Kutch News/ કચ્છ રાપરના વાગડ વિસ્તારમાં ગાંજાની ખેતી ઝડપાઈ

શનિવારે મોડી રાત્રે મળેલી બાતમીના આધારે રાપર પોલીસે વાગડ અને ભીમારસ વિસ્તારમાં એક સાથે બે સ્થળોએ દરોડા પાડીને અન્ય પાકોની આડમાં ઉગાડવામાં આવેલા ગાંજાના છોડનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

Top Stories Gujarat Breaking News

Kutch News:કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં નસીલા પદાર્થોની હેરાફેરી સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. શનિવારે મોડી રાત્રે મળેલી બાતમીના આધારે રાપર પોલીસે વાગડ અને ભીમારસ વિસ્તારમાં એક સાથે બે સ્થળોએ દરોડા પાડીને અન્ય પાકોની આડમાં ઉગાડવામાં આવેલા ગાંજાના છોડનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.

ભીમારસના વાડી વિસ્તારમાંથી ગાંજાની ખેતીનો પર્દાફાસ

પોલીસે કુલ 104.300 કિલોગ્રામ ગાંજાના (Marijuana) છોડ જપ્ત કર્યા છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ. 52,15,000 જેટલી થાય છે.આ ઉપરાંત ગાંજાની ખેતી માટે વપરાયેલા પાણીના મોટર, પાઈપલાઈન તેમજ અન્ય સાધનો પણ કબજે કરવામાં આવ્યા છે.

નસીલા પદાર્થના છોડ સાથે એક શખ્સને પોલીસે દબોચ્યો

આ કેસમાં ભીમારસ ગામના વાડી વિસ્તારમાંથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે, બાજરી, એરંડા અને જુવાર જેવા સામાન્ય પાક વચ્ચે ગાંજાના છોડ વાવીને બચવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

 પોલીસને શંકા છે કે આ ગાંજાનો જથ્થો રાજસ્થાન તેમજ અન્ય રાજ્યોમાં ખપાવવાનું આયોજન હતું.ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે-ત્રણ મહિનામાં કચ્છ જિલ્લામાં ગાંજાની ખેતીના એક પછી એક બે ડઝનથી વધુ કેસ નોંધાયા છે. ખાસ કરીને રાપર, નખત્રાણા, લખપત અને આબડાસા તાલુકાના દૂરવર્તી વિસ્તારોમાં આ પ્રકારની ખેતી વધી રહી હોવાથી પોલીસે સ્પેશિયલ ટીમો ગોઠવીને નિયમિત પેટ્રોલિંગ અને બાતમી આધારિત કાર્યવાહી તીવ્ર કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નશાનો કારોબાર કરતા બે શખ્સ ઝડપાયા, પૂર્વ કચ્છ SOGને મળી સફળતા

આ પણ વાંચો:પૂર્વ કચ્છમાંથી પકડાયો માદક પદાર્થોનો જથ્થો, જાણો બીજે ક્યાં પકડાયું…

આ પણ વાંચો:મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એકવાર ઝડપાયો અમેરિકી ગાંજો