Navsari News/ નવસારીમાં પૂર બાદ કરુણ સ્થિતિ: મૃત્યુઆંક 17 પર પહોંચ્યો, કરંટ અને સાપ કરડવાથી પણ મોત નોંધાયા

નવસારી જિલ્લામાં વિનાશક પૂર બાદ મૃત્યુઆંક વધીને 17 પર પહોંચી ગયો છે. ગણદેવી અને બીલીમોરા પોલીસ મથક વિસ્તારોમાંથી કુલ 17 મૃતદેહ મળી આવ્યા છે. કરંટ લાગવા અને સાપ કરડવાથી પણ કેટલાક લોકોના મોત થયા.

Gujarat Top Stories Others Breaking News
Navsari

Navsari News:  નવસારી (Navsari) જિલ્લામાં ભારે વરસાદ અને પૂર બાદ હવે દુઃખદ તસવીરો સામે આવી રહી છે. સૌથી વધુ અસરગ્રસ્ત ગણદેવી તાલુકામાં મૃત્યુઆંક વધીને 17 પર પહોંચી ગયો છે. પૂરનું પાણી ઉતર્યા બાદ અલગ-અલગ વિસ્તારોમાંથી મૃતદેહો મળી રહ્યા હોવાથી સમગ્ર જિલ્લામાં શોકનું વાતાવરણ છવાયું છે.

Navsari ના ગણદેવી અને બીલીમોરામાંથી મળ્યા મૃતદેહ

અધિકારીઓના જણાવ્યા અનુસાર ગણદેવી પોલીસ મથક વિસ્તારમાંથી અત્યાર સુધીમાં 8 મૃતદેહ મળી આવ્યા છે. બચાવ અને શોધખોળ દરમિયાન આ મૃતદેહો મળી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. તે જ રીતે બીલીમોરા (Bilimora)પોલીસ મથક વિસ્તારમાંથી 9 મૃતદેહ મળી આવ્યા છે. પૂર દરમિયાન અનેક લોકો પાણીમાં ફસાયા હતા, જ્યારે કેટલાક લોકોનું પૂર પછી અલગ-અલગ કારણોસર મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.

કરંટ લાગવા અને સાપ કરડવાથી પણ મોત

પૂર બાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં વીજ કરંટ લાગવાની ઘટનાઓ તેમજ સાપ કરડવાના બનાવો પણ નોંધાયા છે. આ બંને કારણોસર પણ કેટલાક લોકોના મોત થયા હોવાનું તંત્રે જણાવ્યું છે. પાણી ભરાયેલા વિસ્તારોમાં વીજળી અને ઝેરી જીવજંતુઓનું જોખમ હજુ પણ યથાવત છે.

રાહત અને સર્વે કામગીરી ચાલુ

જિલ્લા વહીવટી તંત્ર, NDRF, SDRF અને અન્ય ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, બચાવ અને નુકસાનના સર્વેની કામગીરી સતત ચાલુ છે. તંત્ર લોકોને સાવચેતી રાખવા, પાણી ભરાયેલા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવા અને વીજળી સંબંધિત જોખમોથી દૂર રહેવાની અપીલ કરી રહ્યું છે.સતત વધી રહેલા મૃત્યુઆંકને કારણે સમગ્ર નવસારી જિલ્લામાં શોકનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અસરગ્રસ્ત પરિવારોને સરકાર દ્વારા જરૂરી સહાય અને રાહત પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.


આ પણ વાંચો: હવે ઉત્તર ગુજરાતમાં વરસાદનો કહેર! અમદાવાદ-ગાંધીનગરમાં રવિવાર સુધી ભારે વરસાદની આગાહી, 7 જિલ્લામાં રેડ એલર્ટ

આ પણ વાંચો: પાટણમાં ભારે વરસાદથી સાંતલપુરનું ગઠા ગામ સંપર્કવિહોણું

આ પણ વાંચો: ગુજરાતમાં ભારે વરસાદ અને પૂરની વિનાશક અસર, રાજ્યમાં મૃત્યુઆંક 56 પર પહોંચ્યો