Today Special/ મસ્ત મજાકિયા ‘એપ્રિલ ફૂલ ડે’નો ઇતિહાસ…કેમ આ જ દિવસે બધાને મૂર્ખ બનાવવામાં આવે છે?

‘એપ્રિલ ફૂલ ડે’ ( April Fool’s Day 2026) સંબંધિત એક જૂની હિન્દી ફિલ્મનું ફેમસ ગીત છે…”એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા”…દર વર્ષે 1 એપ્રિલે મજાક-મસ્તીનો…

Trending Lifestyle
April Fool's Day 2026, મૂર્ખ, ફ્રાન્સ, ઇતિહાસ, મહત્વ

Today Special: પ્રતિ વર્ષ વિશ્વભરમાં ‘એપ્રિલ ફૂલ ડે’ 1 એપ્રિલ (April Fool’s Day 2026, 1 April)ના રોજ મનાવવામાં આવે છે. એની શરુઆત 16મી સદીમાં ફ્રાંસમાં થઇ હોવાનું માનવામાં આવે છે. જ્યારે પ્રવર્તમાન જૂના કેલેન્ડરમાં પરિવર્તન આવ્યા પછી પણ કેટલાક લોકો જૂના નવ વર્ષને પરંપરા મુજબ 1 એપ્રિલે જ મનાવતા રહ્યાં અને મજાકનું પાત્ર બન્યા હતા!

આ દિવસનું એક ખાસ જૂની હિન્દી ફિલ્મનું ફેમસ ગીત પણ કદાચ તમને ખબર હશે…

“એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા”…

પણ હકીકતમાં, આમાં જે લોકોને એપ્રિલ ફૂલ બનાવવામાં આવે છે એ લોકો પણ આ મજાકને હળવાશથી લઇને એમાં ભાગ લે છે.

April Fool Day 2026, મૂર્ખ, ફ્રાન્સ, ઇતિહાસ, મહત્વ

‘એપ્રિલ ફૂલ ડે’ (April Fool’s Day 2026)નું મહત્વ

દર વર્ષે 1 એપ્રિલે વિશ્વભરમાં લોકો એકબીજા સાથે મજાક કે પ્રેન્ક (Joke or prank) કરતા રહે છે અને આથી જ આ દિવસને ‘એપ્રિલ ફૂલ ડે’ના સ્વરુપે મનાવવામાં આવે છે. આ વિશેષ દિવસ આપણને હંસી-મજાક કરતા રહેવાનું અને ખુશ (Happy) રહેવાનો સંદેશ આપે છે. દોડધામભરી જીંદગીમાં થોડું હળવું રહેવું અને મનોરંજન (Entertainment) પણ જરુરી છે!

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે, આખરે આ તારીખની પસંદગી જ શા માટે કરવામાં આવી? 1 એપ્રિલે જ ‘એપ્રિલ ફૂલ ડે’ શા માટે મનાવવામાં આવે છે? આ પરંપરા (Tradition)ને મનાવવાની શરુઆત ક્યારે અને કેવી રીતે થઇ…આ તમામ પ્રશ્નો સૌના મનમાં રમતા હશે! આ પરંપરાની પાછળ કેટલીયે રોચક કહાણીઓ અને ઐતિહાસિક કારણો પણ રહેલા છે…તો ચાલો જાણીએ, એપ્રિલ ફૂલ ડેના ઇતિહાસ, મહત્વ અને માન્યતાઓ વિશે….

April Fool Day 2026, મૂર્ખ, ફ્રાન્સ, ઇતિહાસ, મહત્વ

‘એપ્રિલ ફૂલ ડે’નો ઇતિહાસ (History of April Fool’s Day)

આ દિવસ મનાવવાની શરુઆત ફ્રાન્સમાં થઇ હતી. આ દિવસ સાથે સંલગ્ન સૌથી રોચક કહાણી ફ્રાન્સ સાથે જોડાયેલી છે. 16 મી સદીમાં ચાર્લ્સ IX (King Charles IX, France) દ્વારા વર્ષ 1564માં નવું કેલેન્ડર લાગુ કરવામાં આવ્યુ હતુ, જેમાં વર્ષનો પ્રારંભ 1 જાન્યુઆરીથી થતો હતો! પરંતુ, એ સમયના ઘણા લોકોને આ પરિવર્તન વિશે જાણ નહતી અને તેઓ 1 એપ્રિલને જ નવું વર્ષ માનતા રહ્યા અને એ જ દિવસે નવ વર્ષ (New Year) મનાવતા રહ્યાં…આ લોકોની મજાક ઉડાવવા માટે એમને ‘એપ્રિલ ફૂલ‘ અર્થાત્ ‘એપ્રિલના મૂર્ખ’ એવું બિરુદ આપવામાં આવ્યું!!

જૂના કેલેન્ડરની ભૂમિકા

વાસ્તવમાં, અગાઉ યૂરોપ (Europe)માં નવ વર્ષ માર્ચ મહિનાના અંતે અને એપ્રિલની શરુઆતમાં જ મનાવવામાં આવતુ હતુ. જ્યારે નવું કેલેન્ડર આવ્યું ત્યારે તો તારીખ બદલાઇ ગઈ પરંતુ જે લોકોએ જૂની પુરાણી પરંપરાઓને અજ્ઞાનતાવશ જાળવી રાખી હતી એવા લોકો અને એમની પુરાણી પરંપરા મજાકનું પાત્ર બનવા લાગી!

જો કે, એપ્રિલ ફૂલ મનાવવાની પાછળ કેટલીક અન્ય માન્યતાઓ પણ પ્રચલિત છે. કેટલાક લોકો એને પ્રાચીન રોમન તહેવાર હિલારિયા (Roman Festival Hilaria) સાથે પણ જોડીને જુએ છે. તો અન્ય લોકો એને ઋતુ પરિવર્તન અને વસંત ઋતુ (Spring Season)ની મસ્તી સાથે પણ જોડે છે.

April Fool Day 2026, મૂર્ખ, ફ્રાન્સ, ઇતિહાસ, મહત્વ

શી રીતે મનાવાય છે ‘એપ્રિલ ફૂલ ડે’?

આ દિવસનું એક ખાસ જૂનું હિન્દી ગીત પણ કદાચ તમને ખબર હશે…

“એપ્રિલ ફૂલ બનાયા તો ઉનકો ગુસ્સા આયા”…

પણ હકીકતમાં આમાં જે લોકોને એપ્રિલ ફૂલ બનાવવામાં આવે છે એ લોકો પણ આ મજાકને હળવાશથી લઇને એમાં ભાગ લે છે. સાંપ્રત યુગમાં આ દિવસને મુખ્ય 3 રીતે મનાવવામાં આવે છે.

1. પ્રેન્ક અને મજાક

આ દિવસે લોકો પોતાના મિત્રો, પરિવાર અને સહકર્મચારીઓ સાથે હળવી મજાક કરે છે.

2. સોશિયલ મીડિયા પ્રેન્ક્સ

આજકાલ તો કંપનીઓ અને ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓ પણ મજેદાર, નિર્દોષ ફેક એનાઉન્સમેન્ટ્સ કરે છે.

3. મીડિયા પ્રેન્ક્સ

ઘણી વાર તો ન્યૂઝ ચેનલ અને વેબસાઇટ્સ પણ ફની ન્યૂઝ (Funny News) ચલાવીને લોકોને ચોંકાવે છે અને મજા કરાવે છે!

April Fool Day 2026, મૂર્ખ, ફ્રાન્સ, ઇતિહાસ, મહત્વ

આ દિવસે વિશેષ ધ્યાન રાખવું

જો તમે આ દિવસને સેલિબ્રેટ કરતા હો તો એ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે, મજાક એવી ન હોય કે તેનાથી કોઇને પીડા અથવા દુ:ખ કે નુકસાન પહોંચે! આ દિવસ હંસી-મજાક કરીને ખુશ રહેવાનો મોકો છે અને આવા મજાના દિવસે સંવેદનશીલ વિષયો (Sensitive Subjects) પર પ્રેન્ક ન કરવા. વખતે બાળકો અને વડીલોની સાથે મજાક કરતી વખતે સાવધાની રાખવી.


આ પણ વાંચો: આજે 25 માર્ચ…માનવ ઇતિહાસના સૌથી ક્રૂર અને અમાનવીય અપરાધો પૈકીની એક ગુલામી પ્રથાનો ‘આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ’…

આ પણ વાંચો: ‘જ્યાં જળ વહે છે ત્યાં સમાનતા વિકસે છે’…22 માર્ચના રોજ પીવાના સ્વચ્છ પાણી અંગેની જાગૃતિ પહેલ ‘વર્લ્ડ વોટર ડે’…

આ પણ વાંચો: પોતાની ઓળખ સાથેનું સન્માનપૂર્ણ જીવન જીવવાનો અધિકાર…31 માર્ચે ‘ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી’ની ઉજવણી…