Political/ ભારતની એકતા અને અંખડિતા માટે રાજા-રજવાડાઓએ પણ આપ્યું હતું યોગદાન, તેમનું પણ બનશે મ્યુઝિયમ : PM મોદી

સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ આપણને ભારતની એકતા અને અખંડિતતા માટે થયેલા પ્રયાસો, તપ અને તપસ્યાની યાદ અપાવે છે.

Top Stories Gujarat

ગુજરાતની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ભાજપ તેના પ્રચાર અર્થે કામે લાગી ગઇ છે. ગુજરાતની બાગડોર વડાપ્રધાન નરેન્દ્ર મોદાીએ સંભાળી લીધી છે,છેલ્લા એક મહિનાથી પીએમ મોદી સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને વિકાસલક્ષી કાર્યો અને ખાતમુહર્ત અને લોકાર્પણ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં  કહ્યું હતું કે’સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ આપણને ભારતની એકતા અને અખંડિતતા માટે થયેલા પ્રયાસો, તપ અને તપસ્યાની યાદ અપાવે છે. રાજા રજવાડા પર એક રિસર્ચનું કામ થઇ રહ્યું છે. જેમણે ભારત માટે પોતાના રાજપાટ આપી દીધા,તેમનું પણ એક મ્યુઝીયમ તૈયાર કરવામાં આવશે. કેવડિયામાં સરદાર પટેલથી રાજા-રજવાડઓ સુધીની તમામ વિગતો પ્રાપ્ત ટૂંક સમયમાં થઇ જશે.

આ પરિસરમાં ભારતની એકતા અને અખંડિતતા માટે જે રાજા અને રજવાડાઓએ યોગદાન આપ્યું હતું તેમનું પણ એક મ્યુઝિયમ બનાવવામાં આવશે.સરદાર પટેલે ખુબ જ મહત્વનું કામ કરી રાજા -રજવાડાઓને ભારતમાં વિલય કરવાનું ભગીરથ કાર્ય કર્યો હતો તેમાં રાજા રજવાડાઓએ પણ સહકાર આપ્યો છે, રજવડા કેવી રીતે રહેતા કેવી રીતે કામ કરતા તે અંગેનો પણ એક ખાસ મ્યુઝીમ બનાવવામાં આવશે.કેવડિયાના એકતાનગરમાં એક જ સ્થળ પર બંધુ જોવા મળી જશે.