ગુજરાતમાં 10 હજાર 879 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા રાજ્ય ચૂટંણી પંચે તૈયારીને આખરી ઓપ આપ્યો છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણી સાથે તમામ ગ્રામ પંચાયતની ચૂંટણી 19 ડિસેમ્બરે યોજાશે.જાણો કોણ બનશે સરપંચ?
આ પણ વાંચો :સલમાન ખાન પહોંચ્યો અમદાવાદ, ગાંધીઆશ્રમની વિઝિટર બુકમાં લખ્યો આ સંદેશ
સરપંચનો સરતાજ કોને શિરે?
- ગુજરાતમાં 10 હજાર કરતાં વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણી
- ગ્રામ પંચાયતોમાં 10,284 સરપંચની ચૂંટણી યોજાશે
- કેટલીક ખાલી પડેલી ગ્રામ પંચાયત બેઠકોની પેટાચૂંટણી
- વિભાજન થયેલી ગ્રામ પંચાયતની મધ્યસત્ર ચૂંટણી
- 19 ડિસેમ્બરે ગ્રામપંચાયતની ચૂંટણી માટે મતદાન
- 21 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે
- રાજ્ય ચૂંટણીપંચ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા સજ્જ
ગુજરાતમાં ડિસેમ્બર અંત સુધીમાં પૂર્ણ થતી 10 હજાર 879 ગ્રામ પંચાયતોની મુદતના પગલે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવવા જઈ રહી છે. રાજ્યચૂંટણીપંચે તમામ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા કવાયત હાથ ધરી છે. 10 હજાર 879 ગ્રામ પંચાયતો પૈકી 10 હજાર 284 સરપંચ અને અંદાજીત 89 હજાર 702 વોર્ડોમાં સભ્યોની ચૂંટણી યોજાશે. આ સિવાય જે ગ્રામપંચાયતોની મુદત 31 માર્ચ-2022 સુધી પૂર્ણ થાય છે , એવી ગ્રામ પંચાયતોમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી અને વિભાજન કે વિસર્જિત ગ્રામ પંચાયતની મધ્યસત્ર ચૂંટણી યોજાશે. રાજ્ય ચૂંટણી પંચે બહાર પાડેલાં જાહેરનામા મુજબ કેટલાંક નિયમો લાગુ કર્યા છે જે આ મુજબ છે.
આ પણ વાંચો :પાંડેસરામાં પતિ-પત્નીના કોહવાયેલી હાલતમાં મળ્યા મૃતદેહ
- ગ્રામ પંચાયતની ચૂંટણી માટેના નિયમ
- ઉમેદવારોએ ગુનાહિત ભૂતકાળ, મિલકત-દેવા રજૂ કરવા
- શૈક્ષણિક લાયકાત હેતુ સાદા કાગળ પર એકરારનામું રજૂ કરવું
- મતદાનનો સમય 19મી ડિસેમ્બર 2021 – સવારે 7 થી સાંજે 6
- ચૂંટણી બેલેટ પેપરથી યોજાશે મતદાન પ્રક્રિયા
- ચૂંટણી માટે NOTAનો વિકલ્પ અપાશે
ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદારો થી શરૂ કરીને સમગ્ર ચૂંટણીસ્ટાફ સુધીની આંકડાકીયમ માહિતી આ મુજબ છે.
મતદાન માટે આંકડાકીય માહિતી
- -કુલ મતદારો – 2 કરોડ 06 લાખ 53 હજાર 374
- -પુરૂષ મતદારો – 1 કરોડ 06 લાખ 46 હજાર 524
- -મહિલા મતદારો – 1 કરોડ 6 હજાર 850
- -કુલ મતદાન મથકો – 27 હજાર 085
- -મતપેટી જરૂરી – 54 હજાર 387
- -પ્રાપ્ય મતપેટી – 64 હજાર 620
- -ચૂંટણી અધિકારી – 2 હજાર 657
- -મદદનીશ ચૂંટણી અધિકારી – 2 હજાર 990
- -પોલીંગ સ્ટાફ – 1 લાખ 57 હજાર 722
- -પોલીસ સ્ટાફ – 58 હજાર 835
ગ્રામ પંચાયતની ચૂંટણી રાજકીયપક્ષના પ્રતિક ઉપર યોજાતી નથી.પરંતુ વ્યક્તિગત શાખ-પ્રતિષ્ઠા પર ચૂંટણી યોજાય છે. દરમિયાન રાજકીયપક્ષો તેમના સમર્થિક ઉમેદવારો તરીકે દાવા-પ્રતિ દાવા કરે છે.દરમિયાન ગ્રામપંચાયતની આ ચૂંટણી આગામી વિધાનસભા ચૂંટણી-2022 માટે રાજકીયપક્ષ મહદઅંશે કોંગ્રેસ –ભાજપ અને આમઆદમીપાર્ટી માટે કપરી કસોટી સમાન પુરવાર થશે.
આ પણ વાંચો :બાસ્પા ગામ પાસે પિકપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણના કમકમાટી ભર્યા મોત
આ પણ વાંચો : સુરતમાં પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના પુત્રએ લગ્ન પ્રસંગમાં કરી બબાલ
આ પણ વાંચો :બનાસકાંઠામાં ST બસોમાં ગાંજાની હેરાફેરી, 5 કિલો ગાંજા સાથે એક અટકાયત
