Dharm & Bhakti: શનિ અને બુધ 23 નવેમ્બરે એકબીજાથી 120 ડિગ્રી પર રહેશે, જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આ ઉપરાંત, બુધ આ દિવસે રાશિ પરિવર્તન કરીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. એવામાં શનિ-બુધ એકબીજાથી નવમા અને પાંચમા સ્થાન પર હશે જેથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે અને 3 રાશિઓને લાભ પ્રદાન કરશે.
શનિ-બુધની ફલશ્રુતિ યુતિ નવપંચમ રાજયોગ
વૈદિક જયોતિષ શાસ્ત્ર (Astrology)માં શનિદેવનું વિશેષ મહત્વ હોય છે. શનિ મહારાજને કર્મફળદાતા અને ન્યાયના કારક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. વ્યક્તિના કર્મોના આધારે શનિદેવ ફળ પ્રદાન કરે છે. તમામ ગ્રહોમાં શનિની ગતિ (Saturn, Shani Planet) સૌથી મંદ હોય છે અને જેના કારણે એ એક જ રાશિ (Zodiac Sign)માં લાંબા સમય સુધી રહે છે. આ કારણથી જે રાશિઓની કુંડળીમાં શનિ સારો હોય છે એમની ઉપર એનો પ્રભાવ પડતો નથી પરંતુ, જેમની કુંડળીમાં શનિનો દુષ્પ્રભાવ હોય છે એમને લાંબા સમય સુધી તકલીફોનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત, શનિ સમય-સમય પર અન્ય ગ્રહો સાથે પણ દ્રષ્ટિસંબંધ રચે છે અને આની ફળશ્રુતિરુપે, રાજયોગનું નિર્માણ થાય છે. અત્યારે શનિ મીન રાશિમાં વક્રી અવસ્થામાં વિરાજમાન છે. આ ઉપરાંત, 23 નવેમ્બરે (23 November) શનિ અને બુધ (Budh, Jupiter) એકબીજાથી 120 ડિગ્રી પર રહેશે, જેનાથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. આ ઉપરાંત, બુધ આ દિવસે રાશિ પરિવર્તન કરીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. એવામાં શનિ-બુધ એકબીજાથી નવમા અને પાંચમા સ્થાન પર હશે જેથી નવપંચમ રાજયોગનું નિર્માણ થશે. નવપંચમ રાજયોગ (Navpancham Rajyog)ના નિર્માણથી કેટલીક રાશિઓને બમ્પર લાભ (Benefit) મળી શકે છે. તો ચાલો જાણીએ કે એ કઇ-કઇ ભાગ્યશાળી રાશિઓ છે જેને શનિદેવ માલામાલ કરશે!

ધનુ રાશિ
ધનુ રાશિ (Dhanu Rashi) વાળા જાતકો માટે શનિ-બુધ નવપંચમ યોગ અત્યંત શુભ અને લાભકારક સાબિત થશે. તમારી કુંડળીમાં શનિનું ગોચર ચોથા ભાવ અને લાભ ભાવમાં વિરાજમાન છે. આ સંજોગોમાં કુટુંબના સભ્યો સાથે તમારા સંબંધો (Family Relations) દ્રઢ બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. નોકરી (Job) કરતા જાતકોને લાભના અનેક અવસર પ્રાપ્ત થઇ શકે છે. આ દરમિયાન, તમને આકસ્મિક ધનલાભના અવસર પણ પ્રાપ્ત થશે. આવકના નવા-નવા સ્ત્રોતમાં વધારો થઇ શકે છે. તમને ભાગ્યનો પૂર્ણ સાથ મળશે. જે લોકો વેપાર (Business) કરે છે એ જાતકો સારો એવો નફો (Profit) પ્રાપ્ત કરી શકે છે.

મિથુન રાશિ
મિથુન રાશિ (Mithun Rashi) વાળા જાતકો માટે શનિ-બુધનો નવપંચમ યોગ અત્યંત લાભકારક સિદ્ધ થઇ શકે છે. આ જાતકોના નવમા ભાવમાં બુધ અને દશમા ભાવમાં શનિ વિરાજમાન રહેશે. આ સંજોગોમાં તમારા અધૂરા કાર્યો જલદી પૂર્ણ થશે અને લાંબા સમયથી ચાલતી આવતી તકલીફોનો અંત આવશે. માન-સન્માનમાં વૃદ્ધિ થશે અને નસીબ (Luck) બળવાન રહેશે. તમને ધન પ્રાપ્તિ થઇ શકે છે અને જે લોકો વેપાર કરે છે એમને સારો એવો નફો પ્રાપ્ત થઇ શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે અને જે લોકોને નવું ઘર કે વાહન (House, Vehicle) વગેરે ખરીદવાની ઇચ્છા હોય એમની ઇચ્છા પૂર્ણ થઇ શકે છે.

કુંભ રાશિ
કુંભ રાશિ (Kumbh Rashi) વાળા જાતકો માટે શનિ-બુધનો નવપંચમ યોગ અત્યંત શુભ અને આનંદપ્રદ હશે. આ દરમિયાન તમને ઘણા પ્રકારના સકારાત્મક પરિવર્તનો જોવા મળશે. તમારા ઘરમાં આનંદ-પ્રમોદનું વાતાવરણ રહેશે. અચાનક ધન કમાવા (Earning)ના અવસર પ્રાપ્ત થશે. સંપત્તિ સંબંધિત કાર્યોમાં તમને કાયદાકીય રીતે વિજય પ્રાપ્ત થશે. આ સમય દરમિયાન, તમને માન-સન્માનની પણ પ્રાપ્તિ થશે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: ધન લાભ માટે આ ઉપાયો જરૂર અજમાવો, લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત કરો
આ પણ વાંચો: 1100 વર્ષ પહેલા સ્થાપના થઈ હતી આ શિવ મંદિરની, શું છે રસપ્રદ માન્યતા
આ પણ વાંચો: મહાદેવ અને શ્રી હરિ વિષ્ણુ સહિતના દેવી-દેવતાની પ્રદક્ષિણા કેટલી સંખ્યામાં કરવી? જાણો એના ધાર્મિક નિયમો…
