Not Set/ અમેરિકા રહેવાનું સ્વપ્ન પાણીમાં લાશ બનીને ડૂબી ગયું,પિતા પુત્રીના મોતે દુનિયાને હચમચાવી દીધી

દુનિયાના સોશિયલ મીડિયામાં હાલ એક તસવીર વાઇરલ થઈ રહી છે જેમાં પિતા પુત્રીની લાશ નદીના કિનારે જોવા મળી રહી છે.અત્યંત હૃદયદ્રાવક આ તસવીર ઉત્તર અમેરિકા પાસે આવેલી રિયો ગ્રાન્ડે નદીના કિનારા પરની છે જેમાં પિતા-પુત્રીની લાશ નદી કિનારે પાણીમાં તરી રહી હતી. સારી જિંદગી જીવવા માટે લોકો અમેરિકામાં ગમે તે ભોગે ઘુસવા કેવા પ્રયત્નો કરતા […]

Top Stories World

દુનિયાના સોશિયલ મીડિયામાં હાલ એક તસવીર વાઇરલ થઈ રહી છે જેમાં પિતા પુત્રીની લાશ નદીના કિનારે જોવા મળી રહી છે.અત્યંત હૃદયદ્રાવક આ તસવીર ઉત્તર અમેરિકા પાસે આવેલી રિયો ગ્રાન્ડે નદીના કિનારા પરની છે જેમાં પિતા-પુત્રીની લાશ નદી કિનારે પાણીમાં તરી રહી હતી.

સારી જિંદગી જીવવા માટે લોકો અમેરિકામાં ગમે તે ભોગે ઘુસવા કેવા પ્રયત્નો કરતા હોય છે એનું કરુણ ઉદાહરણ સામે આવ્યું છે.અમેરિકાને અડીને આવેલા મેક્સિકોમાંથી એક પિતા પુત્રીએ સ્વપ્નની દુનિયાના દેશમાં જવા માટે પોતાની જાન ગુમાવી દીધી છે.

મેક્સિકોના અલ સાલવાડોર ના 26 વર્ષના ઓસ્કાર એલ્બર્ટો માર્ટિનેઝ રમીરેઝની સાથે 23 મહિનાની દીકરીની લાશ પાણીમાં તરતી નજર આવી રહી હતી. લાશો જે સ્થિતિમાં પડી હતી, તેને જોતા સમજી શકાય છે કે, દીકરીને બચાવવા પિતા કેટલું ઝઝૂમ્યો હશે કે છેલ્લી ક્ષણોમાં પણ પિતાએ દીકરીને પોતાનાથી અલગ ન થવા દીધી.

રમીરેઝ રવિવારે માટામોરોસ પહોંચ્યો હતો, જ્યાં તેને આશા હતી કે તે અમેરિકાના સક્ષમ અધિકારીઓને સપરિવાર ત્યાં શરણ આપવાની વિનંતી કરી શકશે. પણ, જ્યારે તેને લાગ્યું કે, આ પ્રક્રિયામાં ઘણો સમય લાગશે, તો તેણે નદીમાં તરીને જવાનો નિર્ણય કર્યો.

રમીરેઝ પરિવાર સાથે નદીના તટ પર પહોંચ્યા હતા,જ્યાં તેણે સૌ પ્રથમ તેની પુત્રીની અમેરિકાની ધરતી પર મૂકી દીધી હતી. તે પછી તે પત્ની પાસે આવ્યો, પરંતુ પુત્રી તેનો પીછો કરતા પાણીમાં આવી ગઈ. આ જોઈ રમીરેઝ બાળકીને બચાવવા પહોંચ્યો, પણ તેને બચાવવા દરમિયાન પિતા-પુત્રી બંને ડૂબી ગયા.

રમીરેઝે દીકરીને બચાવવા માટે તેનું માથું પોતાની ટી-શર્ટમાં નાખી દીધું હતું, જેથી તે તેનાથી અલગ ન થઈ જાય.

રમીરેઝની માએ આ બાબતે જણાવ્યું  કે મેં તેને જવાની ના પાડી હતી, પણ તે બધા ન માન્યા. બાળકીએ છલાંગ લગાવી પિતા સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો, પણ જ્યાં સુધી તે તેને બચાવે તે ઘણી આગળ જતી રહી હતી.

મેક્સિકોના પ્રેસિડન્ટે આ ઘટનાને ઘણી કમનસીબ જણાવી.સોશયલ મીડિયા પર પણ આ તસવીર ઘણી વાઈરલ થઈ રહી છે. દુનિયાભરના લોકો દુઃખ અને સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન