ચક્રવાત બુરેવી આજે તમિળનાડુનાં રામેશ્વરમ નજીક મન્નારનાં અખાતમાં પહોંચશે. અગાઉ તે ગઈકાલે રાત્રે શ્રીલંકાનાં ત્રિન્કોમાલીનાં કાંઠે અથડાયો હતો. હવામાન વિભાગે કહ્યું છે કે, ચક્રવાત કલાકનાં 15 કિ.મી.ની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યો છે. એક અહેવાલ મુજબ તે આજે બપોર સુધી રામેશ્વરમ નજીક પમ્બનમાં કેન્દ્રિત રહેશે અને તે આજની રાત અને કાલે કન્યાકુમારી અને પમ્બન વચ્ચે દક્ષિણ તમિળનાડુને પાર કરશે.
ખરાબ હવામાનની અસરને કારણે તામિલનાડુનાં દક્ષિણ જિલ્લાઓમાં ભારેથી ખૂબ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું છે કે, ચક્રવાત દરિયાકાંઠે ટકરાશે ત્યારે 70 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તીવ્ર પવન આવી શકે છે. તમિળનાડુનાં દક્ષિણ તમિળનાડુ રામનાથપુરમ અને કન્યાકુમારીમાં વરસાદ પડી શકે છે. આ વિસ્તારમાં માછલીઓ પકડવા પર પ્રતિબંધ મૂકવામાં આવશે. દરમિયાન, તમિળનાડુ સરકાર માછીમારો કે જેઓ સમુદ્રમાં ગયા છે તેમને પાછા લાવવા માટે તમામ પ્રયત્નો કરી રહી છે. તમિલનાડુથી 124 ફિશિંગ બોટ ઉંડા સમુદ્રમાં ગઈ છે. રાજ્યનાં મત્સ્યોદ્યોગ વિભાગે ભારતીય કોસ્ટગાર્ડ અને નૌકાદળની સાથે મળીને માછીમારોનો સંપર્ક કરવા પ્રયાસો કર્યા છે. કન્યાકુમારી જિલ્લામાં થેંગાપટ્ટનમથી ઉંડા સમુદ્રમાં માછલી પકડવા ગયેલી 120 અન્ય બોટ સલામત રીતે પરત ફરી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચક્રવાત બુરેવી દ્વારા ઉભા થયેલા પડકારોનો સામનો કરવા માટે તમિળનાડુ અને કેરળને કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાયની ખાતરી આપી છે. એક ટ્વિટમાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેમણે ચક્રવાતી તોફાનથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે તમિળનાડુનાં મુખ્યમંત્રી ઇ.પલનીસામી અને કેરળનાં મુખ્યમંત્રી પિનરાય વિજયન સાથે વાત કરી છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
