Today Special/ હિમાચલ પ્રદેશ અર્થાત્ ‘હિમાલયના ખોળે વસેલો પ્રદેશ’…આજે 15 એપ્રિલ…’હિમાચલ ડે’ની ઉજવણી..!

હિમાચલી લોકો માટે ગર્વ અને પોતાની અનોખી સંસ્કૃતિને યાદ કરવાનો આ દિવસ છે. ‘હિમાચલ દિવસ’ (Himachal Day 2026) મનાવવા માટે અહિં જુલૂસ અને યાત્રાઓ…

Trending Lifestyle
Himachal Day 2026, દેવભૂમિ, મનાલી, 15 એપ્રિલ, હિમાલય

Today Special: પ્રતિ વર્ષ ભારતમાં 15 એપ્રિલના રોજ હિમાચલ પ્રદેશ ખાતે ‘હિમાચલ ડે’ (Himachal Day 2026, 15 April)ની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે, રાજ્યમાં સાર્વજનિક રુપે જાહેર રજા પણ હોય છે.

આમ જોઇએ તો, હિમાચલ પ્રદેશને રાજ્યનો હોદ્દો તો વર્ષ 1971માં મળ્યો હતો પણ એક અલગ પ્રદેશના સ્વરુપે એને પોતાનું ગૌરવ પ્રાપ્ત થવાના કારણે આ દિવસ મનાવવામાં આવે છે.

Himachal Day 2026, દેવભૂમિ, મનાલી, 15 એપ્રિલ, હિમાલય

‘હિમાચલ ડે’ (Himachal Day 2026)નો ઇતિહાસ

હિમાચલ પ્રદેશ સૌપ્રથમ 15 એપ્રિલ 1948માં મુખ્ય આયુક્ત પ્રાંત બન્યો અને પછી ભારતીય સંવિધાન લાગુ થયા બાદ એ 26 જાન્યુઆરી 1950ના ભાગ- સી રાજ્યમાં પરિવર્તિત થઇ ગયા હતા. આ દિવસે હિમાચલ પ્રદેશ કેન્દ્રશાસિત પ્રદેશ (Union Territory) બની ચૂક્યો હતો.

વર્ષ 1956 સુધી એ ભાગ-સી રાજ્ય ગણાયું અને રાજ્ય પુનર્ગઠન આયોગ દ્વારા ભાગ એ, બી અને સી વર્ગીકરણને સમાપ્ત કરી દેવામાં આવ્યું હતુ.

આ વર્ગીકરણમાં ભાગ-સી અંતર્ગત 10 રાજ્યો સામેલ હતા, જે બ્રિટિશ ભારતના તે તત્કાલીન મુખ્ય આયુક્ત પ્રાંત (Commissioner Province) હતા અને ભારતના રાષ્ટ્રપતિ (Indian President) દ્વારા નિયુક્ત મુખ્ય આયુક્ત દ્વારા પ્રશાસિત હતા. એમાં કેટલીક રાજા-રજવાડા પણ સામેલ હતા.

સ્વતંત્રતા પછી ભારતીય સંવિધાન અર્થાત્ વર્ષ 1950માં બંધારણ (Indian Constitution) લાગુ થવાના સમયે ભાગ-સી અંતર્ગત 10 રાજ્યો હતા એમાં અજમેર, બિલાસપુર, ભોપાલ, કૂર્ગ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, કચ્છ, મણિપુર, ત્રિપુરા અને વિંધ્ય પ્રદેશ હતા. ત્યાર પછીથી બિલાસપુરનો હિમાચલ પ્રદેશમાં વિલય થઇ ગયો હતો.

ત્યાર બાદ, કાળક્રમે એને 25 જાન્યુઆરી 1971ના રોજ એક પૂર્ણ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયો હતો અને એ હિમાચલ પ્રદેશ રાજ્ય અધિનિયમ, 1970 દ્વારા સ્થાપિત ભારતનું 18મું રાજ્ય બન્યું હતુ.

Himachal Day 2026, દેવભૂમિ, મનાલી, 15 એપ્રિલ, હિમાલય

‘હિમાચલ ડે’ (Himachal Day 2026)ની વર્ષગાંઠ

વર્ષ 1948માં હિમાચલ પ્રદેશની રચના થઇ હતી અને આ જ કારણોસર, આ વિશેષ દિવસને હિમાચલ પ્રદેશની વર્ષગાંઠના સ્વરુપમાં મનાવવામાં આવે છે.

25 જાન્યુઆરી 1971ના રોજ હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો મળ્યો હતો, પરંતુ રાજ્યની સ્થાપનાના પ્રતીક રૂપે, 15 એપ્રિલને ‘હિમાચલ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે

વર્ષ 2026માં ‘હિમાચલ ડે’ને 15 એપ્રિલ બુધવારના રોજ મનાવવામાં આવશે. આ ખાસ દિવસ હિમાચલના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સૌંદર્યની ઉજવણીનું પ્રતીક ગણાય છે, જેમાં સાંસ્કૃતિક પ્રદર્શનો અને મુખ્ય કાર્યક્રમો યોજાય છે.

Himachal Day 2026, દેવભૂમિ, મનાલી, 15 એપ્રિલ, હિમાલય

પર્યટન, સંસ્કૃતિ અને વિકાસને પ્રોત્સાહન

આ ખાસ દિવસે ધામધૂમથી રાજ્ય સ્તરીય ઉજવણી કરવામાં આવે છે, જેમાં મુખ્યમંત્રી પોતે પણ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે, આ ખાસ દિવસ હિમાચલી લોકો (Himachali People) માટે ગર્વ અને પોતાની અનોખી સંસ્કૃતિને યાદ કરવાનો દિવસ છે.

આ વિશેષ દિવસે રાજ્ય સરકાર દ્વારા પર્યટન, સંસ્કૃતિ અને વિકાસને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમાં હિમાચલી લોકો તેઓના પરંપરાગત નૃત્ય અને સંગીત મનાવીને ઉજવણી કરે છે.

Himachal Day 2026, દેવભૂમિ, મનાલી, 15 એપ્રિલ, હિમાલય

હિમાચલી લોકો તેમના સરળ સ્વભાવ, મહેમાનગતિ અને પ્રાચીન સાંસ્કૃતિક મૂળ માટે જાણીતા છે.  કુદરતી સૌંદર્યથી સભર હિમાચલ પ્રદેશને ‘દેવભૂમિ’ (Dev Bhumi) કહેવામાં આવે છે. અહીંના લોકોના જીવનમાં પરંપરા અને પ્રકૃતિ (Traditions & Nature)નું વિશેષ સ્થાન છે.

હિમાચલ દિવસ મનાવવા માટે અહિં જુલૂસ યાત્રા નીકળે છે અને અનેક સ્થાનિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે.

Himachal Day 2026, દેવભૂમિ, મનાલી, 15 એપ્રિલ, હિમાલય

‘હિમાલયના ખોળે વસેલું’ ક્ષેત્ર હિમાચલ પ્રદેશ

તિબેટની સીમા સાથે ખભેખભો મેળવીને ઊભેલા હિમાચલ ક્ષેત્રના ઊંચા-ઊંચા પહાડો કેટલાયે લોકો માટે ફરવાનું એક ફેવરિટ ડેસ્ટિનેશન છે. આ ઉપરાંત, અનેક લેખકોનો પણ એ પ્રેરણા સ્ત્રોત રહી ચૂક્યો છે. અહિંની પ્રાકૃતિક સુંદરતા અને વિભિન્ન સંસ્કૃતિ સાથે મેળ ખાતો આ એક અનોખો અનુભવ છે અને અહિંની જમીન પ્રગાઢ જંગલોથી ઘેરાયેલી છે!

હિમાચલનો અર્થ જ છે, ‘હિમાલયના ખોળે વસેલું’ ક્ષેત્ર…એનું નામ જ આ પહાડી ક્ષેત્રની ભવ્યતાને સ્વયં દર્શાવે છે અને એની સુંદરતા જોઇને યાત્રીઓ મંત્રમુગ્ધ બની જાય છે.

હિમાચલ પ્રદેશ પ્રકૃતિની નિકટતા ઇચ્છતા ટૂરિસ્ટ્સ (Tourists) માટે સ્વર્ગ સમાન છે! અહિં શિમલા, મનાલી, ડેલહાઉસી અને ધરમશાલા જેવા મુખ્ય હિલ સ્ટેશનો આવેલા છે જે જોઇને મંત્રમુગ્ધ બની જવાય છે. આ ઉપરાંત, જે સાહસિક પ્રવાસીઓ છે એમના માટે સ્પીતી વેલીનું ‘કાજા’, શાંત રમણીય ‘શોજા’ તથા ‘પાંગી વેલી’ જેવા અદભૂત સ્થળો જોવાલાયક છે

હિમાચલની સંધિ છે હિમ+આંચલ…અર્થાત્ ‘બરફના ખોળે વસેલો પ્રદેશ’…ભૌગોલિક દ્રષ્ટિએ જોઇએ તો, આ પ્રદેશને જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ચીનની સરહદ પણ સ્પર્શે છે.


આ પણ વાંચો: ભાષાકીય આધાર પર બનાવવામાં આવેલું ભારતનું પ્રથમ રાજ્ય…આજે 1 એપ્રિલ…’ઓડિશા ડે’ની ઉજવણી…

આ પણ વાંચો: નવીન જીવન અને આત્મચિંતનનું પ્રતીક ‘પુથાન્ડુ’…આજે તમિલ નવ વર્ષ…’કન્ની કનાલ’ની પરંપરાનું વહન..!

આ પણ વાંચો: ‘બોહાગ બિહુ’ ઉત્સવ…આજે આસામનું મુખ્ય પર્વ…જાણો એની સાથે જોડાયેલી પરંપરાઓ વિશે…