Today Special: પ્રતિ વર્ષે 24 ફેબ્રુઆરીને દેશભરમાં ‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’ (Central Excise Day 2026, 24 February) ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષ 2026 માં આજે આ દિવસ ઉજવાશે. એની પાછળનો ઉદ્દેશ્ય દેશના આર્થિક વિકાસમાં ‘સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ’ (Central Board of Excise and Customs, CBEC)ના યોગદાનને સન્માન પ્રદાન કરવાનો છે.
હાલમાં Central Board of Excise and Customs (CBEC)નું નામ બદલીને Central Board of Indirect Taxes and Customs (CBIC) કરી દેવામાં આવ્યું છે જેથી સીમા શુલ્ક, કેન્દ્રીય વસ્તુ તથા સેવા કર અને તસ્કરી અટકાવવા જેવી વ્યાપક જવાબદારીઓનું વહન થઇ શકે.

ટેક્સ સિસ્ટમ વિષયક જાગૃતિ
દેશના વિકાસમાં ટેક્સ માળખા (Tax System)નું ઘણું મહત્વ રહેલું છે. આ દિવસની ઉજવણી દ્વારા લોકોને ટેક્સ સિસ્ટમ વિશે માહિતગાર કરવા ઉપરાંત એ અંગેની જાગૃતિ પણ કેળવવામાં આવે છે.
ઉત્પાદન શુલ્ક એ દેશની અંદર ઉત્પાદિત થતી ચીજવસ્તુઓ (Swadeshi Products) પર લગાવવામાં આવતો કર છે. વર્તમાન સમયમાં વસ્તુ સેવા કર અર્થાત્ જીએસટી (GST)ને 1 જુલાઈ 2017 થી લાગુ કરાયા બાદ, અનેક પ્રકારના ઉત્પાદન શુલ્કને એમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે. GST લાગુ થયા બાદ, હવે મુખ્યત્વે તમાકુ, પેટ્રોલિયમ ઉત્પાદનો અને આલ્કોહોલ જેવી વસ્તુઓ પર આ ટેક્સ લાગે છે.

સેન્ટ્રલ એક્સાઇઝ ડે (Central Excise Day 2026) મનાવવાનો ઉદ્દેશ્ય
ભારતની અર્થવ્યવસ્થાને જાળવી રાખવામાં સીબીઆઈસી (CBIC) અને એના અધિકારીઓ દ્વારા નિભાવવામાં આવનારી મહત્વપૂર્ણ જવાબદારીઓની પ્રશંસાના હેતુથી અને એમના યોગદાનને સન્માનિત કરવા માટે આ દિવસ મનાવવામાં આવે છે. ટેક્સ્ટ સિસ્ટમ અને રાષ્ટ્રીય વિકાસમાં ઉત્પાદન મૂલ્યની ભૂમિકાને યાદ કરવાનો આ દિવસ છે.
ભારત દેશ (India) જેમ-જેમ પોતાના કર નિયમોનું આધુનિકીકરણ કરી રહ્યો છે તેમ-તેમ આ દિવસ આર્થિક સ્થિરતા અને વિકાસને સતત જાળવી રાખવાના પ્રયાસોની આપણને યાદ અપાવે છે. આ ઉપરાંત, આ વિભાગ સાથે સંલગ્ન કર્મચારીઓને અત્યાધિક નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક પોતાના કર્તવ્યો પૂર્ણ કરવા માટે પણ પ્રેરિત કરે છે.

‘સેન્ટ્રલ એક્સાઇઝ ડે’નો ઇતિહાસ
ભારતના સૌથી જૂના વિભાગો પૈકીનો એક છે સેન્ટ્રલ એક્સાઇઝ વિભાગ…જેની સ્થાપના બ્રિટીશ રાજ (British Rule) દરમિયાન વર્ષ 1855 માં કરવામાં આવી હતી.
વર્ષ 1944 ની 24 ફેબ્રુઆરીએ ‘સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ’ (Central Excise And Salt Act) ઘડવામાં આવ્યો હતો. આ એક્ટની સ્થાપનાની યાદમાં પણ આ દિવસને મનાવવામાં આવે છે. આ અધિનિયમ ‘સોલ્ટ એક્ટ અને કેન્દ્રીય ફરજ’ સંબંધિત કાયદામાં પરિવર્તન કરવાના હેતુથી પસાર કરવામાં આવ્યો હતો. ભારતના ઔદ્યોગિક વિકાસમાં કેન્દ્રીય આબકારી વિભાગની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે. ટેક્સ સિસ્ટમમાં સુધારાઓ લાવવાથી આજે ટેક્સ ચૂકવણી પ્રક્રિયા આનાથી ઘણી સરળ બની છે. સાંપ્રત સમયમાં આ માટે ઘણી ટેક્નોલોજી (Technology)નો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વર્ષ 1966 માં આ અધિનિયમનું નામ બદલીને સેન્ટ્રલ એક્સાઇઝ એક્ટ (Central Excise Act 1944) કરી દેવામાં આવ્યું હતુ. આ એક્ટ દ્વારા વર્ષ 1985માં સંશોધન કરવામાં આવ્યું હતુ અને એ અંતર્ગત, સરકાર દ્વારા નિયત કરવામાં આવતા ટેક્સની વસૂલાત કરવી એ સેન્ટ્રલ એક્સાઇઝના અધિકારીઓની જવાબદારી બની.

ભારતના વિકાસમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટનું મોટું યોગદાન
ભારતના બહેતર સામાજીક અને આર્થિક વિકાસ માટે ‘સેન્ટ્રલ એક્સાઇઝ’ દેશના નાણાકીય વિકાસનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત બની ચૂક્યો છે. વીતેલા વર્ષોમાં સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની સુદ્રઢ સેવા વિતરણ માપદંડોના કારણે દેશનું રાજસ્વ બમણું થઇ ગયુ છે. સેન્ટ્રલ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા એકત્રિત આ ટેક્સના નાણાનો ઉપયોગ કરીને શિક્ષણ, સ્વાસ્થ્ય (Education, Health) અને સામાજીક ક્ષેત્રની અન્ય યોજનાઓમાં ખર્ચ કરવામાં આવે છે. વર્તમાન સમયમાં વસ્તુ સેવા કર અર્થાત્ જીએસટી (GST)ને 1 જુલાઈ 2017 થી લાગુ કરાયા બાદ, અનેક પ્રકારના ઉત્પાદન શુલ્કને એમાં સમાવિષ્ટ કરવામાં આવેલા છે.
આ કરભંડોળનું ગરીબી અને નિરક્ષરતા (Poverty & Illiteracy)ને સમાપ્ત કરવા, નાગરિકોને બહેતર સ્વાસ્થ્ય સેવાઓ મળી રહે એ માટે અને ભારતની અર્થવ્યવસ્થા (Indian Economy)ને સુદ્રઢ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન છે. આપણે પણ આ કરમાળખાનો મજબૂત ભાગ બનીને ભારતને એક સ્વસ્થ અને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં યોગદાન આપવું જોઇએ.
આ વિશેષ દિવસના અવસરે પ્રત્યેક વર્ષની જેમ નાણા મંત્રાલય (Finance Ministry) અંતર્ગત, ‘કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ’ (Central Board of Indirect Taxes and Customs, CBIC) દ્વારા સેમિનાર, કાર્યશાળાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને પુરસ્કાર વિતરણ સમારંભોનું આયોજન કરવામાં આવનાર છે.
આ પણ વાંચો: આજે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ડે… ICG દિવસની ઉજવણી…ભારતીય તટના રક્ષકોનું સન્માન..!
આ પણ વાંચો:
