- પાંડેસરાના જયઅંબેનગરની ઘટના
- મૂળ બિહારના પતિ પત્નીની કોહવાયેલી લાશો મળી
- બે મહીના પહેલા બિહારથી સુરત રહેવા આવ્યા હતા
- બિહારમાં પ્રેમ લગ્ન કરી દંપતી સુરત રહેવા આવ્યુ હતું
- ડિકમ્પોઝ હાલતમાં દંપતીની લાશ મળી
- આત્મહત્યાંનું કારણ શોધવા પોલીસે તપાસ હાથ ધરી
સુરતના પાંડેસરા વિસ્તારમાંથી કોહવાયેલી હાલતમાં દંપતીની લાશ મળી આવી હતી. આ દંપતીનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને દંપતીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
આ પણ વાંચો : બાસ્પા ગામ પાસે પિકપ ડાલા અને બાઈક વચ્ચે અકસ્માત, ત્રણના કમકમાટી ભર્યા મોત
આ મામલે મળતી માહિતી અનુસાર, શહેરના પાંડેસરામાં આવેલ જય અંબેનગરમાં મૂળ બિહારના પતિ-પત્નીનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રેમલગ્ન કર્યા બાદ બે મહિના પહેલા જ તેઓ સુરત રહેવા આવ્યા હતા ત્યારે દંપતીનું કયા કારણોસર મોત થયું તે દિશામાં પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બિહારના સિતામઢીના મોતીપુરના વતની અને પાંડેસરામાં રહેતા રંજીતકુમાર શાહ(26) અને તેમની પત્ની સુશીલાકુમારી(25) છેલ્લા 2 મહિનાથી પાંડેસરામાં રહેતા હતા. છેલ્લા 2-3 દિવસથી તેમનો રૂમ બંધ રહેતા દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતા પાંડેસરા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને દરવાજો તોડી તપાસ કરતા રંજીતકુમારનો ફાંસો ખાધેલી હાલતમાં અને પત્ની સુશીલાકુમારીનો રૂમમાં સૂતેલી હાલતમાં રહસ્યમય સંજોગોમાં કોહવાઈ ગયેલા મૃતદેહ મળ્યા હતા. રૂમના દરવાજાને પણ અંદરથી તાળું મારેલું હતું. રૂમમાંથી તેમની પાસેથી મળી આવેલા આધાર કાર્ડના આધારે બન્નેની ઓળખ થઈ હતી.
આ પણ વાંચો :સુરતમાં પૂર્વ ડેપ્યુટી મેયર નીરવ શાહના પુત્રએ લગ્ન પ્રસંગમાં કરી બબાલ
દંપતીના મૃતદેહ કોહવાઈ ગયેલી હાલતમાં મળી આવ્યા હોવાથી અને 3થી 4 દિવસ પહેલા મોત નીપજ્યું હોવાથી બન્નેએ સાથે આત્મહત્યા કરી કે પછી પતિએ પત્નીની હત્યા કરી તે સ્પષ્ટ થઈ શક્યું ન હતું. જેથી બન્નેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે ફોરેન્સીક પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરી છે. ફોરેન્સીક પોસ્ટમોર્ટમ બાદ પત્નીની હત્યા થઈ છે કે તેણે પણ આપઘાત કર્યો છે તે સ્પષ્ટ થશે.
આ પણ વાંચો :બનાસકાંઠામાં ST બસોમાં ગાંજાની હેરાફેરી, 5 કિલો ગાંજા સાથે એક અટકાયત
આ પણ વાંચો :મુન્દ્રા ભાજપમાં વિખવાદ, PMOમાં થઈ ફરિયાદ
