Today Special: પુથાન્ડુ…જેને તમિલ નવ વર્ષ તરીકે ઓળખવામાં આવે છે એ પર્વ (Puthandu 2026, 14 April) આ વર્ષ 2026માં 14 એપ્રિલ, મંગળવારના રોજ મનાવવામાં આવશે.
પ્રાચીન તમિલ કેલેન્ડર અનુસાર, ચિથિરઈ (Chithirai) મહિનાનો પ્રથમ દિવસ ગણાય છે. આ દિવસને તમિલ સમુદાય (Tamil People) માટે એક નવીન જીવન અને આત્મચિંતનનું પ્રતીક માનવામાં આવે છે. આ જ રીતે, પુથાન્ડુની સાથોસાથ ભારતના વિભિન્ન ભાગોમાં પણ નવ વર્ષ મનાવાય છે જેમ કે, કેરળમાં વિશુ, આસામમાં બોહાગ બિહુ અને ઉત્તર ભારતમાં બૈસાખી…

પુથાન્ડુ પર્વનો ઇતિહાસ
14 એપ્રિલના રોજ તમિલનાડુ, મલેશિયા, સિંગાપુર તથા શ્રીલંકામાં તમિલ નવ વર્ષ (Tamil New Year) પુથાન્ડુને ધૂમધામથી ઉજવવામાં આવશે. તમિલ પંચાંગ અનુસાર, આ તમિલ વર્ષનો પ્રથમ દિવસ ગણાય છે. આ વિશેષ દિવસ નવીનીકરણ અને આત્મચિંતનનો સમય હોય છે જ્યારે તમિલ પરિવારો પોતાની પરંપરાઓ અને રીત-રિવાજોનું પાલન કરીને એક નવી ઊર્જા અને આશા સહિત નવ વર્ષનું સ્વાગત કરે છે.
પુથાન્ડુ પર્વની ઉત્પત્તિ ચોલ રાજવંશ (9મી થી 13મી શતાબ્દી)ના સમયગાળા દરમિયાન માનવામાં આવે છે. ચોલ રાજવીઓએ તમિલનાડુ અને દક્ષિણ ભારતના અનેક ભાગો પર શાસન કર્યુ હતુ. આ કાળ દરમિયાન જ તમિલ પંચાંગની પણ રચના કરવામાં આવી હતી અને ચિથિરાઈના પ્રથમ દિવસને તમિલ નવ વર્ષના રુપમાં ઉજવવાની શરુઆત થઇ હતી. આ વર્ષ ગ્રેગોરિયન કેલેન્ડરના હિસાબે જોઇએ તો આ વર્ષે 14 એપ્રિલના રોજ આવશે.

પુથાન્ડુની તારીખ શી રીતે નિયત થાય છે?
તમિલ નવ વર્ષની તારીખ સૂર્યની ગતિ પર આધારિત માનવામાં આવે છે. મેષ સંક્રાંતિ અર્થાત્ સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ વર્ષની શરુઆતનું પ્રતીક ગણાય છે. જો આ સંક્રાંતિ સૂર્યોદય પછી પરંતુ સૂર્યાસ્ત પહેલા થાય તો નવ વર્ષ એ જ દિવસે મનાવવામાં આવે છે. પરંતુ, જો સૂર્યાસ્ત બાદ એ થાય તો ઉત્સવ એના આગલા દિવસે મનાવવાની પરંપરા છે.

પુથાન્ડુ પર્વની પ્રમુખ પરંપરાઓ (Puthandu Traditions)
આ દિવસે લોકો કન્ની કનાલ (Kanni Kanal)ની પરંપરાનું વહન કરે છે જેમાં ફળ, ફૂલ અને આભૂષણોને જોઇને દિવસની શરુઆત કરવામાં આવે છે.
આમાં કન્ની અર્થાત્ પ્રથમ દ્રશ્ય અત્યંત મહત્વપૂર્ણ પરંપરા છે. એવું માનવામાં આવે છે કે, આ તહેવારના દિવસે સવારમાં વ્યક્તિ પહેલી જે પણ વસ્તુ જુએ છે એ આવનારા વર્ષના શુભ સંકેત આપે છે.
સૌભાગ્યને આમંત્રિત કરવા માટે તમિલ લોકો સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે અને સોના, ચાંદી, ફળ, ફૂલ જેવી શુભ વસ્તુઓને અથવા તો અરીસામાં આ વસ્તુઓના પ્રતિબિંબને નિહાળે છે.

પુથાન્ડુ પર્વનું મહત્વ
તમિલનાડુ અને શ્રીલંકામાં તમિલ લોકો આ તહેવારને અત્યંત ધૂમધામથી મનાવે છે. પુથાન્ડુ એ તમિલ સૌર પંચાંગના પ્રથમ મહિના ચિથિરાઈના પ્રારંભનું પ્રતીક છે…આ વિકાસ, સમૃદ્ધિ અને નવીન આશા સહિત એક નવા જીવન ચક્રનું પ્રતીક છે. લોકો એને પોતાના પરિવાર સાથે સમય વ્યતીત કરવાનો, આવનારા વર્ષમાં નવો સંકલ્પ લેવાનો અને નવો ઉદ્યમ શરુ કરવા માટેનો શુભ દિવસ ગણાય છે.

પુથાન્ડુ પર્વની ઉજવણી શી રીતે થાય છે?
પુથાન્ડુ પર્વ પારંપરિક વ્યંજનોન એક સ્વાદિષ્ટ થાળ સાથે મનાવવામાં આવે છે જેમાં હોય છે તમિલ વાનગીઓ…વડાઈ, સાંભર, ભાત, પાયસમ, શાક કરી, તાજી કેરીનું અથાણું, દહીં, આમની પચડી અને પોંગલ!
ઉત્સવની શરુઆત મંદિરમાં જઇને પ્રાર્થના કરવાથી અને નવ વર્ષમાં સમૃદ્ધિના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી થાય છે. ઉત્સવની તૈયારીના ભાગરુપે તમિલ પરિવારોમાં ઘરની સાફ-સફાઇ કરવામાં આવે છે અને ચોખાના રંગીન લોટ અને તાજા ફૂલથી બનેલી સુંદર કોલમ (રંગોળી, Rice Flour & Flower Rangoli) બનાવવામાં આવે છે.
ઘણા તમિલ લોકો પોતાના ઘરમાં આધ્યાત્મિક વાતાવરણ સર્જાય એ માટે દૈવી ગીતો અને આરતી વગાડે છે. આ વિશેષ દિવસે ભાત અને ગોળથી બનેલી ‘પોંગલ’ (Pongal) નામની એક ખાસ વાનગી તૈયાર કરીને દેવતાઓને અર્પણ કરવામાં આવે છે.
ત્યાર બાદ, પારંપરિક પોશાક પહેરીને એક સાથે મળીને તમિલ સમુદાયના લોકો ભોજનના વિશેષ વ્યંજનોનો આનંદ લે છે. તમિલ સમુદાયની આસ્થાનું આ પર્વ વિકાસ, સમૃદ્ધિ અને નવીન આશા સહિત એક નવા જીવન ચક્રનું પ્રતીક ગણાય છે.
આ પણ વાંચો: ભાષાકીય આધાર પર બનાવવામાં આવેલું ભારતનું પ્રથમ રાજ્ય…આજે 1 એપ્રિલ…’ઓડિશા ડે’ની ઉજવણી…
આ પણ વાંચો: પ્રતિ વર્ષ શા માટે મનાવવામાં આવે છે ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’?…વર્ષ 2026 ની થીમ છે વિશેષ..!
આ પણ વાંચો: ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’ 24 ફેબ્રુઆરીએ શા માટે મનાવવામાં આવે છે? જાણો મહત્વ અને ઇતિહાસ
