Not Set/ આર્થિક મંદી પર IMF એ ભારતને આપી ચેતવણી, જો જલ્દી જ કોઇ પગલા….

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ સોમવારે કહ્યું હતું કે, મંદીમાંથી પસાર થતી અર્થવ્યવસ્થાને બહાર નિકાળવા માટે ભારતને વહેલી તકે યોગ્ય પગલા લેવાની જરૂર છે. ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક વિકાસનાં એન્જિનમાં એક રહી છે. આઇએમએફ એ તેની વાર્ષિક સમીક્ષામાં કહ્યું હતું કે, ઘટતા વપરાશ અને રોકાણમાં ઘટાડો, રાજસ્વમાં કરની આવકમાં ઘટાડાએ, વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતા અર્થવ્યવસ્થાઓમાંના એક […]

Top Stories Business

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ) એ સોમવારે કહ્યું હતું કે, મંદીમાંથી પસાર થતી અર્થવ્યવસ્થાને બહાર નિકાળવા માટે ભારતને વહેલી તકે યોગ્ય પગલા લેવાની જરૂર છે. ભારતીય અર્થવ્યવસ્થા વૈશ્વિક વિકાસનાં એન્જિનમાં એક રહી છે. આઇએમએફ એ તેની વાર્ષિક સમીક્ષામાં કહ્યું હતું કે, ઘટતા વપરાશ અને રોકાણમાં ઘટાડો, રાજસ્વમાં કરની આવકમાં ઘટાડાએ, વિશ્વનાં સૌથી ઝડપથી વિકસતા અર્થવ્યવસ્થાઓમાંના એક પર બ્રેક લગાવવાનું કામ કર્યું છે.

તેમાં સામેલ અન્ય પરિબળો પણ છે. આઈએમએફ એશિયા અને પેસિફિક વિભાગનાં રાનિલ સાલગાડોએ જણાવ્યું હતું કે, ભારત લાખો લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા બાદ હવે આર્થિક મંદીની સ્થિતિમાં છે. ભારતને હાલની મંદી દૂર કરવા અને ઉચ્ચ વૃદ્ધિ પાથ પર પાછા ફરવા તાત્કાલિક નીતિગત પગલાં લેવાની જરૂર છે. ‘ જો કે સરકાર પાસે વિકાસ માટે ખર્ચ વધારવા માટે મર્યાદિત વિકલ્પો છે.

એક અઠવાડિયા અગાઉ, આઇએમએફનાં ચીફ ઇકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે કહ્યું હતું કે, આઇએમએફ જાન્યુઆરીમાં ભારતનાં વિકાસનાં અંદાજને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. ભારતમાં જન્મેલા ગોપીનાથે ઈન્ડિયા ઇકોનોમિક કોનક્લેવમાં કહ્યું હતું કે, સંસ્થાએ અગાઉ આ અંગેનો અંદાજ ઓક્ટોબરમાં બહાર પાડ્યો હતો અને જાન્યુઆરીમાં તેની સમીક્ષા કરશે. ભારત એકમાત્ર ઉભરતું બજાર છે જે આ રીતે આશ્ચર્યચકિત કરી શકે છે.

તેમણે કહ્યું હતું કે, ‘તમે તાજેતરનાં ડેટા જોશો, અમે અમારા આંકડામાં સુધારો કરીશું અને જાન્યુઆરીમાં નવા આંકડા જાહેર કરીશું. ભારતનાં કિસ્સામાં આમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. જો કે, તેમણે કોઈપણ આંકડા જણાવવાની ના પાડી હતી. ગોપીનાથે કહ્યું હતું કે, જો સરકાર પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય હાંસલ કરે છે, તો તેણે જમીન અને મજૂર બજારોમાં સુધારાને આગળ વધારવા માટે તેની મજબૂત બહુમતીનો ઉપયોગ કરવો જોઈએ. અગાઉ અન્ય એજન્સીઓ પણ ભારતનાં વિકાસ દરનાં અંદાજને ઘટાડી ચૂકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.