Ajab Gajab News/ પ્લેનેટ ગોળ જ શાથી હોય છે?…ચોરસ અથવા પિરામિડ આકારના કેમ નહિં? જાણો શી રીતે કામ કરે છે ગ્રેવિટી?

ક્યારેય વિચાર્યું કે આપણી પૃથ્વી ગોળની જગ્યાએ ચોરસ હોત તો કે પછી ત્રિકોણ આકારની? પૃથ્વી સહિત તમામ ગ્રહો ગોળ (Planets Round) છે એનું રહસ્ય જાણીશું..

Trending Ajab Gajab News
Planets Round હોવાનું રહસ્ય...ગોળ આકાર વિશે જાણીએ..!

Ajab Gajab News: કયારેય તમે વિચાર્યુ છે ખરું કે આપણી પૃથ્વી (Earth) સહિતના સ્પેસમાં રહેલા તમામેતમામ ગ્રહો ગોળાકાર (Shape of Planets Round) જ શાથી હોય છે? એ ક્યુબ, પિરામિડ કે કોઈ અન્ય આકારના કેમ નથી હોતા?

ગ્રહો ગોળાકાર (Planets Round) જ શાથી હોય છે?

આ રહસ્યનો સીધો જ સંબંધ ગુરુત્વાકર્ષણ (gravitational Force) સાથે છે, જે બ્રહ્માંડમાં પ્રત્યેક વસ્તુની સંરચના અને આકાર નિયત કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. ગુરુત્વાકર્ષણ દરેક તરફથી બરાબર રીતે દરેક ગ્રહને ખેંચે છે અને એના કારણે એમનો આકાર ગોળ બોલ (Ball) જેવો થઇ જાય છે. સૂર્યમંડળ (Solar System)ને તમામ ગ્રહ જુદા-જુદા સંરચના અને આકૃતિના હોય છે પણ એક બાબતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કેટલાક નાના ખડકાળ છે તો કેટલાક વિશાળ ગૅસયુક્ત (Rocky or Gaseous)! પરંતુ એક વાત તમામ ગ્રહોમાં સમાન છે જે એમની ગોળાઈ વિશે છે. પછી એ નાના હોય કે મોટા…ગુરુત્વાકર્ષણની આ શક્તિ છે કે જે ગ્રહોને ક્યૂબ, પિરામિડ (Cube, pyramid) અથવા અન્ય આકારમાં નહિં પણ ગોળ બનાવવા પર મજબૂર કરે છે. ગુરુત્વાકર્ષણ વિના તો બ્રહ્માંડમાં કોઈ પણ પિંડ ગોળ ન હોઈ શકે!

અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) આ બાબતમાં વિસ્તારપૂર્વક જાણકારી આપતા કહે છે કે, સ્પેસ (Space)માં ધૂળ, ગૅસ અને નાના-નાના પત્થરો પરસ્પર ટકરાતા રહે છે. ધીરે-ધીરે આ ટુકડા એકસાથે જોડાય છે અને આ રીતે ઘણી માત્રામાં પદાર્થો એકત્રિત થતા જાય છે અને એમાં એનું પોતાનું ગુરુત્વાકર્ષણ ઉદ્ભવે છે. આ ગુરુત્વાકર્ષણ એટલું મજબૂત હોય છે કે એ આજુબાજુના તમામ નાના ટુકડાઓને પોતાની તરફ ખેંચે છે. જ્યારે ગ્રહ પર્યાપ્ત માત્રામાં મોટો થઈ જાય છે ત્યારે એ પોતાના રસ્તામાં આવનારા તમામ કણોને નાબૂદ કરી દે છે.

ગ્રેવિટેશનલ ફોર્સ કારણભૂત

ગ્રેવિટેશનલ ફોર્સ કારણભૂત

ગ્રેવિટેશનલ ફોર્સ કેન્દ્ર તરફથી દરેક દિશામાં સમાન રીતે લાગુ થાય છે. જે રીતે સાયકલના પૈડાના સળિયા કેન્દ્રથી કિનારીને અંદરની તરફ ખેંચી રાખે છે એ જ રીતે સમાન ખેંચાણના કારણે ધરતી સહીતના ગ્રહોનો આકાર ત્રણ આયામયુક્ત ગોળા જેવો થઈ જાય છે. જો કોઈ હિસ્સો બહાર નીકળેલો હોય તો ગુરુત્વાકર્ષણ (Gravitational force) એને અંદરની તરફ ખેંચે છે. આ જ પ્રક્રિયાથી ગ્રહ ગોળાકાર (Planets Round) બની જાય છે.

તમામ ગ્રહ પૂર્ણતયા: ગોળ નથી હોતા

વિશેષ બાબત એ છે કે, તમામ ગ્રહ પૂર્ણતયા: ગોળ નથી હોતા! મોટાભાગના ગ્રહ ઘણા અંશે ગોળ હોય છે પરંતુ એમાં થોડું અંતર હોય છે. બુધ તથા શુક્ર (Murcury or Venus) સૌથી વધુ ગોળાકાર ગ્રહ છે. એ લગભગ લખોટી જેવી પૂર્ણ ગોળાઈ ધરાવે છે.

Equatorial Bulge

જ્યારે, બૃહસ્પતિ અને શનિ (Jupiter or Saturn) જેવા વિશાળ ગૅસયુક્ત ગ્રહોમાં થોડો ઘણો ફરક જોવા મળે છે. એ પોતાની ધરા પર અત્યંત ઝડપથી ફરે છે. ઙરવાના કારણે એમની ભૂમધ્ય રેખા (Equator)ની પાસેનો ભાગ થોડો બહારની તરફ ઉપસેલો હોય છે. આને ઈક્વેટોરિયલ બલ્બ (Equatorial bulb) અથવા ભૂમધ્યરેખીય ઉભાર કહે છે. ગુરુત્વાકર્ષણ એને અંદરની તરફ ખેંચે છે જ્યારે ફરવા માટેનું બળ એને બહારની તરફ ધકેલે છે.

શનિ ગ્રહ સૌથી વધુ ઉપસેલો છે જેની ભૂમધ્ય રેખા ધ્રુવોથી 10.7 ટકા પહોળી છે.

આની સરખામણીએ ગુરુ ગ્રહની ભૂમધ્ય રેખા ધ્રુવોથી 6.9 ટકા પહોળી છે. એ બાસ્કેટબોલની જેમ થોડા ચપટા દેખાય છે. પૃથ્વી અને મંગળ (Mars)નાના ગ્રહો છે અને ધીમે-ધીમે ફરે છે આથી જ એમાં ઉભાર ઘણો જ ઓછો હોય છે. પૃથ્વીની ભૂમધ્ય રેખા ફક્ત 0.3 ટકા પહોળી છે જ્યારે મંગળમાં 0.6 ટકા ઉભાર છે. યૂરેનસ 2.3 ટકા અને નેપ્ચ્યૂન (Urenus & Naptune) 1.7 ટકા જેટલા ઉપસેલા છે.

સૂર્યમંડળ (Solar System)ને તમામ ગ્રહ જુદા-જુદા સંરચના અને આકૃતિના હોય છે પણ એક બાબતમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કેટલાક નાના ખડકાળ છે તો કેટલાક વિશાળ ગૅસયુક્ત (Rocky or Gaseous)! પરંતુ એક વાત તમામ ગ્રહોમાં સમાન છે જે એમની ગોળાઈ વિશે છે. ગુરુત્વાકર્ષણ વિના તો બ્રહ્માંડમાં કોઈ પણ પિંડ ગોળ ન હોઈ શકે!


આ પણ વાંચો : 

આ પણ વાંચો :

આ પણ વાંચો :