Ajab Gajab News/ એલિયન થિયરી પર કામ કરનારા 11 નાસા સાયન્ટિસ્ટ પર સિક્રેટ વેપન ચલાવાયા હતા!!

પેન્ટાગોન ની જાહેરાત મુજબ, અમેરિકાની સેના લેઝર અને એનર્જી વેપન્સ પર કામ કરી રહી છે એ સત્ય છે. આ હથિયારો ડ્રોન પ્રતિરોધ કરવામાં, મિસાઇલોને નષ્ટ કરવામાં,…

Trending Ajab gajab
Pentagon , DEW, હથિયારો, એલિયન, અમેરીકા

Ajab Gajab News: પેન્ટાગોને (Pentagon) હાલમાં જ જાહેર કર્યુ છે કે એ ડાયરેક્ટેડ એનર્જી વેપન્સ અર્થાત્ DEW (Directed Energy Weapon) નામનું ખાસ એનર્જી વેપન ઉપયોગમાં લે છે. આ ઘોષણા એ લોકો માટે મહત્વની છે જો વર્ષોથી કહી રહ્યાં હતા કે સરકાર સાયન્સ ફિકશન જેવા હથિયારો બનાવી રહી છે!

Pentagon , DEW, હથિયારો, એલિયન, અમેરીકા

પેન્ટાગોને (Pentagon) દ્વારા એક્સ પર પોસ્ટ

પેન્ટાગોનના ચીફ ટેકનોલોજી ઓફિસર એમિલ માઇકલે 4 મેના રોજ, જેને ‘સ્ટાર વોર્સ ડે’ (Star War Day, 4 May) પણ કહેવામાં આવે છે, ‘એક્સ’ પર આ પોસ્ટ કરીને જણાવ્યું છે કે, આ હથિયાર અમારા હથિયારોનો સારો સાથી છે. આ સાથે જ લેઝર બીમ ફાયર કરતા હથિયાર અને માથું પકડીને પીડાથી પરેશાન એક સૈનિકની છબી પણ એની સાથે હતી!

આ DEW હથિયારમાં કિરણોનો ઉપયોગ થાય છે. ડ્રોન જેવા ઇલેક્ટ્રોનિક હથિયારોને એ બેકાર કરી શકે છે. દુશ્મન સૈનિકોને એ બેહોશ કરવા અથવા મારવા માટે સક્ષમ છે. એમાં કેન્દ્રિત ઇલેક્ટ્રોમેગ્નેટિક એનર્જી અથવા તો એટોમિક પાર્ટિકલ્સ ઉપયોગ થાય છે.

પેન્ટાગોનની આ જાહેરાત અગાઉ જ કેટલાયે રિસર્ચર કહી ચૂક્યા છે કે સરકાર એવા હથિયારો બનાવી રહ્યાં છે અને હવે તો આ અધિકૃત ધોરણે સામે આવી ગયું છે. અગાઉ એને અફવા માનવામાં આવતી હતી પણ હવે આ ટેકનિક છે એ સાબિત થયું છે.

Pentagon , DEW, હથિયારો, એલિયન, અમેરીકા

એમી એસ્ક્રિઝનો અનોખો રિસર્ચ અને UFO નું રહસ્ય

એમી એસ્ક્રિઝ (Scientist Amy Eskridge) નામની 34 વર્ષીય વૈજ્ઞાનિક આ આખીયે વાતનું મુખ્ય પાત્ર છે. એ એન્ટી-ગ્રેવિટી ટેકનોલોજી, યુએફઓ અને એલિયન (Anti-gravity technology, UFOs and Aliens) પર રિસર્ચ કરી રહી હતી. વર્ષ 2022 માં અલબામા ખાતે રહેતી આ રિસર્ચરનું મૃત્યુ થઇ ગયેલું. સત્તાવાર રીતે એણે ગોળી મારીને આત્મહત્યા કર્યાનું જણાવાયું હતું પણ એના મોત વિશે અનેક સવાલો ઉઠ્યાં હતા!

એમીના મોતના થોડા સમય પહેલા જ એણે દાવો કરેલો કે, એની પર એના જ ઘરમાં આ DEW હથિયારથી હુમલો કરાયેલો. દાવો કરનાર એમીનું કહેવું હતુ કે એને શરીર પર માઇક્રોવેવ કિરણોથી બળતરા ઉપડી હતી. એમીનું રિસર્ચ અત્યંત મહત્વપૂર્ણ હતું. એ એન્ટી-ગ્રેવિટી પર કાર્ય કરી રહેલી જે અંતરિક્ષ યાત્રા અને એનર્જીને પરિવર્તિત કરી શકે છે.

એણે UFO અને એક્સ્ટ્રાટેરેસ્ટ્રિયલ લાઇફ વિશે પણ રિસર્ચ કરેલો અને એને આ બદલ ધમકીઓ પણ મળતી હતી! એણે રિટાયર્ડ બ્રિટિશ ઇન્ટેલિજન્સ ઑફિસર ફ્રેન્ક મિલબર્ન પાસે મદદ માગેલી અને કહેલું કે એના હાથ ખરાબ રીતે બળી ગયા હતા! મિલબર્ને એની તપાસ પણ કરેલી. એક ભૂતપૂર્વ CIAએક્સપર્ટે પણ આ જોયેલું.

Pentagon , DEW, હથિયારો, એલિયન, અમેરીકા

11 ગાયબ વૈજ્ઞાનિકોનો મામલો

એમી એવા 11 વૈજ્ઞાનિકો પૈકીની એક છે જે ગાયબ થયા છે અથવા તો જેમનું મોત (Death) શંકાના ઘેરામાં છે! આ વૈજ્ઞાનિકોમાંથી કેટલાયે UFO, એન્ટી-ગ્રેવિટી અથવા તો સંવેદનશીલ ટેકનોલોજી પર કાર્ય કરી રહેલા હતા.

એમીના પરિવારજનોનું કહેવું છે કે એ સામાન્ય મોત હતું પરંતુ ઘણા લોકો માને છે કે એમાં ગહન ષડયંત્ર અને રહસ્ય  હતુ. મિલબર્ન તથા અન્ય લોકોનું કહેવું છે કે એમીને એટલે ટારગેટ કરાઇ કારણ કે, એ ઘણી મહત્વપૂર્ણ જાણકારી બહાર લાવવાની તૈયારીમાં હતી!

આ હથિયારો શી રીતે કામ કરે છે?

પેન્ટાગોનની આ DEW ઘોષણા એ જૂના દાવાઓને નવો ટેકો સાંપડી રહ્યો છે. જો કે, એમી પર કરાયેલા હુમલાની પુષ્ટિ થઇ નથી પણ અમેરિકાની સેના લેઝર અને એનર્જી વેપન્સ (Laser and Energy Weapons) પર કામ કરી રહી છે એ સત્ય છે. આ હથિયારો ડ્રોન પ્રતિરોધ કરવામાં, મિસાઇલોને નષ્ટ કરવામાં અને દુશ્મનને કમજોર કરવામાં વાપરવામાં આવે છે.

આ હથિયારો ઝડપથી કામ કરે છે અને લાઇટની સ્પીડથી દુશ્મન પર હુમલો કરે છે. એને અનલિમિટેડ મુનિશન (Unlimited Munitions) કહેવાય છે કારણ એ વીજળીથી સંચાલિત છે. અમેરિકી સેના એને મોટા પાયે તૈયાર કરી રહી છે અને એનો ઉપયોગ મુખ્યત્વે ડિફેન્સમાં થાય છે.

જો કે, એનો દુરુપયોગ મનુષ્યોને હાનિ પહોંચાડી શકે છે. એમીનો દાવો હતો કે એના જ ઘરમાં આવા હથિયારથી હુમલો થયેલો. આ પૂર્ણ મામલો UFO થિયરી, ગુપ્ત હથિયોરો અને વૈજ્ઞાનિકોના અચાનક મૃત્યુ સાથે સંકળાયેલો છે.


આ પણ વાંચો:364 વર્ષ પહેલાં પેરિસમાં વિશ્વની પહેલી જાહેર બસ દોડી હતી, જેને ઘોડાઓ દ્વારા ખેંચવામાં આવતી હતી 

આ પણ વાંચો:જાણો કોને આવ્યો હતો નશા માટે વપરાતી દવામાંથી ઈથરમાંથી એનેસ્થેસિયા બનાવવાનો વિચાર?

આ પણ વાંચો:દુનિયાની સૌથી પાતળી હોટલ ‘PituRooms’, જે માત્ર 9 ફૂટની જગ્યામાં બનેલી છે લક્ઝરી સુવિધાઓથી સજ્જ