Not Set/ સરકારનો મહત્વનો નિર્ણય, 300 નવા CNG પંપ સ્થાપશે, રૂપિયા હજારમાં PNG ગેસ જોડાણ આપશે

CM રૂપાણી અને ટીમ દ્નારા ગુજરાતનાં નાગરીકોનાં મામલે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામા આવ્યો છે. સરકાર 300 નવા CNG પંપ સ્થાપશે. CNG વાહનચાલકોને હવે ગેસ પૂરાવવા લાંબી લાઈનમાં ઊભા નહીં રહેવું પડે, સરળતાએ CNG ઉપલબ્ધ થશે. ગુજરાત સરકાર દ્રારા CNG સહભાગી યોજના અંતર્ગત પર્યાવરણ પ્રિય – પ્રદૂષણમુક્ત પરિવહન સેવાથી સ્વચ્છ ગુજરાત – સ્વસ્થ ગુજરાતની સંકલ્પના સાકાર […]

Top Stories Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others

CM રૂપાણી અને ટીમ દ્નારા ગુજરાતનાં નાગરીકોનાં મામલે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામા આવ્યો છે. સરકાર 300 નવા CNG પંપ સ્થાપશે. CNG વાહનચાલકોને હવે ગેસ પૂરાવવા લાંબી લાઈનમાં ઊભા નહીં રહેવું પડે, સરળતાએ CNG ઉપલબ્ધ થશે. ગુજરાત સરકાર દ્રારા CNG સહભાગી યોજના અંતર્ગત પર્યાવરણ પ્રિય – પ્રદૂષણમુક્ત પરિવહન સેવાથી સ્વચ્છ ગુજરાત – સ્વસ્થ ગુજરાતની સંકલ્પના સાકાર કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવામા આવી છે.

 

સામાન્ય નાગરીકો માટે હવે PNG ગેસ માટેનું જોડાણ ફક્ત એક હજારમાં જ આપવામાં આવશે. જનહિતલક્ષી આ નિર્ણયથી ગેસના વિતરણમાં સરળતા સુલભ કરાવી શકાશે. આપને જણાવી દઇએ કે ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય છે, જેના તમામ જિલ્લાઓમાં સિટી ગેસના વિતરણ માટેની અધિકૃત મંજૂરીઓ મળેલી છે.

ગુજરાતમાં પાછલા 23 વર્ષમાં 542 CNG સ્ટેશન ઊભા કરાયા છે, તેની સામે આગામી બે વર્ષમાં જ નવા 300 CNG સ્ટેશન ઊભા કરવાનો રૂપાણી સરકારનો લક્ષ્યાંક છે. જેથી CNG વાહનચાલકોને CNG માટે ફિલીંગ સ્ટેશન-પંપ ઉપર લાંબી લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં. સાથે જ ઘરેલું વપરાશકારો ઘરેઘરે પાઈપલાઈન દ્વારા ગેસ માટે PNG નેટવર્કને પણ વ્યાપક બનાવવાનું આયોજન હાથ ઘરવાનો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં લેવામાં આવ્યો છે.

 

હાલ 13.50 લાખ ઘરોમાં PNG ગેસનો ઉપયોગ થાય છે તે વધારીને આગામી 3 વર્ષમાં વધુ 4.50 લાખ ઘરોમાં વિસ્તારી 2022 સુધીમાં ગુજરાત ગેસ લિમિટેડ અને સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા 18 લાખ ઘરોને PNG ગેસથી સાંકળી લેવાના આયોજનને પણ ઓપ આપવામાં આવ્યો છે. રાજ્યમાં ઘરેલું વપરાશકર્તાઓ સંપૂર્ણત PNG નેટવર્કનો ઉપયોગ કરતા થાય તે માટે વાર્ષિક 2 લાખ સુધીની આવક ધરાવતા પરિવારો માટે PNG કનેક્શનની ડિપોઝિટ રૂ. 1000 તથા બે લાખથી વધુ વાર્ષિક આવક ધરાવતા પરિવારો માટે રૂ. 5000 ડિપોઝિટ લેવાય તે અંગે પણ મુખ્યમંત્રીશ્રી તરફથી સૂચન કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન