Jabalpur Bargi Dam Cruise Accident: મધ્યપ્રદેશના જબલપુરમાં ગુરુવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ બરગી ડેમમાં 29થી વધુ પ્રવાસીઓને લઈ જઈ રહેલું એક ક્રૂઝ અચાનક ડૂબી ગયું હતું. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે હજુ પણ 4 લોકો ગુમ હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના બરગી ડેમના ખમરિયા ટાપુ પાસે બની હતી. ક્રૂઝમાં 29 થી વધુ પ્રવાસીઓ સવાર હતા. લોકોએ અચાનક વાતાવરણ પલટાયું હતું અને જોરદાર વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડાના તેજ પવનને કારણે ક્રૂઝે પોતાનું સંતુલન ગુમાવી દીધું હતું અને પલટી ખાઈને પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

Jabalpur : વાવાઝોડાએ મચાવી તબાહી
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના બરગી ડેમના ખમરિયા ટાપુ પાસે બની હતી. ક્રૂઝમાં 30 થી વધુ પ્રવાસીઓ સવાર હતા પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે ક્રૂઝ ડેમની વચ્ચે હતું ત્યારે અચાનક હવામાન પલટાયું હતું. તેજ પવન અને વાવાઝોડાને કારણે ચાલકે ક્રૂઝ પરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું અને જોતજોતામાં ક્રૂઝ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું.

રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને SDRF (State Disaster Response Force) ની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અંધારું હોવા છતાં લાઈટોની મદદથી ગુમ થયેલા લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે. હોસ્પિટલોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ભિંડ-ગ્વાલિયર હાઇવે પર ભયાનક અકસ્માત, ચારના મોત અને સાત ઘાયલ
આ પણ વાંચો: મધ્યપ્રદેશના મહુમાં દૂષિત પાણીથી 19 બાળકો સહિત 25 લોકો બીમાર
આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 5 મહિલાઓના મોત
