Surat News: સુરતના પાસોદ્રામાંથી મિત્રતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક મહિલાને તેના પતિના મિત્રએ નશાકારક પદાર્થ આપીને દુષ્કર્મ આચર્યું હતું.પોલીસે વરાછાના ગૌતમ વાઘેલા સામે નગ્ન ફોટા પાડીને બ્લેકમેલ કરવા અને લગ્ન કરવા દબાણ કરવા બદલ કેસ નોંધ્યો છે.મૂળ અમરેલીની સાવરકુંડલાની 25 વર્ષીય મહિલા બે બાળકોની માતા છે. 2022 માં, જ્યારે તેઓ કાપોદરામાં રહેતા હતા, ત્યારે તેના પતિની મિત્રતા પાડોશી ગૌતમ વાઘેલા સાથે થઈ હતી.
ગૌતમે તેની પત્નીના મોબાઇલ ફોનથી મહિલાને મેસેજ કરવાનું શરૂ કર્યું હતું. પીડિતાએ ગૌતમ સાથે ટેક્સ્ટ મેસેજ દ્વારા પણ વાતચીત કરી હતી. આ દરમિયાન, છ મહિના પહેલા, તેનો પતિ હીરાના કામ માટે વરાછા-હીરાબાગ ગયો હતો. પીડિતા અને તેનો નાનો પુત્ર ઘરમાં હાજર હતા. ત્યારબાદ આરોપી આવ્યો અને ફોર વ્હીલરની ચાવી માંગી. ચાવી આપ્યા બાદ તેને તેને પીડિતા પાસે પાણી માંગ્યું. પછી, જ્યારે પીડિતા પાણી લેવા રસોડામાં ગઈ, ત્યારે ગૌતમે તેનો પીછો કર્યો,તેનો હાથ પકડ્યો અને તેના ડાબા હાથમાં રાખેલ નશીલો પદાર્થ સૂંઘાડી દીધો હતો. જેનાથી તે બેભાન થઈ ગઈ હતી.
જ્યારે પીડિતાને ભાન આવ્યું ત્યારે તે રસોડાના ફ્લોર પર પડી હતી, તેનો નાઈટ ડ્રેસ વેરવિખેર હતો. તેને પેટ અને ગુપ્તાંગમાં દુખાવો થતો હતો, અને ડિલિવરી દરમિયાન તેને લાગેલા બે ટાંકા ફાટી ગયા હતા. તેને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારે તેને ખબર પડી હતી કે આરોપીએ તેના પર બળાત્કાર કર્યો હતો. આ ઘટના બન્યા બાદ તેનો પતિ જ્યારે ઘરે આવ્યો ત્યારે તેને સમગ્ર હકીકત જણાવી હતી. ત્યાર બાદ પીડિતાને તબીબી સારવાર માટે લઈ જવાઈ હતી.
આ પણ વાંચો:સુરતમાં પરિણીત મહિલાને પ્રેમ જાળમાં ફસાવી આરોપીએ આચર્યું દુષ્કર્મ
આ પણ વાંચો:સુરત: અપહરણ, દુષ્કર્મ તેમજ પોક્સોનો આરોપી ઝડપાયો
આ પણ વાંચો:સુરત : વિધિના બહાને દુષ્કર્મ આચરનારા ભુવાની ધરપકડ

