Ajab Gajab News/ દુનિયાની સૌથી પાતળી હોટલ ‘PituRooms’, જે માત્ર 9 ફૂટની જગ્યામાં બનેલી છે લક્ઝરી સુવિધાઓથી સજ્જ

ઇન્ડોનેશિયાના સલાટિગા શહેરમાં આવેલી ‘PituRooms’ Hotel દુનિયાની સૌથી પાતળી હોટલ તરીકે જાણીતી બની છે. માત્ર 9 ફૂટની પહોળાઈમાં બનેલી આ 5 માળની હોટલનું ઇન્ટિરિયર અને સુવિધાઓ કોઈ ફાઈવ સ્ટાર હોટલ જેવી જ છે. વાંચો આ અનોખી હોટલની સફર.

Ajab gajab Ajab Gajab News Trending Lifestyle
Hotel

World’s Skinniest Hotel PituRooms: સોશિયલ મીડિયા પર અવારનવાર અનોખી ઇમારતોના વીડિયો વાયરલ થતા હોય છે, પરંતુ અત્યારે ઇન્ડોનેશિયાની એક હોટલે આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું છે. ઇન્ડોનેશિયાના સેન્ટ્રલ જાવા (Central Java) ના સલાટિગા શહેરમાં આવેલી ‘પિટુરુમ્સ’ (PituRooms) હોટલને હાલમાં વિશ્વની સૌથી પાતળી હોટલ માનવામાં આવી રહી છે. જે જગ્યાએ સામાન્ય રીતે લોકો નાનું ઘર બનાવતા પણ અચકાતા હોય, ત્યાં એક આલીશાન 5 માળની હોટલ ઉભી કરી દેવામાં આવી છે.

Hotel

માત્ર 9 ફૂટની પહોળાઈ અને ગજબનું આર્કિટેક્ચર

આ હોટલ (Hotel)ની સૌથી મોટી ખાસિયત તેની પહોળાઈ છે. આ હોટલ માત્ર 9 ફૂટ પહોળી છે, પરંતુ તેની ઊંચાઈ અને લંબાઈ તેને ખાસ બનાવે છે. 5 માળની આ ઇમારતમાં કુલ 7 લક્ઝરી રૂમ બનાવવામાં આવ્યા છે. ઇમારતની ડિઝાઇન એટલી કુશળતાથી કરવામાં આવી છે કે અંદર ગયા પછી તમને જરાય એવું નહીં લાગે કે તમે કોઈ સાંકડી જગ્યામાં છો. દરેક રૂમનું ઇન્ટિરિયર આધુનિક સુવિધાઓથી સજ્જ છે.

 

View this post on Instagram

 

A post shared by Pitu Rooms (@piturooms)

કચરાના ઢગલામાંથી બની આલીશાન Hotel

રિપોર્ટ અનુસાર, આ હોટલ (Hotel) જે જમીન પર બની છે તે પહેલા એક બેકાર ટુકડો હતો. સ્થાનિક લોકો આ સાંકડી ગલી જેવી જગ્યાનો ઉપયોગ ડમ્પિંગ ગ્રાઉન્ડ એટલે કે કચરો નાખવા માટે કરતા હતા. પરંતુ પ્રખ્યાત આર્કિટેક્ટ એરી ઇન્દ્રા (Ary Indra) એ આ કચરાના ઢગલાને એક અદભૂત ટુરિસ્ટ સ્પોટમાં બદલી નાખ્યો. એરી ઇન્દ્રાએ સિંગાપોર અને જકાર્તામાં આર્કિટેક્ચરની તાલીમ લીધી છે અને તેમણે ડિસેમ્બર 2022 માં આ હોટલ શરૂ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Pitu Rooms (@piturooms)

Hotelનું નામ કેમ રાખ્યું ‘પિટુરુમ્સ’ ?

આ હોટલ (Hotel) ના નામ પાછળ પણ એક ખાસ કારણ છે. જાવાનીઝ ભાષામાં ‘પિટુ’ (Pitu) શબ્દનો અર્થ ‘સાત’ થાય છે. આ હોટલમાં કુલ 7 રૂમ હોવાથી તેનું નામ ‘પિટુરુમ્સ’ રાખવામાં આવ્યું છે. આશ્ચર્યની વાત તો એ છે કે, આટલી સાંકડી હોટલ હોવા છતાં તેના સૌથી ઉપરના માળે (Top Floor) એક શાનદાર બાર અને રેસ્ટોરન્ટ પણ બનાવવામાં આવી છે, જ્યાંથી શહેરનો નજારો ખૂબ જ સુંદર દેખાય છે.

Hotel

લોકોમાં ભારે આકર્ષણ

જ્યારથી આ હોટલ ખુલી છે, ત્યારથી અહીં રહેવા માટે પ્રવાસીઓની લાઇન લાગે છે. અત્યાર સુધી અહીં 95% ગેસ્ટ્સ ઇન્ડોનેશિયાના જ રહ્યા છે, પરંતુ હવે વિદેશી પ્રવાસીઓ પણ આ અનોખા અનુભવ માટે અહીં આવી રહ્યા છે. આ હોટલ સાબિત કરે છે કે જો તમારી પાસે વિઝન અને કુશળતા હોય, તો તમે એક નાનકડી અને બેકાર જમીન પર પણ અજાયબી સર્જી શકો છો.


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ શોધો અને રોમાન્સ કરો! ચીનની કોલેજોએ વિદ્યાર્થીઓને પ્રેમ કરવા માટે આપી 1 અઠવાડિયાની રજા

આ પણ વાંચો: ભારતનું અનોખું સ્ટેશન જ્યાં વર્ષમાં માત્ર 2 વાર જ આવે છે ટ્રેન, જાણો કારણ

આ પણ વાંચો:શું રેડ સેન્ડ બોઆ ખરેખર નસીબ બદલી શકે છે? જાણો સાપની કિંમત કરોડોમાં હોવા પાછળના ચોંકાવનારા કારણો