Breaking News/ રાજકોટ એરપોર્ટ પર મુંબઈથી આવેલી ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ, આગની આશંકાથી તંત્ર એલર્ટ

રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર મુંબઈથી આવતી ફ્લાઇટમાં આગની આશંકા બાદ ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. ફાયર બ્રિગેડ અને પોલીસની તાત્કાલિક કાર્યવાહીથી મોટી દુર્ઘટના ટળી.

Top Stories Gujarat Rajkot Breaking News
Rajkot Airport

Breaking News: રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર એક ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવતા થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફ્લાઇટમાં આગ લાગવાની આશંકાને પગલે એરપોર્ટ તંત્ર તાત્કાલિક એલર્ટ મોડમાં આવી ગયું હતું અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.

Rajkot Airport પર ઈમરજન્સી લેન્ડિંગ

મળતી માહિતી મુજબ, મુંબઈથી આવી રહેલી ફ્લાઇટમાં આગની સંભાવનાની માહિતી મળતા જ રાજકોટ એરપોર્ટ (Rajkot Airport) પર ફાયર બ્રિગેડ, પોલીસ અને સુરક્ષા ટીમો તાત્કાલિક દોડી આવી હતી. મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને તમામ જરૂરી તૈયારીઓ કરવામાં આવી હતી.

Emergency Landing Rajkot
Emergency Landing Rajkot

રાજકોટ જિલ્લા કલેક્ટરે જણાવ્યું કે ફ્લાઇટના કાર્ગો વિભાગમાંથી ધુમાડો દેખાતાની માહિતી મળતાં પાયલોટે તાત્કાલિક રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ માટે સંદેશ પાઠવ્યો હતો. માહિતી મળતા જ એરપોર્ટ તંત્રે ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપી અને પોલીસ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ સહિતની ટીમોને તાત્કાલિક ઘટનાસ્થળે મોકલી દેવામાં આવી હતી. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે 70 એમ્બ્યુલન્સ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

ફ્લાઇટમાં સવાર કુલ 194 વ્યક્તિઓમાંથી 187 મુસાફરો અને 7 ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું કલેક્ટરે જણાવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ જિલ્લા કલેક્ટર સાથે ટેલિફોનિક વાતચીત કરીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી. હાલ ફ્લાઇટનું ટેક્નિકલ ચેકિંગ ચાલી રહ્યું છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી.

ફ્લાઇટને સાવચેતીના ભાગરૂપે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. સદનસીબે ફ્લાઇટ સુરક્ષિત રીતે લેન્ડ થતાં મોટી દુર્ઘટના ટળી હતી. ફ્લાઇટમાં સવાર મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ ઘટનાને પગલે થોડા સમય માટે એરપોર્ટ (Rajkot Airport) પર ચહલપહલ વધી ગઈ હતી. ફાયર ટીમ અને પોલીસ દ્વારા સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ, આગની આશંકાને પગલે આ સાવચેતીભર્યું પગલું લેવામાં આવ્યું હતું. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ અને ટેક્નિકલ વિગતો અંગે એરપોર્ટ સત્તાધીશો તરફથી વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.


આ પણ વાંચો:અમદાવાદથી રાંચી જતી ઇન્ડિગો ફ્લાઈટમાં યુવકનું મોત, જબલપુરમાં કરાવવું પડ્યું ઈમરજન્સી લેન્ડિંગ

આ પણ વાંચો:નવસારીમાં નિરમા કંપનીના MDના હેલિકોપ્ટરની ઈમરજન્સી લેન્ડિંગ, મોટી દુર્ઘટના ટળી

આ પણ વાંચો:એર ઈન્ડિયા ફ્લાઈટ AI117નું બર્મિંઘમમાં ઈમરજન્સી લેન્ડિંગ,RAT સિસ્ટમની ખામી