Ahmedabad News/ ‘ઇલનેસ નહીં, વેલનેસ’ પર ફોકસ જરૂરી: IMA કાર્યક્રમમાં અમિત શાહનું નિવેદન

IMAના શપથવિધિ સમારંભમાં અમિત શાહે (Amit Shah) કહ્યું કે દેશમાં હોલિસ્ટિક દૃષ્ટિથી હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. તબીબોએ ઇલનેસ નહીં, વેલનેસ પર ધ્યાન આપવું જોઈએ

Gujarat Ahmedabad Trending
Amit Shah

Amit Shah Health Statement : ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ના નવા વરાયેલા પદાધિકારીઓના શપથવિધિ સમારંભમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે (Amit Shah) જણાવ્યું હતું કે દેશમાં હોલિસ્ટિક વ્યૂ સાથે હેલ્થ ઇકોસિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી.

અમિત શાહે (Amit Shah) ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની શતાબ્દી નિમિત્તે સૌને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વચ્છ ભારત મિશન, ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ, ખેલો ઇન્ડિયા, આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, આયુષ્યમાન ભારત યોજના, આભા અને ઇન્દ્રધનુષ અભિયાન, જેનરિક દવાઓને પ્રોત્સાહન તેમજ ટેલિમેડિસિન અને વીડિયો કાઉન્સેલિંગ જેવી પહેલોથી દેશના આરોગ્ય ક્ષેત્રને નવી દિશા મળી છે.

આરોગ્ય બજેટમાં નોંધપાત્ર વધારો

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે દેશનું આરોગ્ય બજેટ વર્ષ 2013-14માં રૂ. 37,000 કરોડ હતું, જે વધારીને આજે રૂ. 1,28,000 કરોડ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે રૂ. 1,65,000 કરોડ ફાળવવામાં આવ્યા છે, જેના કારણે આરોગ્ય સેવાઓમાં ગુણાત્મક પરિવર્તન આવ્યું છે.

ઇલનેસ નહીં, વેલનેસ પર ફોકસ જરૂરી: અમિત શાહ (Amit Shah)

અમિત શાહે (Amit Shah) જણાવ્યું કે વિકસિત ભારતના સંકલ્પ માટે હેલ્ધી ડેમોગ્રાફી અત્યંત જરૂરી છે અને તેમાં તબીબોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. તબીબોએ હવે ઇલનેસને બદલે વેલનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તેવી તેમણે અપીલ કરી. કોરોના કાળ દરમિયાન તબીબોએ આપેલી અવિસ્મરણીય સેવાઓને બિરદાવતાં તેમણે આયુષ્યમાન ભારત યોજના અને જેનરિક દવાઓ અંગે સકારાત્મક માહોલ સર્જવામાં તબીબોનો સહકાર અપેક્ષિત હોવાનું જણાવ્યું.

મેડિકલ એથિક્સને સમયસર રીડિફાઇન કરવાની જરૂર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (Amit Shah) જણાવ્યું કે બદલાતા સમય સાથે તબીબી ક્ષેત્રના એથિક્સને પણ રીડિફાઇન કરવાની જરૂર છે. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન જેવી સંસ્થાઓએ મેડિકલ એથિક્સ અંગે આગવી ભૂમિકા ભજવવી જોઈએ, જેથી ભવિષ્યના ડૉક્ટરો મૂલ્યાધારિત અને જવાબદાર બને.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ, લેટેસ્ટ ટેકનોલોજી અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસથી આરોગ્ય સેવાઓ વધુ સજ્જ બની છે. દેશમાં AIIMS, મેડિકલ કોલેજો અને સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલોમાં નોંધપાત્ર વધારો થયો છે.

તેમણે જણાવ્યું કે વર્ષ 2014 પહેલાં દેશમાં 387 મેડિકલ કોલેજો હતી, જે આજે વધીને 731 થઈ ગઈ છે. એમબીબીએસ અને પીજી સીટોમાં પણ ઐતિહાસિક વધારો થયો છે. ગુજરાતમાં જિલ્લા દીઠ એક મેડિકલ કોલેજના આયોજનથી દર વર્ષે 7,000થી વધુ નવા ડૉક્ટરો તૈયાર થઈ રહ્યા છે.

વિકસિત ગુજરાત @2047નો રોડમેપ

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાત સરકારે ‘વિકસિત ગુજરાત @2047’નો રોડમેપ તૈયાર કર્યો છે, જેમાં યુનિવર્સલ હેલ્થકેર કવરેજ, એનિમિયા અને કુપોષણ નાબૂદી જેવા મહત્વપૂર્ણ લક્ષ્યો સામેલ છે.

IMA નેટકોન-2025 અને નવા પ્રમુખ

આ પ્રસંગે IMA નેટકોન-2025ની થીમ ‘હેલ્થકેર એન્ડ વેલબિઈંગ ફોર ઑલ’ને વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીના વિચાર સાથે સુસંગત ગણાવવામાં આવી. આઈએમએના નવા રાષ્ટ્રીય પ્રમુખ તરીકે ડૉ. અનિલ નાયકે શપથગ્રહણ કર્યું. ત્રીદિવસીય આ નેશનલ કોન્ફરન્સમાં દેશભરના પાંચ હજારથી વધુ તબીબોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ‘100 સ્ટેપ્સ ફોર હેલ્ધી લાઇફ’નું વિમોચન અને વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમિત શાહ અને ભાગવત આંદામાન અને નિકોબાર ટાપુઓમાં મંચ શેર કરશે

આ પણ વાંચો: રાજ્યસભામાં આજે વંદે માતરમના 150 વર્ષ પર ચર્ચા, અમિત શાહ કરશે ઉદ્ઘાટન

આ પણ વાંચો:  અમદાવાદને અનેકવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ