ્યા સુધી રહેશે અને કૌલવ કરણ બપોર ૧૨:૪૩ વાગ્યા સુધી રહેશે. પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે..વિંછુડો આજે નથી.
સૂર્ય મીન રાશિમાં રહેશે, જ્યારે ચંદ્ર કુંભ રાશિમાં ૧૫ એપ્રિલના રોજ સવારે ૦૯:૩૮ સુધી રહેશે. આજે જન્મેલા જાતકોની રાશિ કુંભ (ગ, શ, સ, ષ ) રહેશે.
આજનો સૂર્યોદય સવારે ૦૬.૨૦ કલાકે અને સૂર્યાસ્ત સાંજે ૦૬.૫૯ કલાકે થશે. ચંદ્રોદય વહેલી પરોઢે ૦૪:૩૮ વાગ્યે અને ચંદ્રાસ્ત બપોરે ૦૩:૫૯ વાગ્યે થશે. અભિજિત મુહૂર્ત આજે બપોરે ૧૨:૧૪ થી બપોરે ૦૧:૦૫ સુધી રહેશે. રાહુ કાળ બપોરે ૦૩.૪૯ થી ૦૫.૨૫ વાગ્યા સુધી રહેશે.
ચૈત્ર વદ બારસ ૧૫ એપ્રિલે સવારે ૧૨:૧૨ વાગ્યા સુધી રહેશે અને ત્યાર બાદ એની સમાપ્તિ ગણાશે.
આજે હનુમાનજીને સિંદુર અર્પિત કરવું શુભ ગણાશે.
તારીખ :- ૧૪-૦૪-૨૦૨૬, મંગળવાર / ચૈત્ર વદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૦૫ થી ૧૨:૪૦ |
| અમૃત | ૧૨:૪૦ થી ૦૨:૧૫ |
| શુભ | ૦૩:૪૯ થી ૦૫:૨૩ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૨૩ થી ૦૯:૪૮ |
| શુભ | ૧૧:૧૫ થી ૧૨:૪૦ |
રાશિભવિષ્ય (Rashibhavishya 14 April 2026, મંગળવાર)

મેષ (અ, લ , ઈ) :-
ગેરકાયદે કામમાં રસ ન લેવો.
નાણાકીય સ્થિતિ સારી રહેશે
સારા સમાચાર મનને ખુશ કરશે.
જૂના વિવાદોનો ઉકેલ આવે.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૯

વૃષભ (બ, વ, ઉ) :-
કાર્યક્ષેત્રમાં વધુ મહેનત કરશો.
ગર્વ અનુભવશો.
નોકરીયાતોને નવી તકો મળે.
અધિકારીઓ તરફથી પ્રશંસા મળે.
શુભ કલર – કેસરી
શુભ નંબર – ૭

મિથુન (ક, છ, ઘ) :-
આરામ તથા ખુશીઓ આવે.
તમારી નિકટના લોકોની સલાહ લો.
દિવસભર ઉર્જાવાન અનુભવ કરશો.
ચામડી સંબંધિત સમસ્યાઓ થઈ શકે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૧

કર્ક (ડ , હ) :-
માતા પિતાને પગે લાગીને નીકળવું.
શાંતિથી કામ કરવું.
જીવનની અગત્યતા સમજાય.
ફરવાનું મન થાય.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર – ૬
રાશિભવિષ્ય (Rashibhavishya)

સિંહ (મ , ટ) :-
તાત્કાલિક નિર્ણય લેવા તૈયાર કરો.
કોઈ કામમાં મોડું થાય.
બગાસા વધારે આવે.
કામ કરવામાં કંટાળો આવે.
શુભ કલર – કથ્થઈ
શુભ નંબર – ૪

કન્યા (પ , ઠ, ણ) :-
યાદ શક્તિમાં વધારો થાય.
નવો સ્વાદ માણવા મળે.
ભૂતકાળના સમયની યાદ આવે.
વસ્તુઓ ભૂલી જવાય.
શુભ કલર – ગુલાબી
શુભ નંબર – ૫

તુલા (ર , ત) :-
ભવિષ્ય માટે કોઈ યોજના બને.
ચંદ્રના દર્શન કરવા.
ઘરમાં ગંગાજળ છાંટવું.
આહારમાં ધ્યાન રાખવું.
શુભ કલર – ભૂરો
શુભ નંબર – ૮

વૃશ્વિક (ન, ય) :-
કોઈ ષડયંત્ર રચી શકે છે.
સંબંધોમાં પણ તિરાડ પડી શકે.
મનથી મજબૂત બનવું.
સૂર્યનારાયણને જળ અર્પિત કરવું.
શુભ કલર – આસમાની
શુભ નંબર – ૯
રાશિભવિષ્ય (Rashibhavishya)

ધન (ભ, ધ, ફ, ઢ) :-
કામમાં તમારી દૃઢતા દેખાડશો.
તમારા માટે પૂરતો સમય મળશે.
સવારે મૂડ ન રહે.
માયા જાળમાં ફસાવવું નહિ.
શુભ કલર – સોનેરી
શુભ નંબર – ૬

મકર (ખ, જ) :-
ઘરનું ટૅન્શન તમને ગુસ્સે કરશે.
નવા સપના જોવા મળે.
સોનાની ખરીદી કરી શકો.
લાલચ વધી શકે.
શુભ કલર – પીળો
શુભ નંબર – ૫

કુંભ (ગ, શ, સ, ષ) :-
તમારો મૂડ ખરાબ થઇ શકે.
સંબંધ તૂટી શકે.
ગુલાબનું ફૂલ જોડે રાખવું.
વેપારમાં સાચવવું.
શુભ કલર – પોપટી
શુભ નંબર – ૭

મીન (દ, ચ, ઝ, થ) :-
લોકો તમારી તરફ આકર્ષિત થશે.
ઉર્જાનો અભાવ રહેશે
મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
માનસિક તણાવથી બચો.
શુભ કલર – નારંગી
શુભ નંબર – ૨
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
